મંગલમ્/મને ફાગણનું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મને ફાગણનું

હો મને ફાગણનું એક ફૂલ આપો કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી હો!

વનની વાટે તે વા’લા એક ફૂલ દીઠું,
એકલ કો’ડાળે એક એકલડું મીઠું,
મેં તો દીઠું, દીઠું ને મન મોહ્યું કે લાલ મોરા! કેસૂડો…

ઉત્તરના વાયરાએ ઢંઢોળ્યાં વન,
જાગી વસંત કૈંક જાગ્યાં જીવન,
મેં તો સુખડાંની સેજ તજી જોયું, કે લાલ મોરા! કેસૂડો…

રૂપલિયા વાટ મારી, રૂપલિયા આશ,
સોનલ સૂરજ તારા સોનલ ઉજાસ,
તારી વેણુમાં વેણ મેં પરોવ્યું, કે લાલ મોરા! કેસૂડો…

— સુંદરમ્