23,710
edits
No edit summary |
(+૧) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|V | {{Heading|V<br>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા|(સ્વાતંત્ર્યોત્તર યુગ)}} | ||
{{center|૧ | {{center|'''૧'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સ્વાતંત્ર્યોત્તર સમયમાં પાશ્ચાત્ય આધુનિકતાવાદી વિચારવલણો આપણે ત્યાં એક જોમવંતા આંદોલનના રૂપમાં સક્રિય બન્યાં—સુરેશ જોષી એના એક અગ્રણી પુરસ્કર્તા બની રહ્યા—અને એ સાથે આપણા સાહિત્યક્ષેત્રમાં—સર્જન તેમ વિવેચન બંનેય ક્ષેત્રમાં કેટલાંક ચોક્કસ મૂળગામી પરિવર્તનો આવ્યાં, એ બધી બાબતો આપણા સૌ સાહિત્યરસિકોને હવે સુપરિચિત બની ગઈ છે. એટલે એ આંદોલનનું સ્વરૂપ, તેનો ઉદ્ભવપ્રસાર, સર્જનાત્મક સાહિત્યના પ્રયોગો અને તેમાં જન્મેલાં નૂતન વલણો, અને તરુણ પેઢીના સર્જકોનું આગવી રીતનું અર્પણ વગેરે મુદ્દાઓની ચર્ચાઓનું આપણે અહીં પુનરાવર્તન નહિ કરીએ. માત્ર બદલાયેલી પરિસ્થિતિમાં વિવેચનમીમાંસાના ક્ષેત્રમાં કયા નવા મુદ્દાઓ ઉપસ્થિત થયા—વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે તેમજ વિવેચનના અભિગમ વિશે કયા નવા વિચારો જન્મ્યા અને વિકસ્યા અથવા સ્વીકારાયા અને પ્રતિષ્ઠિત થયા, વગેરે બાબતો પર જ સીધું લક્ષ્ય કેન્દ્રિત કરીશું. | સ્વાતંત્ર્યોત્તર સમયમાં પાશ્ચાત્ય આધુનિકતાવાદી વિચારવલણો આપણે ત્યાં એક જોમવંતા આંદોલનના રૂપમાં સક્રિય બન્યાં—સુરેશ જોષી એના એક અગ્રણી પુરસ્કર્તા બની રહ્યા—અને એ સાથે આપણા સાહિત્યક્ષેત્રમાં—સર્જન તેમ વિવેચન બંનેય ક્ષેત્રમાં કેટલાંક ચોક્કસ મૂળગામી પરિવર્તનો આવ્યાં, એ બધી બાબતો આપણા સૌ સાહિત્યરસિકોને હવે સુપરિચિત બની ગઈ છે. એટલે એ આંદોલનનું સ્વરૂપ, તેનો ઉદ્ભવપ્રસાર, સર્જનાત્મક સાહિત્યના પ્રયોગો અને તેમાં જન્મેલાં નૂતન વલણો, અને તરુણ પેઢીના સર્જકોનું આગવી રીતનું અર્પણ વગેરે મુદ્દાઓની ચર્ચાઓનું આપણે અહીં પુનરાવર્તન નહિ કરીએ. માત્ર બદલાયેલી પરિસ્થિતિમાં વિવેચનમીમાંસાના ક્ષેત્રમાં કયા નવા મુદ્દાઓ ઉપસ્થિત થયા—વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે તેમજ વિવેચનના અભિગમ વિશે કયા નવા વિચારો જન્મ્યા અને વિકસ્યા અથવા સ્વીકારાયા અને પ્રતિષ્ઠિત થયા, વગેરે બાબતો પર જ સીધું લક્ષ્ય કેન્દ્રિત કરીશું. | ||
| Line 102: | Line 102: | ||
