મંગલમ્/વાદળ વરસો
Jump to navigation
Jump to search
વાદળ વરસો
વાદળ, વાદળ, વરસો પાણી!
મોજ પડે ફોરાં ઝીલવાની!
વાદળ, વાદળ, વરસો પાણી!
રૂમઝૂમ વરસો ઝૂમઝૂમ વ૨સો,
ઝીણું ઝીણું ઝરમર વરસો,
મોજ પડે ફોરાં ઝીલવાની,
વાદળ, વાદળ, વરસો પાણી!
ઠંડક ઠંડક થાય મારે તન,
ઠંડક ઠંડક થાય મારે મન,
જાય નાસી ગરમીની રાણી,
વાદળ, વાદળ, વરસો પાણી!