હે અદીઠ!
હે અદીઠ!
તારાં દરશન કાજ દિશામાં કઈ માંડવી મીટ?
પડદા ચારે દિશ ઢળેલા
ઊઘડશે કઈ બાજુ પ્હેલા
રંગભૂમિ પર કઈ પ્રથમ તુજ બજશે નાન્દીગીત?—હે૦
કયા વેશમાં પ્રવેશ તારો
આ દૃગનો ઉત્સવ બનનારો!
કોની ગમ સૌ પ્હેલાં તારું સરકી ર્હેશે સ્મિત?—હે૦