‘માકર્સવાદી અભિગમ’ શીર્ષકના તેમના તાજેતરના લેખમાં માકર્સ અને એન્જલ્સના સાહિત્યવિચારની તાત્ત્વિક છણાવટ કરવામાં આવી છે. આપણે ત્યાં ત્રીસીના ગાળામાં પ્રગતિવાદનું એક સાધારણ આંદોલન થયું ત્યારે કેટલાક લેખકો ચિંતકોએ આ વિષયની કેટલીક આછીપાતળી ચર્ચાઓ કરેલી, એ વિચારધારાથી પ્રભાવિત કેટલુંક સાહિત્ય યે રચેલું; પણ ચોક્કસ કારણોસર એ આંદોલન નક્કર પરિણામો આણ્યા વિના જ લય પામ્યું હતું. ૫૫-૬૦ પછી આકારવાદ અને આકારવાદી સાહિત્યના બળવાન આંદોલનના ગાળામાં, સ્વાભાવિક રીતે જ, માર્ક્સવાદની ચર્ચા કરવાને અનુકૂળ આબોહવા નહોતી પણ હમણાં હમણાં આંતરવિદ્યાકીય અધ્યયનના આગ્રહમાંથી કે સંરચનાવાદ-સંકેતશાસ્ત્રના પ્રસારમાંથી કે બીજા કોઈ કારણે માકર્સવાદી અભિગમ સમજવાની આતુરતા જન્મી પડી છે. સુરેશ જોષીએ અહીં એ વિષયની વિશદ છણાવટ કરી છે. ખાસ તો માકર્સ અને એન્જલ્સની આગવી ભૂમિકા અહીં ધ્યાનપાત્ર રીતે રજૂ થઈ છે. | ‘માકર્સવાદી અભિગમ’ શીર્ષકના તેમના તાજેતરના લેખમાં માકર્સ અને એન્જલ્સના સાહિત્યવિચારની તાત્ત્વિક છણાવટ કરવામાં આવી છે. આપણે ત્યાં ત્રીસીના ગાળામાં પ્રગતિવાદનું એક સાધારણ આંદોલન થયું ત્યારે કેટલાક લેખકો ચિંતકોએ આ વિષયની કેટલીક આછીપાતળી ચર્ચાઓ કરેલી, એ વિચારધારાથી પ્રભાવિત કેટલુંક સાહિત્ય યે રચેલું; પણ ચોક્કસ કારણોસર એ આંદોલન નક્કર પરિણામો આણ્યા વિના જ લય પામ્યું હતું. ૫૫-૬૦ પછી આકારવાદ અને આકારવાદી સાહિત્યના બળવાન આંદોલનના ગાળામાં, સ્વાભાવિક રીતે જ, માર્ક્સવાદની ચર્ચા કરવાને અનુકૂળ આબોહવા નહોતી પણ હમણાં હમણાં આંતરવિદ્યાકીય અધ્યયનના આગ્રહમાંથી કે સંરચનાવાદ-સંકેતશાસ્ત્રના પ્રસારમાંથી કે બીજા કોઈ કારણે માકર્સવાદી અભિગમ સમજવાની આતુરતા જન્મી પડી છે. સુરેશ જોષીએ અહીં એ વિષયની વિશદ છણાવટ કરી છે. ખાસ તો માકર્સ અને એન્જલ્સની આગવી ભૂમિકા અહીં ધ્યાનપાત્ર રીતે રજૂ થઈ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|૨ | {{center|'''૨'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આપણા અત્યારના વિવેચનમાં ડૉ. હરિવલ્લભ ભાયાણીનું વિવેચનકાર્ય આગવું મૂલ્ય ધરાવે છે. ભાષાશાસ્ત્રના અધ્યયનક્ષેત્રમાંથી વિવેચનમાં તેમની ગતિ અને પ્રવૃત્તિ ખરેખર રસપ્રદ ઘટના બની રહે છે. સંસ્કૃત પ્રાકૃત અને અપભ્રંશ જેવી પ્રાચીન પ્રશિષ્ટ ભાષાઓ અને તેના સાહિત્યનો વિશાળ શાસ્ત્રીય સંશોધન–અધ્યયનનો વિશાળ અનુભવ, અને ભાષાશાસ્ત્ર વ્યાકરણ તર્કશાસ્ત્ર આદિની કઠોર શિસ્ત – એ બે વસ્તુ તેમની વિવેચનરીતિને આગવો મરોડ અર્પે છે. ચર્ચ્ય વિષયનું સ્વરૂપ, તેનું કાર્યક્ષેત્ર અને પ્રયોજન સ્પષ્ટ કરી આપવું, મુદ્દાની બની તેટલી સ્વચ્છ સુરેખ માંડણી કરવી, વ્યાખ્યા કરવી, કે તાર્કિક રજૂઆત કરવી, પોતાના વક્તવ્યના સમર્થનમાં જરૂરી દૃષ્ટાંતો આપવાં અને અંતમાં, બને તો, નિષ્કર્ષ તારવી આપવો – આવી જાતનો અભિગમ લઈને તેઓ વિવેચન ચિંતન કરવા