નારીસંપદાઃ નાટક/મેગાસિટી મેં મચ ગયા શોર
મેગા-સિટી મેં મચ ગયા શોર!
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> (સંવેદન સાંસ્કૃતિક કાર્યક્રમનું નાટક, સપ્ટેમ્બરઃ ૨૦૦૬)
•પાત્રો: ૧,૨,૩,૪ (કોરસ), ૫,૬, (રેડિયો મિર્ચ), ૭,૮,૯,૧૦, (વિસ્થાપિતો-શોષિતો). <div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> (૧)
- મંચ ઊપર ૮થી ૧૦ યુવક-યુવતીનું જૂથ પ્રવેશે. જાણે કોઈ શોભાયાત્રા કાઢતા હોય તેમ સૂત્રોચ્ચાર અને ધૂમચક સંગીત સાથે તાલબદ્ધ રીતે બોલશેઃ
૧. હે... ય અમદાવાદ! મેગાસિટી અમદાવાદ!
२. અમદાવાદ! અમદાવાદ! પહેલાં હતું માન્ચેસ્ટર!
3. હવે થયું મેગાસિટી! મેગાસિટી અમદાવાદ! (સ્પોટ જોગિંગ કરે)
४. મેગા મેગા મેગાસિટી! અમદાવાદ મેગા-સિટી!
- જૂથમાંથી ૫ અને ૬ (એક છોકરો. એક છોકરી છૂટાં પડે- એ લોકો રેડિયો મિર્ચ-વાળાં છે.) હવે પછી એમને RM- આવા ટૂંકા ફોર્મથી ઓળખીશું.
RM : હે....ય! વન, ટૂ, થ્રી, ફોર
પ્રોસ્પેરિટી એટ યોર ડોર
વોટ આર યૂ વેઇટિંગ ફોર
મોર-મોર-મોર-મોર...હમ સબ માંગે મોર!
મેગાસિટી મેં મચ ગયા શોર! કુછ હી દિનોં મેં ઇન્તઝાર કીજીયે, રેડિયો મિર્ચી ૯૧.૯૯
FM : (ખાસ શૈલીમાં લલચરે)(ક્રિઝ),
૧. હેય.... એરપોર્ટ.... એરપોર્ટ... ઇન્ટરનેશનલ એરપોર્ટ... સરદાર પટેલ એરપોર્ટ....
૨. જવા દોને! આમ તો આપણે અમદાવાદીઓ આખી દુનિયામાં ઊડાઊડ કરનારાં.
3. સૌથી સમૃદ્ધ જાતિ- મહાજાતિ ગુજરાતી!
૪. પણ ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું મોડુંમોડું.... ને તેય માંડ માંડ!
૧. સહેલાઈથી કેવી રીતે મળે? કેન્દ્રમાં ગુજરાતને સતત અન્યાય થતો રહ્યો છે.
२. હા, હા, આમ જ.... મહાગુજરાત પણ મોડુંમોડું.... ને તેય માંડ માંડ!
3. અને મુંબઈ તો ગુમાવી જ દીધું._આમચી/ તુમચીમાં !
૪. સો વોટ? આપણું અમદાવાદ કંઈ મુંબઈથી કમ નથી. મેગાસિટી છે!
૧. યેસ.... મેગામસ્ત સિટી! મેગામસ્ત બિલ્ડીંગો! મેગામસ્ત સરોવરો! મેગામસ્ત ગાર્ડનો! મેગા મસ્ત અન્ડરબ્રીજો.... ઓવરબ્રીજો! મેગા... મેગા.... મેગા!
RM : શહેરમાં ઠેર ઠેર ભૂવા પડ્યા છે... રહદારીઓ અને વાહનો માટે અસલામતી! યેસ આ ભૂવા એટલે મોટા મોટા ખાડા.... જી હાં... બડે બડે ગઢ્ઢે! પેલા ડાકલા વગાડનારા ભુવા નહીં હો કે!... રેડિયો મિર્ચી....૯૧.૯૯. FM.... (ક્રિઝ)
૧. અલ્યા.... આપણા શહેરમાં બીજું બધું તો ઠીક! પણ રોડ-રસ્તા ચકાચક થઈ ગયા છે હોં! આશ્રમરોડ, સી.જી. રોડ, ૧૩ર રિંગરોડ, સરદાર પટેલ રિંગરોડ.....
२. રિંગરોડ... રિંગ રોડ... રિંગા રિંગા રોડ!(જૂથ રીપીટ કરે)
૧. અને આ રોડ ઉપર... ઇન્ડિકા ને ઇનોવા, આલ્ટો ન આલ્ટ્રો, હુંડાઈ ને પજેરો, ક્વાલીસ ને બોલેરોની બોલબાલા.... બોલબાલા!
