ગંધમંજૂષા/કૌતુક

Revision as of 05:37, 28 May 2023 by Meghdhanu (talk | contribs) (+created chapter)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> કૌતુક


એન્ટેનાના સળિયા ૫૨
એક કલકલિયો બેઠો
ને...
ટેલિવિઝનના સ્ક્રીન પર
ટૂથપેસ્ટની જાહેરાત બંધ,
વડાપ્રધાનનું રાષ્ટ્રજોગું પ્રવચન બંધ,
રસાકસીભરી ક્રિકેટની કૉમેન્ટરી બંધ,
સ્ક્રીનમાંથી
ખળખળ ખળખળ ખળખળ ખળખળ જળ.
જળનું તળિયું કાચ,
સોનેરી રંગના લસરકા જેવી માછલીઓ આમતેમ.
ચળક ચળક સૂર્ય...
પણ... પછી... એકાએક
કલકલિયો ઊડ્યો
નીલરંગી ફુવારામાં બધું ડુબાડતો...