મંગલમ્/વાદળ ગરજે

Revision as of 02:57, 1 February 2025 by Meghdhanu (talk | contribs)
વાદળ ગરજે

વાદળ ગરજે (૨)
વાદળ ગરજે ઘોર! (૨)
ઘેરાં ઘેરાં ઘન ઘેરિયાં ને
વાદળ ગરજે ઘોર (૨)
બપૈયા પિયુ પિયુ બોલ ને
મધુરા બોલે મોર
કે આણાં…મોકલને મોરા૦
શ્રાવણ વરસે સરવરે ને
નદીએ બહોળાં નીર,
આંસુડે ભીંજાય મારી કાંચળી ને
આવ્યા હો નણદલ વીર
કે આણાં…મોકલને મોરા૦
આસોનાં અજવાળિયાં ને
ગોરિયું ગરબા ગાય
વહેલો વળજે વિઠ્ઠલા, તારી
ગોરી ધાન ન ખાય
કે આણાં…મોકલને મોરા૦