પરમ સમીપે/૧૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૧

હે શુદ્ધ, હે ઉદાર, હે પ્રસિદ્ધ,
હે અખંડ આનંદના વરસાવનાર
તારો જય હો!
વાસનાની નાગચૂડમાં જે સપડાઈ જાય છે
તે ઊઠી શકતો નથી,
પણ તારી કૃપાદૃષ્ટિથી
વાસનાનો નાગ પણ નિર્વિષ બની જાય છે.
જ્યારે તું પ્રસાદ-રસ-કલ્લોલ જગાડી
મહાપ્રવાહની સાથે આવે છે, ત્યારે
તાપ કોને તપાવી શકે?
શોક કોને પ્રજાળી શકે?
સંતે જ્ઞાનેશ્વર