અક્કડ ફક્કડ
અક્કડ અક્કડ થઈને ફક્કડ
જાતા રે નિશાળ…
રમ્મત ગમ્મત કરતાં અમે
નાનાં નાનાં બાળ;
લઈને પાટી પેન મજાની
જાતાં રે સૌ દોસ્ત તુફાની,
ઝટપટ ઝટપટ જમરૂખ તોડી
ખાતાં અમે બાળ…૨મ્મત ગમ્મત…
જાતાં જાતાં જોયાં ઊંચાં ઝાડ રે
કોઈને તે ખેતરિયે થઈ
કાંટા કેરી વાડ રે…રમ્મત ગમ્મત…
ઝમ ઝમ વહેતાં ઝરણાં જોયાં
હંસ સરોવર પાળ રે,
કલ કલ કરતાં ઊડે પંખી
છોડીને જમાત…૨મ્મત ગમ્મત…