બાળ કાવ્ય સંપદા/એ પરપોટો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
એ ૫૨પોટો

લેખક : પ્રીતમલાલ મજમુદાર
(1900-1991)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>

એ પરપોટો મોટો થયો,
બિલોરનો શું લોટો થયો !
કહીં મેઘધનુષનાં બાળ હતાં,
નહીં નરી આંખને ક્યાંય છતાં;
તે હોંસ કરીને
રૂપ ધરી
ને રંગ ધરી ને ભભક ધરી
પરપોટા પર આવ્યા ઊતરી,
ત્યાં પવન તણી ઊપડી લહરી.
એ પવનપંથ પર પરપોટો
તેજી ઊપડ્યો-શું લિસોટો !
ને તે પર સાતે બાળક એ
કિલકિલતાં લગામધારક એ.
ત્યાં પાછળ એકે ભૂલ કરી,
ને પરપોટાને એડ ભરી.
બસ ભૂલ થઈ, એ ભૂલ થઈ,
ને રંગસવારી ડૂલ થઈ.