ધ્વનિ/તમસો મા...

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તમસો મા...

કાયા એને નથી તદપિ શો ભાર અંધારનો છે!
નાના મારા જીવનસરમાં દૃષ્ટિનું પદ્મ ઊગ્યું
તો યે એના સરવ દલને બંધ શો કારમો છે!

જે કારાએ લસતી દ્યુત ના વ્યોમનાં રશ્મિ કેરી
ત્યાં થાપીને નયન નિજ કૈં ધૂંધળું તેજ (જેમ
જીવાદોરી ત્રુટતી લહીને તર્ફડે પ્રાણ તેમ)
ભાંગે તો યે ફરી ફરી રચે સ્વપ્ન કેરી હવેલી.
 
એના રંગો તરલ પલટાઈ જતા વારવાર,
એની છે ના ચરણ ધરવા જેવી યે કૈં ધરિત્રી,
એની સાથે હૃદય-મનની કેટલી વાર મૈત્રી!
ખોરાં ધાન્યે ઇહ જીવિતને કાજ શો તત્ત્વસાર!

આવો વીંધી તિમિર શરથી અંશુનાં, આવો કાન્ત!
આવો મારાં અધીર બનિયાં દર્શનોત્કંઠ નેણ;
આવો હે સૂર્ય! આવો મખમલ પગલે પદ્મને ફુલ્લ પ્રાન્ત.

૬-૮-૪૩