ધ્વનિ/અહો સુંદર શરદની રાત્રિ

From Ekatra Wiki
Revision as of 01:47, 8 May 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩૩. અહો સુંદર શરદની રાત્રિ


અહો સુંદર શરદની રાત્રિ!
શ્યામ વસન શત દીપક અંકિત
સોહ્ય, સુકોમલ ગાત્રિ!

નહિ ટહુકાર છતાં ય નિખિલ શું
સભર ભર્યું તવ ગાને!
અંચલની લહરી સહ રમતો
સમીરણ સુરભિત પ્રાણે!

હરખી હરખી રહી કશું મનોમન,
ચંચલ દ્યુતિમય ચમકે લોચન.

અવગુંઠન થકી ઉદય પથે
પલ પલ નિરખત હે રાત્રિ!
ક્ષિતિજ બની રહી રંગીન, આવે
કોણ અરુણરથયાત્રી!
૧૨-૧૧-૪૮