મંગલમ્/ભોમિયા વિના

From Ekatra Wiki
Revision as of 14:58, 28 January 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ભોમિયા વિના

ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી.
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી…

સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી.
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી…

એકલા આકાશ તળે ઊભીને એકલો
પડઘા ઉર-બોલના ઝીલવા ગયો,
વેરાયા બોલ મારા ફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડ્યો…

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજ કુંજ જોવી ફરી,
ભોમિયો ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી…

— ઉમાશંકર જોષી