બાળ કાવ્ય સંપદા/નાચો નાચો
Jump to navigation
Jump to search
નાચો નાચો
લેખક : વસંત નાયક
(1905-1981)
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
નાચો નાચો રે છોકરાં નાચો નાચો !
વાદળ ઘૂમતી વીજળી નાચે,
બાજે મેહુલિયો
રાત દિવસ મોજાંઓ નાચે;
ઘૂઘવે સમદરિયો,
નાચો નાચો રે છોકરાં નાચો નાચો !
વનમાં હરણાં ઝરણાં નાચે;
વાગે વાંસલડી,
જલમાં ચાંદો તારા નાચે,
રાચે આંખલડી,
નાચો નાચો રે છોકરાં નાચો નાચો !
વાડામાં વાછરડાં નાચે,
ગાયો કરતી ગેલ,
મો૨ કળા કરી થૈ થૈ નાચે,
રીઝે રાણી ઢેલ
નાચો નાચો રે છોકરાં નાચો નાચો.