મંગલમ્/ઝળકતું જીવન ઝાંખું થાય રે

From Ekatra Wiki
Revision as of 02:56, 27 January 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઝળકતું જીવન ઝાંખું થાય રે}} {{center|<poem> ઝળકતું જીવન ઝાંખું થાય રે, જો માનવ ભૂલે તો. પ્રભુ પણ પાપોથી દુભાય રે, જો માનવ ભૂલે તો. જગતમાં મારું મારું થાય, મનુષ્યો ઈશને ભૂલી જાય. ભૂલે તો ભવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઝળકતું જીવન ઝાંખું થાય રે

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>

ઝળકતું જીવન ઝાંખું થાય રે,
જો માનવ ભૂલે તો.
પ્રભુ પણ પાપોથી દુભાય રે,
જો માનવ ભૂલે તો.
જગતમાં મારું મારું થાય,
મનુષ્યો ઈશને ભૂલી જાય.
ભૂલે તો ભવસાગર ભટકાય રે,
જો માનવ ભૂલે તો.
ગુમાની ઘેન મહીં ફરતો,
વિભુથી લેશ નહીં ડરતો,
બિચારો અધવચ ડૂબી જાય રે,
જો માનવ ભૂલે તો.