અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મકરન્દ દવે/હૈયાની વાત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
હૈયાની વાત

મકરન્દ દવે

કોકનાં તે વેણને વીણી વીણીને, વીરા!
         ઉછી-ઉધારાં ન કરીએ;
હૈયે ઊગે એવી હૈયાની વાતને
         ફૂલ જેમ ફોરમતી ધરીએ.
કોયલ તો કોઈનો ટહુકો ન માગે ને
         મોરલો કોઈની કેકા,
માનવીનું કાળજ તે કેવું કર્યું?
         પીડ પોતાની, પારકા લ્હેકા!
રૂડા-રૂપાળા સઢ કોકના શું કામના?
         પોતાને તુંબડે તરીએ.
કોઈ કોઈ સંભારે રામટેકરી,
         કોઈ ઓઢા-હોથલની ગુહા,
ચોમાસે ક્યાંક ક્યાંક શલોક ચગે
         ક્યાંક દરદે નીંગળતા દુહા :
જીવતી ને જાગતી જીવનની ખોઈમાં
         કોઈની ભભૂત ન ભરીએ.
પોતાની વાંસળી પોતે બજાવીએ ને
         રેલાવી દઈએ સૂર,
ઝીલનારું એને ઝીલી લેશે, ભલે
         પાસે જ હોય કે દૂર :
ઓલ્યા તો મોતમાં જીવી ગિયા, વીરા!
         જીવતાં ન આપણે મરીએ.
કોકનાં તે વેણને વીણી વીણીને, વીરા!
         ઉછી-ઉધારાં ન કરીએ.

૨૪-૮-’૬૩



Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt697cf4036ffcc8_13346470


મકરન્દ દવે • કોકનાં તે વેણને વીણી વીણીને, વીરા! • સ્વરનિયોજન: પુરુષોત્તમ ઉપાધ્યાય • સ્વર: વિરાજ-બીજલ






Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt697cf403758a82_39472830


મકરન્દ દવે • કોકનાં તે વેણને વીણી વીણીને, વીરા! • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