આમંત્રિત/અમે સુખિયાં
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>
અમે સુખિયાં
સુખને લગાડ્યું નહીં છાતીએ
દુઃખને ભગાડ્યું નહીં દૂર,
હદની ભૂમિમાં અમે સાંભળ્યો
એક એવો અનહદનો સૂર -
એના રે સુખે અમે સુખિયાં.
કાંટાળી ઝાડીમાં ડગલું માંડતાં
ભાળ્યું ભાળ્યું આઘું આઘું ફૂલ,
આછી રે આછી ફોરમ ખીલતી
એના રંગે રંગે ખીલવું કબૂલ -
એના રે સુખે અમે સુખિયાં.
જીવતરનું સોણું, સોણું મોતનું
શ્વાસ કેરા મણકાની માંહ્ય,
જાગતલ જોયો રે એમાં ઝૂલતો
અને સુરતામાં સાધી એની બાંહ્ય -
એના રે સુખે અમે સુખિયાં.
અમે રે ઓ-રસિયો ઈ ઓળખ્યો
ઈ તો સુખડિયો મમ એક -
ઘસાઈ-ભુસાઈ એને બારણે
બની જાઉં શીળી શીળી મહેક -
એના રે સુખે અમે સુખિયાં.
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> — કવિ શ્રી મકરંદ દવે
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> (મકરંદભાઈ અને કુન્દનિકાબહેન ન્યૂયોર્ક શહેરમાં અમારે ત્યાં રહ્યાં હતાં ત્યારે ૧૩-૦૯-૧૯૯૯ના દિવસે કવિશ્રીએ અમારે માટે લખેલું ગીત)
છે દુઃખ, છે મૃત્યુ, વિરહદહન લાગે છે,
તોયે શાંતિ, તોયે આનંદ, તોયે અનંત જાગે છે.
તરંગ ભળી જાય, તરંગ ઊઠે,
કુસુમ ઝરી જાય, કુસુમ ઊગે,
નથી ક્ષય, નથી શેષ, નથી નથી દૈન્ય લેશ,
એ જ પૂર્ણતાનાં ચરણમાં સ્થાન માગે છે.
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> – રવીન્દ્રનાથ
દિવસ-રજની હું જાણે રહું છું કોની આશાએ આશાએ –
તેથી જ (આ) ચમકેલું મન, સચેત કાન, તરસતી વ્યાકુળ આંખે
ચંચળ થઈને ફર્યા કરું છું,
મનમાં સદાયે થાય કદાચ છેને એ મળી જાય.
એટલો પ્રેમ કરું છું, આટલું ઝંખું છું જેને,
મનમાં લાગતું નથી કે એ પાસે નથી –
જાણે આ તીવ્ર પ્રેમાવેશ જ બોલાવી લાવશે એને.
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> – રવીન્દ્રનાથ