3. જોજો ને તમે, આવતાં પાંચેક વર્ષમાં તો ઘેરઘેર ફોરવ્હીલર આવી જવાનાં. પછી તો ઠેર ઠેર મોટરો ને ઘેરઘેર કારો!
૪. અરે ! આજની તારીખમાં ટૂવ્હીલર તો માથાદીઠ આવી જ ગયાં છે ને! બે... પાંચ હજારનું ડાઊન પેમેન્ટ આપી દીધું એટલે વાત પૂરી! પછીતો લોનના હપ્તા... દેખા જાયેગા!
૧. તમે નહિ માનો સાહેબ, હમણાં જ મારા સને બ્રાન્ડ ન્યું 'ગ્લેમર’ લીધી. મારો બેટો કહે કે વરસદિવસ કૉલ સેન્ટરમાં જૉબ કરી લઈશ એટલે હપ્તા પૂરા!
૨. અને.... મારી બેબી બારમા-માં આવી. જાતે જઈને એકટીવા ખરીદી આવી. ડાઉન પેમેન્ટ પણ પોતાના પોકેટ મનીમાંથી કાઢ્યું અને પાછી કહે છે કે મહેંદી-મેકપ કરતી જઈશ ને લોનના હપ્તા ભરતી જઈશ!
3. યેસ... મેગાસિટીની ન્યુ જનરેશન છે, સાહેબ! એકટીવ ને એમ્બિશ્યસ!
ચારેય : હે...ય મેગાસિટી! મેગાસિટી! અમદાવાદ!
રીક્ષાવાળો : આ મારી CNG રિક્ષા માટે બેન્કમાંથી માંડ માંડ લોન મળી. છ મહિના થઈ ગયા; ઘરમાં એક ટંક ખાઈને પેટ ભરીએ છીએ. એક પા મોંધુંદાટ CNG ને બીજી પા બેન્કના હપ્તા! ઊપરથી આખા શહેરમાં રિક્ષાઓનો તો જાણે રાફડો ફાટ્યો છે. છકડા, શટલ, વિક્રમ, ખુશબૂ.... રિક્ષા! સોસાયટીના નાકે પેસેન્જરની રાહ જોતાં જોતાં મારેલી માખીઓથી હપ્તા ભરીએ તો છે; હવે તો! (ફ્રીઝ)
કોરસ: મોટી માછલી નાની માછલીને ગળે એ નિયમ છે દુનિયાનો... ભૂલી જવાનું… ગળી જવાનું.... દર્દ ને તકલીફ ભૂલી જવાનું... ગળી જવાનું.
RM : મોર.... મોર.... મોર... મોર... મેગાસિટીમેં મચ ગયા શોર! મેગાસિટીમેં મેગા મોલ... મોલ.... મોલ... મોલ.... મોલ! શોપિંગ મોલ! શોપિંગ મોલ! મોલમાં માલ.... માલ માટે માલ!
૧. અલ્યા, આ મિર્ચીવાળા મોલ... મોલ... કરે છે... એ વળી શું?
૨. અરે... મોલ અટલે મોટી માર્કેટ.... બી..ગ બઝાર!
3. જો, હું સમજાવું.... માળ... ઉપર માળ.... ને એની ઉપર માળ.... ને માળે માળે માલ... એટલે મેગા મૉલ.... (૧,૨,૩, મૉલ ... મૉલ... મેગામોલનું રટણ)
RM : મિર્ચી સુનનેવાલોં! મૉલ મેં લાઇન લગા લો!
RM : સેલ.... સેલ.... સુપરસેલ! સુપર મૉલમાં સુપર સેલ! ૧૦%, ૨૫%, ૫૦%.... અધધ ૮૦%.... ડિસ્કાઉન્ટ સાથે તદ્દન ફ્રેશ સ્ટોકમાં ફોરેન માલ!
RM : સેલ.... સેલ.... ઓપનિંગ સેલ.... કલીયરન્સ સેલ... સિઝનલ સેલ... ફેસ્ટીવલ સેલ! ધમાધમ સેલ... ધૂમ ધડાકા સેલ!
૧ : હા, હા.... આપડા શહેરમાં ખાલી એસ.જી. રોડ ને સી.જી. રોડ પર જ નહિ; હવે તો રાયપુર, બાપુનગર, મણિનગર અને વાડજમાં પણ મૅગા મોલ!
૨ : આ તો બઉ હારુ-લ્યા! બઉ હારુ! કપડાંલત્તાં-રાચરચીલું-અનાજકઠોળ, અથાણાંમસાલા તો અધધ... ને આ શાકભાજી તો જુવો! કેવાં લીલાંછમ....
3 : મમમમ.... મૅગામોલ! મૅગા મોલ!
