મંગલમ્/વા વાયા વાદળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વા વાયા વાદળ

વા વાયા ને વાદળ ઊમટ્યાં
ગોકુળમાં ટહુક્યા મો૨
રમવા આવો સુન્દિરવર શામળિયા૦

તમે રમવા તે ના આવો શા માટે?
નહીં આવો તો નંદજીની આણ…રમવા૦

તમે ગોકુળમાં ગોધન ચારંતા
તમે છો રે સદાના ચોર…૨મવા૦

તમે કાળી તે કામળી ઓઢંતા
તમે ભરવાડના ભાણેજ…૨મવા૦

તમે વ્રજમાં તે વાંસળી વાજન્તા
તમે ગોપીઓના ચિત્તના ચોર…રમવા૦

મહેતા નરસિંહના સ્વામી શામળિયા
તમે તેડી રમાડ્યા રાસ…રમવા૦