કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/મીરાંને ઝરુખેથી
Jump to navigation
Jump to search
૩૫. મીરાંને ઝરુખેથી
હું રાધા, તું શ્યામ,
હવે આ હૈયું ગોકુળગામ!
આ આંખો તે યમુના
તારી નજર પડે તે દડો;
પળપળની આ પનિહારી તો
ભરે અનંતલ ઘડો.
ઘડૂલો છલકે છે અવિરામ! — હવે૦
વૃંદાવનમાં વૃક્ષ વૃક્ષ તે
ગોપી રાધા ગોપી
મેવાડી માયા આટોપી
તુલસીને અહીં રોપી
રટે છે મીરાં શ્યામ, હે શ્યામ!
જપે છે શ્યામ શ્યામ ને શ્યામ.
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૨૭-૭-૧૯૮૦(કાવ્યસૃષ્ટિ, પૃ. ૪૮૩)