૧ : અહીં તો આખ્ખા મઈનાની ખરીદી ચપટીકવારમાં!
૨ : અલી ભૂંડી.... મઈનાની ક્યાં.... આ તો આખી જિંદગીની ખરીદી કરી લે.... જિંદગીની.
3 : આલેલેલે.... ભાભી! એટલાં બધાં પસ્તીપેપર, જૂનાં કપડાં, ટૂટેલાં ડોલ-ડબલાં લઈને ક્યાં હેંડી? ને ટૂટેલા જૂના બૂટચંપલેય છે તો.... ટોપલામાં!?
૧ : અલી બોન.... આ મૅગામોલમાં બધ્ધું લઈ લે... ને હામે નવી આઇટેમો આલે!
૨ : જૂના હામે નવો માલ.... મેગા મોલ! મેગા મોલ! (૧.૨.૩ ઝૂમે ને બોલે)
(ત્યાં એક ખૂણેથી બે'ક વ્યકિત ઊઠીને-)
ક : નખ્ખોદ જજો આ મોલ મારકેટનું! જારથી ખૂલ્યા છે નારથી આપણા ધંધા તો બેઠી જ ગ્યા છે! ને પાથરણાંબજારની પથારી ફરી ગઈ છે!
ખ : અરે, અમારા જેવા ફેરિયા ને હાથલારીવાળાનુંય આઈ બન્યું છે! ને દુકાનદારોની પણ દશા બેઠી છે!
ક : અને નદીકિનારાવાળી ગુજરી? એને તો ગઈ ગુજરી જ સમજવાની ને?! એક તો આ પૂરનાં પાણી.... ને બીજું આ મોલ-મારકેટ!
કોરસ : મોટી માછલી નાની માછલીને ગળે એ નિયમ છે દુનિયાનો... ભૂલી જવાનું ગળી જવાનું.... દર્દ ને તકલીફ.... ભૂલી જવાનું.... ગળી જવાનું.
RM : રેડિયો મિર્ચી ૯૧.૯ fm.... મિર્ચ સુનનેવાલે... આપકે લિયે એક ધમાકેદાર ઓફર.... મેગા મલ્ટીપ્લેક્સ મેં આઇએ ઔર મેગા સ્ટાર બન જાઈએ... જી હાં.. અહમદાબાદ કે સુપર યૂથ કે લિયે સુપર લકી ઓફર... આપકે સેલફોન પર sms કીજીયે.... કુછ હલ્કે ફુલ્કે સવાલોં કે જવાબ ભેજીયે ઔર આપકે લકી નંબર પાકર બમ્પર ઓફર કે લિયે ફનરિપબ્લિક મેં આઇયે.....
RM : જહાં આપકે લિયે હોંગે દો ટિકિટ્સ લેટેસ્ટ મૂવી કે; દો પિત્ઝા ઔ...ર દો સુપર સોફટ ડ્રિન્કસ!.... તો આપકે મોબાઇલ હાથ મેં લિજીયે... sms કીજીયે... ૯૯૨૨૯૯૨ર...
તો આપકે લિયે લક્કી સવાલ હૈ.....
RM : યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ!.... મિર્ચી સુનનેવાલે.....
૧. એ... ઈ! મિર્ચી પર સાંભળ્યું ને? મલ્ટીપ્લેક્સમાં ફેશન શો છે! બોલીવુડનાં સ્ટાર્સ આવશે! આપણા સીટીના યૂથનું મોડેલીંગ માટે સિલેક્શન કરશે.
૨. યેસ.... સવારે સિલેક્શન, સાંજે રેમ્પવર્ક ને રાતે ગ્રાન્ડ પાર્ટી... ડીસ્કો... ડાન્સ!
૩. વા... ઉ! પણ યાર! મારે તો પપ્પાથી છુપાવીને આવવું પડશે!
૧. અરે.... પપ્પાને બધ્ધું જ કહેવું પડે એવું થોડું છે?! કમ્મોન! નાની બેબલી છું તું? બહાનું બતાડી દેવાનું! બોલ, તને કેટલા વાગે પીક-અપ કરું?! એક મીસ કૉલ મારી દેજે.... ઝૂંઇ! (બાઈકનો અભિનય)
૨. અરે, પપ્પાને કહી દેવાનું કે વી આર મેગાસિટી યૂથ, આફટર ઓલ! એકટીવ ને એમ્બિશિયસ....
૪. એમ્બિશિયસ ખરા.... પણ છેવટે તો ‘ગુજ્જુ જ ને? જ્યાં જઈએ ત્યાં એપ્લાય- એપ્લાય.... નો રિપ્લાય!
૧. વ્હાય?... ઝૂંઇ .... વ્હાય?
