કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/અકળ કળા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૪. અકળ કળા

નથી જાણે ગગન જેવું; નથી જાણે ધરા જેવું!
અમારે આશરો કેવો? અહીં ક્યાં આશરા જેવું.

ખબર ન્હોતી કે કિરણો ભોંકશે ભાલા કલેજામાં,
અમે આનંદી ઊઠ્યા'તા નિહાળીને ઉષા જેવું.

ભલા એ મરજીવાનાં મંથનોની વાત શું જાણે?
હજી વીણી રહ્યા છે જે કિનારે શંખલા જેવું.

બિચારા સ્નેહીઓ મજબૂર છે પોતાની આદતથી,
કંઈ કહેવાય ના ક્યારે દઈ બેસે દગા જેવું.

કળા સમજાય તારી તો જીવન સમજાય માનવનું,
સકળ માનવજીવન પણ છે અકળ તારી કળા જેવું.

મરણ પણ છીનવી શકતું નથી એની ખુમારીને–
પિનારા ગાઢ નિદ્રામાં કરી લે છે નશા જેવું.

પ્રભુનો પાડ કે ‘ઘાયલ', ભૂખ્યે પેટે નથી સૂતા!
અહીં સૂવા નથી દેતું કરોડોને વખા જેવું.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> ૨૫-૧૨-૧૯૫૪ (આઠોં જામ ખુમારી, પૃ. ૨૯૭)