Homo Deus
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
Homo Deus: A Brief History of Tomorrow
હોમો ડ્યુસ : આવતીકાલનો સંક્ષિપ્ત ઇતિહાસ
Yuval Noah Harari
યુવલ નોઆ હરારી
સારાંશનો અનુવાદ: રાજ ગોસ્વામી
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
પુસ્તક વિશે:
2015માં પ્રકાશિત પુસ્તક ‘હોમો ડ્યુસ’ એ સમજાવે છે કે આપણે કેવી રીતે પૃથ્વી ગ્રહની પ્રબળ પ્રજાતિ બન્યા. પુસ્તક માનવજાતિના ભવિષ્યની પણ એક ઝાંખી કરાવે છે. તે આપણી વર્તમાન મનુષ્યવાદી અવસ્થા, વ્યક્તિગત પસંદગીની ધારણા અને આપણે કેવી રીતે વ્યક્તિને મહત્વ આપવાનું ચાલુ રાખ્યું છે તેની છણાવટ કરે છે. તેમાં એ પણ અનુમાન છે કેવી રીતે વિજ્ઞાન અને ટેકનોલોજી છેવટે માણસને કમ્પુટર અલ્ગોરિધમનો(ગાણિતીક નિયમોનો) ગુલામ બનાવશે.
આ પુસ્તક કોના માટે છે?
• જે લોકોને માનવજાતની પ્રગતિનો ઇતિહાસ સમજવો હોય તેમના માટે • ભવિષ્ય બાબતે વધુ સમજવા માંગતા હોય તેવા ટેકનોફિલે (ટેકનોલોજીના પ્રેમીઓ) માટે • આપત્તિનો સામનો કરવા માંગતા ટેકનોફોબે (ટેકનોલોજીથી ડરેલા) માટે
પૂર્વભૂમિકા:
આ પુસ્તકમાં મારા માટે શું છે? પહેલી વાત: એમાં એ જાણવા મળશે કે મનુષ્યો અનંતકાળ સુધી રાજ નથી કરવાના. હોમો સેપિયન્સમાં વિશિષ્ટ ક્ષમતા, ચેતના (consciousness) અને વિચારનો જન્મ થયો, તે સાથે પૃથ્વી પર માણસો અને માનવજાતિના શાસનનો આરંભ થયો હતો. સૃષ્ટિના સર્જન અને વિચારના કેન્દ્રમાં મનુષ્યને મૂકીને ધર્મ અને માનવતાવાદી તત્ત્વજ્ઞાને પણ આ શાસનનાં મૂળિયાં નાખવામાં તેનું યોગદાન આપ્યું હતું. સાચે જ, આજે વિજ્ઞાન અને ટેકનોલોજી, કમ્પ્યુટર અને આર્ટિફિશલ ઈન્ટેલિજન્સની વેગીલી પ્રગતિને જોતાં એવું લાગતું નથી કે કોઈ આપણને રોકી શકે, પરંતુ એવું તો નથીને કે જે ડાળ પર આપણે બેઠા છીએ તેને જ આપણે કાપી રહ્યા છીએ? એમાંથી જ મનુષ્યોની અને મનુષ્યની સર્વોપરિતાની ઉન્નતિ સમજમાં આવે છે. આપણે આગળ એ જોઈશું કે કેવી રીતે આપણે આ ગ્રહ પર વર્ચસ્વ જમાવી શક્યા અને કેમ આપણે એવું માનીએ છીએ કે સર્વે જીવોમાં આપણે વિશિષ્ટ છીએ. જો કે, આપણે એવું ભવિષ્યમાં પણ જોઈશું, જ્યાં આપણી શ્રેષ્ઠતાનો આ મુગટ કેવી રીતે જોખમમાં મુકવાનો છે અને કેવી આપણા પતનની શરૂઆત થવાની છે.