કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/વર્ષાની એક ક્ષણ
ગામેગામ ભીંજાઈ ગયાં છે,
નેવાં હજી ટપકે છે.
કોરાં રહી ગયેલાં દાદીમા પર.
આ બાજુનાં ખેતરોએ ડૂબકી મારી છે
સર્જાઈ રહેલા ક્ષણભંગુર સરોવરમાં.
ટેકરી પરના મંદિરની ધજાનું પ્રતિબિંબ
ઠરીઠામ થઈ શક્યું નથી,
ભાંગતી લહર પર પવન મલકાય છે.
સૂર્ય ડોકિયું કરે છે ત્યારે
છાયાઓ વૃક્ષો વચ્ચેના જળને
વધુ બિલોરી બનાવે છે.
શિશુની આંખ શો સમય
જલથલનું દર્પણ બને છે.
દાદીમા પગથિયે બેસી
કબૂતરના ઊડવાની રાહ જુએ છે.
ત્યાં એમનાં અંગૂઠા જેવું દેડકું
એમને ઓળખવા મથે છે.
કોણ છો? ક્યારનાં બેઠાં છો અહીં?
ઑક્ટોબર ૨૦૦૧
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> (પાદરનાં પંખી, ૩૦)