મંગલમ્/સરવાણી આનંદ તણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સરવાણી આનંદ તણી

ક્યાંથી… આ ક્યાંથી
સરવાણી આનંદ તણી
આવી દે ઉરને છલકાવી… ક્યાંથી…

તું આવી પેલા તારકથી?
કે ધરતી કેરા મારગથી?
આવી સાગર કેરા જળથી?
કે શ્યામલ વાદળના દળથી?… — ક્યાંથી…

તું આવી કોઈક સૂર થકી?
કે નેન તણા કો નૂર થકી?
તું આવી સપના ઘાટેથી?
તું અતીત કેરા વાટેથી?… — ક્યાંથી…

બહુ દિવસ થકી તુજ રાહ હતી,
નહિ જાણ થઈ તું ક્યારે
આવી મમ અંતર આરે?… — ક્યાંથી…

હે ઝરણી, તુજ કરણીથી નિરખું
હું ઉ૨માં હરિયાળી… — ક્યાંથી…