બાળ કાવ્ય સંપદા/નમતાં થઈએ

Revision as of 02:06, 25 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
નમતાં થઈએ

લેખક : સોલિડ મહેતા (મૂળ નામ : હરીશ મહેતા)
(1953)

પગલે પગલે નમતાં થઈએ
{{gap}]ઈશ્વરને પણ ગમતાં થઈએ

ભેદ બધાએ ભૂલી જઈને
{{gap}]સાથે બેસી જમતાં થઈએ

નીડરતાના ગુણ કેળવવા
{{gap}]જંગલ પ્હાડો ભમતાં થઈએ

સમય હવે બરબાદ કરો મા
{{gap}]ચાલો ભેરુ રમતાં થઈએ

સૂરજ ચાંદો રમતાં રમતાં
{{gap}]તડકો છાંયો ખમતાં થઈએ.