૪. અમારું ઇંગ્લીસ તમારા જેવું નહિ ને અમારે તો બંને બાજુ પ્રોબ્લેમ! કાં તો પેલા અનામતિયા નોકરી લઈ જાય કાં તો એસ. આઈ.
૧. અનામતિયા... યૂ મીન બી.સી.? (૪ હા માં માથું ધુણાવે) ને એસ. આઇ. મીન્સ?
૨. આઈ નો! એસ. આઈ. મીન્સ 'સાઉથ ઇન્ડિયન્સ' ને?
૪. હા. એ જ! મારા બેટા, મદરાસીઓ એમના ઈંગ્લીસના જોરે ફાઇ જાય!
3. અરે એ બહારવાળાને તો વીણી વીણીને હાંકી કાઢવા જોઈએ!
૧. બહારના લોકો અહીં જોઈએ જ નહિ!
૨. એ લોકોએ આપણી ગુજરાતની ઇકોનોમી ખરાબ કરી નાખી છે.
3. એ લોકોએ ગુજરાતીઓની ને ગુજરાતની ઇમેજ ખરાબ કરી નાખી છે.
૪. ગુજરાતને બદનામ કરનારા એ લોકો ગુજરાત વિરોધી છે!
૧. વિકાસ વિરોધી છે!
૨. હા, હા, સરદાર સરોવરનો વિરોધ કોણે કર્યો?
બાકીનાં : બહારના લોકોએ! અંગ્રેજી છાપાએ! બહારનાં લોકો કાઢે ને વાંચે એ-અંગ્રેજી છાપાંઓ !
૨. વી વોન્ટ સરદાર સરોવર!
બાકીનાં : વી વોન્ટ સરદાર સરોવર! (૩)
3. ડેમની ઊંચાઈ વધવી જોઈએ.... વધવી જ જોઈએ!
૪. ડેમની ઊંચાઇ ગુજરાતની અસ્મિતા છે.
૧. ડેમની ઊંચાઇ વધારે તો વીજળી વધારે.
૨. વીજળી વધારે તો વિકાસ વધારે.
૩. મેગાસિટીને વીજળી જોઈએ.... વિકાસ જોઈએ.
૪. વીજળી જોઈએઃ કમ્પ્યુટર માટે, સીડી માટે, ડીવીડી ને હોમ થિયેટર માટે
૧. વીજળી જોઈએઃ ફેક્ટરીઝ માટે, ઉદ્યોગો માટે, કોર્પોરેટ સેકટર માટે
૨. વીજળી જોઈએ: મલ્ટીપ્લેક્સ ને મેગામોલ માટે
૩. મેગાસિટીનો મેગાવિકાસ
૪. મેગા ડેમથી મેગાવિકાસ
૧. વી વોન્ટ સરદાર સરોવર.
RM : મિર્ચી સુનનેવાલે... હમણાં જ અમારા સુનિતે સમાચાર આપ્યા છે કે એસ.જી. રોડ ઉપર બની રહેલા નવા મલ્ટીપ્લેક્સના બાંધકામ મજૂરો જ્યારે અગિયારમા માળનું ધાબું ભરી રહેલા ત્યારે માંચડો તૂટી પડવાથી સાત મજૂરોનું ત્યાં ને ત્યાં જ મૃત્યુ થયું છે. જાણવા મળ્યું છે કે આ મજૂરો નર્મદાકાંઠેથી વિસ્થાપિત થઈને આવેલા આદિવાસીઓ હતા!
૧. મેગાસિટીના મેગાવિકાસ માટે જોઈએ.... મેગા સ્ટડી, મેગા ડિગ્રી!
२. યેસ! મેં તો CAT ની એકઝામ આપી દીધી. અમેરિકા જવા માટે ફૂલ તૈયારી.
3. અને મેં તો ઑસ્ટ્રેલિયા ને કેનેડામાં ઍડવાન્સ સ્ટડી માટેનાં ફોર્મ પણ ભરી દીધાં ને વિઝા માટે એપ્લોય પણ કરી દીધું!
૧. એક સાથે? બબ્બે કન્ટ્રીમાં?
3. હાસ્તો. જ્યાં ચાન્સ લાગે ત્યાં! આમ પણ સ્ટડી પછી સેટલ થવાના ચાન્સ કેનેડા, ઑસ્ટ્રેલિયા ને ન્યુઝીલેન્ડમાં જ સૌથી વધારે છે ને!
૪. પણ તમારા જેવા એકટીવ ને એમ્બિશિયસ જુવાનોએ તો એકટીવ પોલિટીક્સમાં રહીને રાષ્ટ્રના નવનિર્માણમાં ફાળો આપવો જોઈએ!!
૧. છી, પોલિટીક્સ? ડર્ટી વર્ડ!
