વિશ્વપરિચય
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

સંપાદક: નગીનદાસ પારેખ

રવીન્દ્રનાથ વિજ્ઞાન વિશે પુસ્તક લખે તે વાત જ સામાન્ય વાચકને માનવી અઘરી લાગે તેવી છે. પરંતુ તેમની આત્મકથામાં તેમણે વિજ્ઞાન શિક્ષક સાથે કરેલા વિજ્ઞાનના પ્રયોગોની તેમ જ તેમના પિતા સાથે હિમાલયના પ્રવાસ દરમિયાન મળેલા ખગોળશાસ્ત્રના જ્ઞાનની વાત કરી છે. તે ઉપરથી ખ્યાલ આવે કે રવીન્દ્રનાથને વિજ્ઞાનમાં કેટલો રસ હતો. ૧૯૩૭માં લખાયેલા આ બંગાળી પુસ્તકમાં સાદી ભાષામાં વિજ્ઞાન સમજાવવાનો પ્રયત્ન થયો છે. પણ તેમાં અપાયેલી માહિતી સંપૂર્ણ અને અદ્યતન હતી. ઉદાહરણ તરીકે ૧૯૩૨માં શોધાયેલા પોઝીટ્રોન વિશે પણ રવીન્દ્રનાથ વાત કરે છે! નગીનદાસ પારેખે ૧૯૪૪માં કરેલા અનુવાદથી ગુજરાતીમાં ઉપલબ્ધ વિજ્ઞાનની પુસ્તક સમૃદ્ધિમાં ઉમેરો થયો હશે. આ પુસ્તકની પ્રસ્તાવના પોપટલાલ ગોવિંદલાલ શાહે લખી છે. — શૈલેશ પારેખ