કાવ્ય-આચમન શ્રેણી – અમૃત ઘાયલ/તો આપો
Revision as of 02:41, 19 November 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૬. તો આપો}} {{Block center|<poem> મેલું ઘેલું મકાન તો આપો! ધૂળ જેવું ય ધાન તો આપો; સાવ જૂઠું શું કામ બોલો છો, કોક સાચી જબાન તો આપો. થોડો ઝાઝો હિસાબ તો આપો! ખોટો સાચો જવાબ તો આપો! બાગમાં ભાગ છે અમ...")
૪૬. તો આપો
મેલું ઘેલું મકાન તો આપો!
ધૂળ જેવું ય ધાન તો આપો;
સાવ જૂઠું શું કામ બોલો છો,
કોક સાચી જબાન તો આપો.
થોડો ઝાઝો હિસાબ તો આપો!
ખોટો સાચો જવાબ તો આપો!
બાગમાં ભાગ છે અમારો પણ,
એક વાસી ગુલાબ તો આપો.
સુખના બે ચાર શ્વાસ તો આપો!
જિન્દગાનીનો ભાસ તો આપો!
મુક્ત વાતાવરણના સ્વામીઓ,
કૈં હવા કૈં ઉજાસ તો આપો!
મુક્તિનું એને સાજ તો આપો!
આદમીનો અવાજ તો આપો!
માઈના પૂત માનવીને પ્રથમ,
માનવીનો મિજાજ તો આપો!
ભૂજ, સપ્ટે. ૧૯૬૨ (આઠોં જામ ખુમારી, પૃ. ૫૮૧)
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૧૪-૫-૧૯૭૮(આઠોં જામ ખુમારી, પૃ. ૪૦૩)