મંગલમ્/શેરીએ આવે સાદ
શેરીએ આવે સાદ
卐
Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt69ae33189a9b34_55663336
શેરીએ આવે સાદ
卐
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ,
હાલને આંબાવાડિયે, હજી પોરની તાજી યાદ,
પાદડુંયે નહીં પેખીએ એવો
ઝૂલતો એનો મોર,
કોઈને મોટા મરવા અને
કોઈને છે અંકોર;
ડોલતી ડાળે ઘૂમીએ આપણ ગજવી ઘેરો નાદ,
કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ.
ઘરનું નાનું આંગણું
ગમે મોકળું મોટું વન,
કોઈનોયે રંજાડ નહિ ને,
ખેલવા મળે દન.
હાલિયે ભેરુ, કાયર જે કોઈ હોય તે રહે બાદ,
કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ.
— રાજેન્દ્ર શાહ