૨. યૂ નો! અમારા પેરેન્ટસ અમારી પાસે જુદી જ અપેક્ષા રાખે છે ને અમે પણ.... યૂ નો! કેરિયર ફસ્ટ! બીજું બધ્ધું પછી!
RM : મિર્ચી સુનનેવાલો! આજે અમારાં સોનલ ને મોનલ તમારા એરિયામાં આવીને તમારા ઇન્ટરવ્યૂ લઈ રહ્યાં છે... યુનિવર્સિટી ઈલેક્શન વિશે.. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ! અં..... યંગ મેન! તમે? પરિચય આપશો?
૧. હું નીરવ દેસાઈ. મણિનગરમાં રહું છું. સેકન્ડયર બી.કોમ. કરું છું. અને મક્કમપણે માનું છું કે કૉલેજમાં ઇલેકશન બંધ જ થવાં જોઈએ- વિદ્યાર્થીઓએ રાજકારણમાં પડવાની જરૂર જ નથી!
RM : પણ આપણા દેશના બધા જ નેતાઓએ પોતે વિદ્યાર્થી હતા ત્યારે જ રાજકીય કેરિયરની શરૂઆત કરેલી.... જેમકે પંડિત નેહરુ, રાજેન્દ્રબાબુ, ભગતસિંહ. વેલ... ઓ.કે યંગલેડી... યૂ?
२. હું મંદિરા ભટ્ટ... નો! બેદી નહીં.... ભટ્ટ-ભટ્ટ! સોરી! ના પોલિટીક્સ પ્લીઝ! અમે ગુજરાતી-અમદાવાદી-શાંતિપ્રિય યૂથ છીએ....
RM :પણ ગુજરાતમાંથી તો સરદાર પટેલ, ચીમનભાઈ પટેલ, અરે, આપણા મુખ્યમંત્રી પણ શરૂઆતમાં તો વિદ્યાર્થી નેતા હતા... તમે... યૂ. યંગ મેન?....
3. નો કોમેન્ટ્સ!
RM : Ok. Ok.... યુનિવર્સિટી ઇલેકશન વિશે તમારા S.M.S. મિર્ચી ઉપર મોકલો અને મેગાઇનામો જીતો! સુપર મલ્ટીપ્લેક્સમાં આ વીકની સુપર હિટ મુવીની બે ટિકિટ્સ... ડી. દામઝનું ગીફટ હેમ્પર... યોર ટાઈમ સ્ટાર્ટસ નાઉ!... મિર્ચી સુનને વાલે!
કોરસ-૧. (કમ્પ્યૂટરવોઈસમાં) “અમદાવાદમાં એક જ વાત! ઇલેક્શનને ના દો સાથ!”
RM : યે.... સ... સુપર smsને મળે છે સુપર ઇનામ! (ઉપલું સૂત્ર રિપીટ થાય)
RM : મોર... મોર.... મોર... મોર... મેગાસિટીમેં મચ ગયા શોર....
-અમદાવાદ મેગાથી મેગા સિટી અમદાવાદ
આ મોલ ને મોંઘવારીએ આપણા જેવા રોજ કમાઇને રોજ ખાનારાની પથારી ફેરવી દીધી હવે તો જીવવું જ કેમનું સમજાતું નથી.
મોંઘવારીના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા તેને પગલે ટામેટાં ૫૦રૂ., પરવળ ૮૦રૂ.. ફણસીના ભાવ ૧૦૦રૂ. કિલો.....
૧. ગ્રાન્ડ ભગવતીમાં આવો ને મક્કાઈના મહોત્સવ માણો! મક્કાઈની ખિચડી ને મક્કાઈનાં ભજિયાં! મક્કાઈનાં પત્તરવેલિયાં ને મકાઈનો હાંડવો! ડિલીશ્યસ!
૨. મક્કાઈના પુડલા ને મક્કાઈનાં મુઠિયાં.... અમેરિકન મકાઈનો મહા મહોત્સવ.
3. વાઉ.... અમેરિકન મક્કાઈ ને ગુજરાતી વાનગીઓ! વોટ અ ગ્રેટ ફ્યૂઝન! ધીઝ ઇઝ... રીયલ ગુજરાતી ફાસ્ટ-ફૂડ!
૧. આમ પણ અમેરિકા અને અમદાવાદ વચ્ચે ગ્રાન્ડ કનેક્શન છે.... છે ને?
૪. હા... હા... જુવો ને, અ-મ-દાવાદ અને અ-મે-રિકા! આ 'અ' અને 'મ' વચ્ચે જે આંતરસંબંધ છે તે શું સૂચવે છે? વિધિનો સંકેત!
૨. યેસ, અમેરિકાના આર્થિક વિકાસમાં આપણો- અમદાવાદીઓનો ફાળો કંઈ ઓછો નથી!
