બાળ કાવ્ય સંપદા/ચગડોળ
Jump to navigation
Jump to search
ચગડોળ
લેખક : પ્રીતમલાલ મજમુદાર
(1900-1991)
ગોળ ગોળ ચગડોળ,
ધરતી ફરે ગોળ ગોળ;
ઊભેલાંને દઈએ હાંક,
ત્યાં તો એનો ચઢે ચાક.
તેમનું હોય તે આમનું થાય,
આમનું થઈને આઘું જાય.
લાલ પાછળ લીલો,
વાદળી કેડે પીળો.
રંગે રંગ સરતા રહે,
ફરી ફરી ફરતા રહે.
ઘૂમવાને તો બેઠો હું,
ભોળ આવે ધરતીને,
એવું ચઢ્યું ચગડોળ.