મંગલમ્/મઝા પડે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મઝા પડે

મઝા પડે, મઝા પડે,
જો રોજ રોજ રમવાની રજા પડે (૨)
ખેતરમાં ખેડુને કહીએ બૂમ પાડી,
ખેડુભાઈ…(૨) રમવા આવોને આગગાડી;
ખેડુ કહે: લોક સહુ ભૂખે મરે
જો રોજ રોજ રમવાની રજા પડે (૨)— મઝા૦
ચાંદા-સૂરજની પાસ જઈ પૂછીએ,
રમવા આવોને વીરા, સંગે મળી કૂદીએ;
બેઉ બોલ્યા: અંધારે જગ સહુ ડરે,
જો રોજ રોજ રમવાની રજા પડે (૨)— મઝા૦
ફૂલને જઈ પૂછીએ ડાળીએ ઝૂલતાં,
અમારી સંગ કેમ રમવાનું ભૂલતાં?
ફૂલ કહે: દેવ શિર કોણ રે ચડે?
જો રોજ રોજ રમવાની રજા પડે (૨)— મઝા૦

— અજ્ઞાત