૪. અલ્યા, હું તો પેલા વિધિના સંકેતમાં ભાવીને ભાળું છું કે એક શુભ મુહૂર્તમાં, નક્કી બુશ સાહેબ ગુજરાતને અમેરિકાનું એક્કાવનમું સ્ટેટ બનવાનું આમંત્રણ આપી રહ્યા છે અને અમદાવાદ બની રહ્યું છે સ્ટેટકેપિટલ! અ-અમેરિકાનો અ, અ-અમદાવાદનો અ... અને અ.... એક્કાવનનો અ! જોયો... જોયો... વિધિનો સંકેત?!
૧. કર્ણાવતી કહો મુરબ્બી! કર્ણાવતી! જ્યાં સુધી આપણામાં સ્વાભિમાન જાગૃત નહિ થાય ત્યાં સુધી રાષ્ટ્રોદ્ધાર શક્ય જ નથી.... તોડ દો! ફોડ દો! કોકાકોલા છોડ દો! (કોરસ આ સૂત્ર રિપીટ કરતું, બાટલીઓ ફોડવાનો અભિનય)
૨. તોડ દો, ફોડ દો આવી દુકાનો તોડ દો! વેલેન્ટાઈન ડે છોડ દો! ન્યૂયર પાર્ટી છોડ દો! રોઝ ડે, બ્લેક ડે, પિંક ડે કો છોડ દો!
૧. નહિ ચાલે... નહિ ચાલે.... પશ્ચિમી ચાળા નહિ ચાલે! મેગાસિટી આપણી અસ્મિતા છે!
3. અસ્મિતા.... અસ્મિતા.... ગુજરાતની અસ્મિતા !
૪. અસ્મિતાની જાળવણી.... મેગાસિટીની જાળવણી! મેગાસિટીનાં જુવાનિયાં... એકટીવ ને
એમ્બિશિયસ!
૧. હા! અમે મેગાસિટી યૂથ છીએ. અમારું લોહી ઊકળી ઉઠે છે; જ્યારે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવે છે!
૨. જ્યારે કાર-બેલ્ટ ફરજિયાત કરવામાં આવે છે.
3. જ્યારે અમેરિકાના ન્યૂજર્સીમાં ગુજરાતી મહાસંમેલનની ઉજવણી માટે જનારા અનેક ગુજરાતી રાજનેતાઓ, સંસ્કારપુરુષો, કલાકારો, સાહિત્યકારો અને વિદ્વાનોને વિઝા આપવામાં નથી આવતો; ત્યારે પાંચે પાંચ કરોડ ગુજરાતીઓનું લોહી ઊકળી ઊઠે છે.
RM : મિર્ચી સુનનેવાલે! એક ખાસ સમાચાર.... અચાનક કલ શામકો, નેધરલેન્ડ કે શહર આમ્સ્ટર્ડમ્ મેં એક હવાઈજહાજ કો રોક કર ઉસમેં બૈઠે બારહ ભારતીય નાગરિકોં કી જાંચપડતાલ કી ગઈ! જાણવા મળ્યું છે કે આ ઉતારૂઓ ભારતીય મુસ્લિમો હતા.
૧. મેગાસિટીના યુવાનોનું લોહી ઊકળી ઊઠે છે જ્યારે આમિરખાન નર્મદા વિરોધીઓ જોડે જઈ બેસે છે!
૨. આમિરખાનની ફિલ્મ 'ફના' રિલીઝ ના થાય તે માટે તો અમે ફના પણ થઈ જઈએ છીએ!
૩. અસ્મિતાની જાળવણી માટે અમે ઉત્સવો ને મહોત્સવો ઊજવીએ છીએ!
૧. વા.... ઉ! વાયબ્રાન્ટ નવરાત્રિ મહોત્સવ આવી જ રહ્યો છે!
૨. યેસ! વાયબ્રાન્ટ ઉત્સવમાં રાસ-ગરબા-ડાયરા.... વેરાયટી શો!
૧. વાઉ! વાઉ વેરાયટી શો! મત માટે મણ-મણ- વેરાયટી શો.... વાયબ્રાન્ટ શો!
૧. સોએ સો ટકા સાચી વાત... આ જુઓને અમેરિકાથી આપણા એન. આર. આઇ. અને એન આરજી ઓપરેશન કરાવવા અમદાવાદ જ દોડી આવે છે ને?
૪. હાસ્તો, હવે તો માર્કેટ ટૂરિઝમનું પણ જબરજસ્ત આકર્ષણ છે ને? આપણા NRI અમદાવાદમાં આવશે. આ આપણી સાલ ને સ્ટર્લિંગ, સામવેદ ને એપોલો જેવી જબરજસ્ત હૉસ્પિટલો એમને જ માટે તલ તલ તડપી રહી છે ને!
