અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/ભોમિયા વિના

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ભોમિયા વિના

ઉમાશંકર જોશી

ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી તી કોતરો ને જોવી'તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે,
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો, અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજ કુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.

ઑગસ્ટ ૧૯૩૨
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૬૬)



Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt69b175396fa976_75293600


કાવ્યસંગીત • ઉમાશંકર જોશી • ભોમિયા વિના • કવિના સ્વમુખે કાવ્યપઠન:

Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt69b1753970dfe8_20104776


કાવ્યસંગીત • ઉમાશંકર જોશી • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા • સ્વરનિયોજન: અજિત શેઠ • સ્વર: હરિહરન • આલ્બમ: ગીત અમે ગોત્યું ગોત્યું


Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt69b1753971f765_95655998


કાવ્યસંગીત • ઉમાશંકર જોશી • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ • આલ્બમ: ગીતગંગોત્રી


Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt69b1753972f6c2_94626927


કાવ્યસંગીત • ઉમાશંકર જોશી • ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા • સ્વરનિયોજન: શ્યામલ-સૌમિલ • સ્વર: ઉદય મઝુમદાર • આલ્બમ: હસ્તાક્ષર


આસ્વાદ: ભોમિયા વિના — સિતાંશુ યશશ્ચંદ્ર

આસ્વાદ: પીડા વિના પ્રાપ્તિ નથી — મણિલાલ હ. પટેલ