પ્રવૃત્ત થયા જણાશે. સુરેશ જોષીની જેમ જ આધુનિક પાશ્ચાત્ય વિવેચનના અમુક ઇષ્ટ અંશો રજૂ કરવાનો તેમનો પણ સંનિષ્ઠ ખંતભર્યો પ્રયત્ન રહ્યો છે. પણ આ જાતની પ્રવૃત્તિમાં ઘણી વાર તેઓ સીમિત પ્રયોજન સ્વીકારીને ચાલ્યા છે. પશ્ચિમના વિવેચન કે સૌંદર્યમીમાંસાના આ કે તે પ્રશ્નને તેના ઐતિહાસિક સંદર્ભમાં મૂકીને તેની તાત્ત્વિક છણાવટ કરવી અને સાધકબાધક ચર્ચાઓ કરવી – એ દિશામાં તેમનું વલણ ઓછું છે. તેમનો ઉપક્રમ ઘણુંખરું તો એકાદ વિચાર કે વિભાવનાને એના મૂળ રૂપમાં, સ્વચ્છ સુરેખ રીતે, મૂકી આપવો એટલો જ છે. તેમની સમગ્ર વિવેચનપ્રવૃત્તિમાં નીચે પ્રમાણેની ગતિ જોઈ શકાશે. | આપણા અત્યારના વિવેચનમાં ડૉ. હરિવલ્લભ ભાયાણીનું વિવેચનકાર્ય આગવું મૂલ્ય ધરાવે છે. ભાષાશાસ્ત્રના અધ્યયનક્ષેત્રમાંથી વિવેચનમાં તેમની ગતિ અને પ્રવૃત્તિ ખરેખર રસપ્રદ ઘટના બની રહે છે. સંસ્કૃત પ્રાકૃત અને અપભ્રંશ જેવી પ્રાચીન પ્રશિષ્ટ ભાષાઓ અને તેના સાહિત્યનો વિશાળ શાસ્ત્રીય સંશોધન–અધ્યયનનો વિશાળ અનુભવ, અને ભાષાશાસ્ત્ર વ્યાકરણ તર્કશાસ્ત્ર આદિની કઠોર શિસ્ત – એ બે વસ્તુ તેમની વિવેચનરીતિને આગવો મરોડ અર્પે છે. ચર્ચ્ય વિષયનું સ્વરૂપ, તેનું કાર્યક્ષેત્ર અને પ્રયોજન સ્પષ્ટ કરી આપવું, મુદ્દાની બની તેટલી સ્વચ્છ સુરેખ માંડણી કરવી, વ્યાખ્યા કરવી, કે તાર્કિક રજૂઆત કરવી, પોતાના વક્તવ્યના સમર્થનમાં જરૂરી દૃષ્ટાંતો આપવાં અને અંતમાં, બને તો, નિષ્કર્ષ તારવી આપવો – આવી જાતનો અભિગમ લઈને તેઓ વિવેચન ચિંતન કરવા પ્રવૃત્ત થયા જણાશે. સુરેશ જોષીની જેમ જ આધુનિક પાશ્ચાત્ય વિવેચનના અમુક ઇષ્ટ અંશો રજૂ કરવાનો તેમનો પણ સંનિષ્ઠ ખંતભર્યો પ્રયત્ન રહ્યો છે. પણ આ જાતની પ્રવૃત્તિમાં ઘણી વાર તેઓ સીમિત પ્રયોજન સ્વીકારીને ચાલ્યા છે. પશ્ચિમના વિવેચન કે સૌંદર્યમીમાંસાના આ કે તે પ્રશ્નને તેના ઐતિહાસિક સંદર્ભમાં મૂકીને તેની તાત્ત્વિક છણાવટ કરવી અને સાધકબાધક ચર્ચાઓ કરવી – એ દિશામાં તેમનું વલણ ઓછું છે. તેમનો ઉપક્રમ ઘણુંખરું તો એકાદ વિચાર કે વિભાવનાને એના મૂળ રૂપમાં, સ્વચ્છ સુરેખ રીતે, મૂકી આપવો એટલો જ છે. તેમની સમગ્ર વિવેચનપ્રવૃત્તિમાં નીચે પ્રમાણેની ગતિ જોઈ શકાશે. | ||
| Line 181: | Line 181: | ||
‘પ્રાચીન ભક્તિકવિતાની આસ્વાદસમસ્યા’ – એ લેખમાં પ્રાચીન– મધ્યકાલીન સાહિત્યના ભાવનના પાયાના પ્રશ્નોની ઊંડી તપાસ અર્થે તેઓ અનુરોધ કરે છે. આજે આપણો ભાવક-વિવેચક આધુનિક સાહિત્યના અધ્યયન-પરિશીલનથી જે કળાદૃષ્ટિ અને રુચિ ખિલવી રહ્યો હોય તેના સંદર્ભે આ વિચારણીય પ્રશ્ન બને છે. ‘વસંતવિલાસ’ કે ભાલણના ‘કાદંબરી આખ્યાન’ જેવી રચનાઓ રસલક્ષી ધારામાં