બાળ કાવ્ય સંપદા/મહેચ્છા

Revision as of 02:48, 24 February 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મહેચ્છા|લેખક : વિરંચિ ત્રિવેદી<br>(1947)}} {{Block center|<poem>મા, વ્હાલપનું ઝરણું મા, વ્હાલપનું ઝરણું તું ને એક તરસ્યું હરણું હું તારા વહાલથી ખીલેલું ફૂલડું નાજુક નમણું હું વાછરડું થઈ હું વી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
મહેચ્છા

લેખક : વિરંચિ ત્રિવેદી
(1947)

મા, વ્હાલપનું ઝરણું
મા, વ્હાલપનું ઝરણું તું
ને એક તરસ્યું હરણું હું
તારા વહાલથી ખીલેલું
ફૂલડું નાજુક નમણું હું
વાછરડું થઈ હું વીંટળાઉં
મારે માટે શરણું તું
તારી આંખોમાં જો તો
મુજ ભાવિનું શમણું હું
મોટો થઈને વાળીશ હું
તારું વળતર બમણું હું