બાળ કાવ્ય સંપદા/ચંદની

Revision as of 03:06, 14 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
ચંદની

લેખક : પિનાકીન ઠાકોર
(1916-1995)

રમવાને આજ ચલો,
ભેરુ મારી સંગ,
ચંદનીની કળીએ
ને ચંદનીને ફૂલે
આકાશી તારલિયે
વાદળીને ફૂલે,
રમવાને આજ ચલો
ભેરુ મારી સંગ
તરવાને આજ ચલો
સાગર-તરંગ-રમવાને૦

ભરતીનાં મોજાંએ
ડુંગરની ટોચે,
ઓટ કેરાં પાણીએ
પાતાળે પહોંચે,
દરિયામાં દૂર ચલો
ડૂબકી દે અંગ,
દેખવાને આજ ચલો
રતનોના રંગ-રમવાને૦

ઝૂલીશું વીજળીને
ઝડપી હિંડોળે,
ઇન્દર-ધનુષ્યને
રંગ રંગ ઝોલે.
ઘેરી અમાસના
તારલાની સાથે;
પૂનમની ચંદનીનાં
કિરણો સંગાથે,
ભમવાને આજ ચલો
ભેરુ મારી સંગ.
ઊડવાને આજ ચલો
આભને ઉછંગ -રમવાને૦