૨. યેસ, આ NRI અમદાવાદમાં આવશે ને આ ભવ્ય હૉસ્પિટલોમાં બાયપાસ કરાવશે, મોતિયા ઉતરાવશે, આયુર્વેદિક ટ્રીટમેન્ટ પણ લેશે.... ટોટ્ટલ હર્બલ!
૧. અને.... સાજામાજા થઈને ગરબે ઘૂમશે, દાંડિયા રમશે. ડાયરામાં ઝૂમશે ને રિ-મિક્સોમાં રૂમઝૂમશે!
3. ગરબે રે.... ઘૂમવાને આવ્યા! (એ મુજબ અભિનય કરશે)
૧. આશાભર્યાં તે અમે આવિયાં ને મારે વ્હાલે રમાડ્યા રાસ રે.... (એ મુજબ અભિનય કરશે)
२. અરે! આ વખતે લો ગાર્ડનની બજારો જોજોને... NRG ને ન્યાલ કરી દેશે ને માલામાલ થઈ જશે! કાઠિયાવાડીઓ કમ્માલનું કમાઈ લેશે!
RM : સાબરમતીના કિનારે રહેતા ૧૦ હજારથી વધુ પરિવારો ઘરબારવિહોણા થઈ ગયા છે. માત્ર ઘરબાર જ નહિ, ધરનો સામાન જ નહિ પણ હાથલારીઓ, ગલ્લા, સિલાઈ મશીનો, રિક્ષાઓ.... જેવાં રોજીરોટીનાં સાધનો સાથે એમને ઘર છોડવું પડ્યું છે. આજકાલ એલિસબ્રિજ, નેહરૂબ્રિજ, ગાંધીબ્રીજ અને સરદારબ્રીજની ફૂટપાથો પર ખુલ્લામાં વસવાટ કરી રહેલાં શ્રમજીવીઓ મેલેરિયા, ઝાડાઉલ્ટી, ચિકનગુન્યા જેવા ભેદી અને ચેપી રોગોનો શિકાર બની રહ્યાં છે.
RM : હૉસ્પિટલોમાં જગ્યા નથી. નર્સિંગહોમ આગળ કતારો લાગી છે. દવાબજારમાં દવાઓના ભાવ આસમાને ચડ્યા છે!
કોરસ- ભૂલી જવાનું.... ગળી જવાનું... દર્દ ને તકલીફ ભૂલી જવાનું.... ગળી જવાનું! જેમ મોટી માછલી નાની માછલીને ને નાની વળી એનાથી નાનીને ગળે તેમ. ગળી જવાનું.... ભૂલી જવાનું!
૧. આપણે તો બસ, એટલીસ્ટ, આવતા વર્ષે રિવરફ્રન્ટ, રિવરફ્રન્ટ!
૪. અરે.... જોજોને- વરસ દહાડામાં જ ધમધમતો થઈ જશે રિવરફ્રન્ટ..... કાદવમાંથી..... કમળની જેમ!
२. રિવરફ્રન્ટ પર જોગીગરોડ.... જાણે.... જુવાનીનો જાદુ! (અભિનય)
3. રિવરફ્રન્ટ પર મલ્ટીપ્લેક્સ... જાણે મનોરંજનનો મહેરામણ! (અભિનય)
૪. રિવરફ્રન્ટ પર લાફિંગક્લબ.... સીનિયર સિટીઝનોનું સ્વર્ગ! (અભિનય)
૧. રિવરફ્રન્ટ પર બોટક્લબ... નૌકા હરીફાઈ... નૌકા હરીફાઈ (અભિનય)
२. રિવરફ્રન્ટ ૫ર સ્વીમીંગ ક્લબ.... તરણસ્પર્ધા.... તરણસ્પર્ધા (અભિનય)
ક- હાં.... આપ ખૂબ તૈરેંગે પર હમકો તો જલા દિયા ના?! પહલે લૂટા-ખસૌટા ફિર જલાયા- સુલગાયા, ફિર કાટા-મારા..... ઔર બાકી બચે.... સો ખદેડે ગયે. ક્યા યે મેગાસિટી હમારે વાસ્તે નહીં હૈ?!
ખ- અને અમે.... અમદાવાદના હાથ-પગ! ધૂળ-ધુમાડો ને લોઢાના ખાનારાં! પૂર્વ અમદાવાદનાં કામદારો-કારીગરો.... શું અમે પસીનાના ટીપે ટીપે ઉગાડેલું આ શહેર અમારે માટે નથી?
ગ. અને અમે.... આ જેવી છે તેવી, સાબરમતીના ભાઠામાં શાકભાજી-ફળ-મસાલા ઉગાડીને વેચી, પેટ ભરનારાં માંડ જીવતાં બચ્યાં છીએ, એમને માટે તમારા પેટનું પાણી હાલે છે કે નહિ? અમારો કંઈ વિચાર કર્યો?
