ભજનરસ/જલકમલ

From Ekatra Wiki
Revision as of 06:39, 15 May 2025 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| જલકમલ | }} {{Block center|<poem> '''જલકમલ તું છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે,''' '''જાગશે તને મારશે, મને બાળહત્યા લાગશે.''' '''કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવિયો?''' '''નિશ્ચે તારો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


જલકમલ

જલકમલ તું છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે,
જાગશે તને મારશે, મને બાળહત્યા લાગશે.

કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવિયો?
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયાં તે શીદ આવિયો?

નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો,
મથુરાનગરીમાં જૂગટું રમતાં, નાગનું શીશ હું હારિયો.

રંગે રૂડો રૂપે પૂરો, દીસંતો કોડીલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યા, તેમાં તું અળખામણો.
 
મારી માતાએ બેઉ જનમ્યા, તેમાં હું નટવર નાનડો,
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો.
 
લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરીઓ,
એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોરીઓ.

શું કરું નાગણ હાર તારો? શું કરું તારો દોરીઓ?
શાને કાજે નાગણ તારે, કરવી ઘરમાં ચોરીઓ?
 
ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાવીઓ
ઊઠોને બળવંત બારણે, કોઈ વીર બાળક આવીઓ.
 
બેઉ બળિયા બાથે વળગિયા, કૃષ્ણે કાલિનાગ નાથિયો,
સહસ્ર ફેણા ફૂંફવે, જેમ ગગન ગાજે હાથિયો.

નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહુ દુ:ખ આપશે,
મથુરા નગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે.

બેઉ કર જોડીને વિનવે, સ્વામી મૂકો અમારા કંથને,
અમે અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યા ભગવંતને.

થાળ ભરી નાગણી સર્વે, મોતીએ કૃષ્ણને વધાવીઓ,
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાથ છોડાવીઓ.