અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેશ પંડ્યા/અરીસામાં દોરી લંબાય છે

Revision as of 09:41, 22 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અરીસામાં દોરી લંબાય છે|રાજેશ પંડ્યા}} <poem> આ દોરીનો ઓરડામાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અરીસામાં દોરી લંબાય છે

રાજેશ પંડ્યા

આ દોરીનો ઓરડામાં
લટકતી રહેવા દેવી જોઈએ.
પશ્ચિમનો પવન વાય છે
ત્યારે દોરી ફાંસીના ગાળિયાની
જેમ હાલે છે
ક્યારે
વચ્ચેથી અંધાર ટપક્યા કરે છે
કયારેક
એને ઝાલી તડકો હીંચકા ખાય છે
અા દીવાલથી પેલી દીવાલ સુધી
સામસામે
બારીઓ ખૂલી જાય છે ત્યારે
અરીસામાં
આરપાર
દોરીનો છેડો લંબાયા કરે છે.