કોરસ- ભૂલી જવાનું.... ગળી જવાનું... તકલીફ ને દર્દને ગળી જવાનું.... શ્રદ્ધાભક્તિના માર્ગે વળી જવાનું!
(કોરસ હવે વારાફરતી એકેકી ધાર્મિક શોભાયાત્રા કાઢશે- એક છેડેથી બીજે છેડે એક ધર્મનું સૂત્ર બોલાવે....છેડે પહોંચ્યા પછી બીજા ધર્મનું સૂત્ર બોલવતાં પાછાં વળે)
-જય રણછોડ.... માખણ ચોર.... જય રણછોડ.... મિયાં ચોર!
-મંદિરમાં કોણ છે.... રાજા રણછોડ છે.... મંદિરમાં કોણ છે.... ભાજપનું જોર છે!
-બોલ મારી અંબે.... જય જય અંબે.... બોલ મારી અંબે રાજ ચાલે ડંડે!
-રણજાના રાજા.... રાણી નેતલના ભરથાર.... પેલા મિંયાઓને માર... મારો હેલો....
-સ્વામીનારાયણ.... સ્વામીનારાયણ....
-પરમપિતા હે અમારા....
ગણપતિ બાપ્પા મોરિયા.... (ટોળામાં એક વ્યકિત અટકીને ઊભી થાય)
૧. હે.... મારા ઉપર sms આવ્યો! (મોબાઇલ તરફ પછી જોતો રહે)
મણીનગરનાં મંદિરોમાં ગણપતિ દૂધ પીએ છે. (એની જેમ જ બીજા પણ... કરે)
બાપુનગરમાં, પ્રેમચંદનગરમાં, ભીમજીપુરામાં, સાબરમતીમાં, રાણીપમાં....
રાયપુર, ખાડિયા, રાયખડમાં.....
ધના સુથારની પોળમાં, બઉચરાજીની પોળમાં, દેડકાની પોળમાં, રૂંઘનાથ બમની પોળમાં પણ.... (ગણગણાટ, પછી ઘોંઘાટ, પછી ગોકીરો) પાડાપોળમાં ને જિસકલાંજી પોળમાંયે....
૪. હેં..... ગણપતિએ મને સપનામાં આવ્યા અને કાનમાં કીધું કે.... (એક પછી બીજાને. બીજો ત્રીજાને. એમ છેક સુધી આ સંદેશો પહોંચાડતા હોય તેમ.... અને પછી તરત.... બધાંની મુદ્રા બદલાય જાણે કંઈક વેચવા નીકળ્યા હોય તેમ જુદી જુદી રીતે)
(વારાફરતી દરેક પાસે એક એક વાક્ય બોલવાય)
વેચવાનું છે.... વેચવાનું છે! મેગાસિટી વેચવાનું છે.
ખાસ NRI માટે.... ખાસમખાસ NRG માટે....
સ્પેશ્યલ આઈટમ- સ્પેશ્યલ ભાવે....
અમદાવાદ.... વાયબ્રન્ટ મેગાસિટી....
કર્ણાવતી કહો.... કર્ણાવતી....
વાયબ્રન્ટ વેપારધંધા
વાયબ્રન્ટ મનોરંજન
વાયબ્રન્ટ નાટકો
વાયબ્રન્ટ સાહિત્ય.... સ્પેશ્યલ એકસ્પોર્ટ ક્વોલીટી....
મેગાસિટી ફોર સેલ.... સેલ.... સુપરડુપર સેલ!
(બૂમબરાડા- વ્યર્થ ફાંફાં- એકસામટો ઘોંઘાટ)
RM : મિર્ચી સુનનેવાલે.... જરા ધ્યાન લગા લે.... ટેન્શન નઇ લેને કા... ક્યા?
ખાને કા, પીને કા, મસ્તી સે જીને કા, મિર્ચી મેં વિજ્ઞાપન દેને કા.... ક્યા?
મિર્ચી મેં એડ દો.... મેગાસિટી બેચ દો! નાચને કા, ગાને કા, દાંડિયારાસ ખેલને કા.... ટેન્શન નઈ લેને કા.... ક્યા? અરે! મૈં હું ના?!
(ત્યાં જ ટોળામાંથી-એકદમ, એક વ્યક્તિ, જાણે બધાનું ધ્યાન દોરતો હોય તેમ- બૂમ પાડીને)
૪. એ.... જુવો.... મેગામોલની દીવાલ ઉપર ગણપતિ! જોયા?
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> (બધા એ દિશામાં આંગળી કરી ઊભા)
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> (પછી મેગાસિટીની આરતી)
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ****સમાપ્તી***