બેસે છે એટલે એની વાત જરા જુદી છે, પણ નરસિંહનાં પદો કે પ્રેમાનંદની ‘દશમ સ્કંધ’ જેવી કૃતિઓ જે મુખ્યત્વે ભક્તિભાવથી પ્રેરાયેલી છે તેમાં આધુનિક વિવેચનનો અભિગમ સ્વીકારી તેમાંના છંદ લય અલંકાર અને રચનાવિધાનની તપાસ કરી તેને આધારે તેની ગુણવત્તા નક્કી કરવી ઉચિત છે? આ સંતકવિઓએ મુખ્યત્વે ભક્તિભાવ જ ગાયો છે અને કાવ્યતત્ત્વ તેમને માટે માત્ર ‘સાધન’ અને તે ય ગૌણ રૂપે હોય, તો પછી કાવ્યવિવેચનનાં આધુનિક ઓજારોથી તપાસ કરતાં એ સંતોને આપણે અન્યાય નથી કરતા? એટલે વિવેચનમીમાંસાનો આ પણ એક મહત્ત્વનો પ્રશ્ન બને છે. | ‘પ્રાચીન ભક્તિકવિતાની આસ્વાદસમસ્યા’ – એ લેખમાં પ્રાચીન– મધ્યકાલીન સાહિત્યના ભાવનના પાયાના પ્રશ્નોની ઊંડી તપાસ અર્થે તેઓ અનુરોધ કરે છે. આજે આપણો ભાવક-વિવેચક આધુનિક સાહિત્યના અધ્યયન-પરિશીલનથી જે કળાદૃષ્ટિ અને રુચિ ખિલવી રહ્યો હોય તેના સંદર્ભે આ વિચારણીય પ્રશ્ન બને છે. ‘વસંતવિલાસ’ કે ભાલણના ‘કાદંબરી આખ્યાન’ જેવી રચનાઓ રસલક્ષી ધારામાં બેસે છે એટલે એની વાત જરા જુદી છે, પણ નરસિંહનાં પદો કે પ્રેમાનંદની ‘દશમ સ્કંધ’ જેવી કૃતિઓ જે મુખ્યત્વે ભક્તિભાવથી પ્રેરાયેલી છે તેમાં આધુનિક વિવેચનનો અભિગમ સ્વીકારી તેમાંના છંદ લય અલંકાર અને રચનાવિધાનની તપાસ કરી તેને આધારે તેની ગુણવત્તા નક્કી કરવી ઉચિત છે? આ સંતકવિઓએ મુખ્યત્વે ભક્તિભાવ જ ગાયો છે અને કાવ્યતત્ત્વ તેમને માટે માત્ર ‘સાધન’ અને તે ય ગૌણ રૂપે હોય, તો પછી કાવ્યવિવેચનનાં આધુનિક ઓજારોથી તપાસ કરતાં એ સંતોને આપણે અન્યાય નથી કરતા? એટલે વિવેચનમીમાંસાનો આ પણ એક મહત્ત્વનો પ્રશ્ન બને છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|૩ | {{center|'''૩'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સાક્ષરશ્રી ગોવર્ધનરામ વિશેના સંગીન સર્વગ્રાહી સંશોધનઅધ્યયન દ્વારા તેમજ આપણા જૂનાનવા સાહિત્યકારો વિશેનાં વિપુલ અધ્યયનો અવલોકનો દ્વારા ડૉ. રમણલાલ જોષીએ આપણા વિવેચનસાહિત્યમાં આગવી રીતે અર્પણ કર્યું છે. પ્રસંગોપાત્ત વિવેચનમીમાંસાના પ્રશ્નો તેમણે ય છેડ્યા છે. ૧૯૭૮માં કલ્યાણ (મુંબઈ) મુકામે મળેલા ગુજરાતી સાહિત્યના ૨૯મા અધિવેશનમાં વિવેચનવિભાગના પ્રમુખ તરીકે તેમણે જે વ્યાખ્યાન આપ્યું તેનો વિષય જ ‘વિવેચનની પ્રક્રિયા’ હતો. વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે તેમણે એમાં કેટલાક પાયાના મુદ્દાઓ છેડ્યા હતા. | સાક્ષરશ્રી ગોવર્ધનરામ વિશેના સંગીન સર્વગ્રાહી સંશોધનઅધ્યયન દ્વારા તેમજ આપણા જૂનાનવા સાહિત્યકારો વિશેનાં વિપુલ અધ્યયનો અવલોકનો દ્વારા ડૉ. રમણલાલ જોષીએ આપણા વિવેચનસાહિત્યમાં આગવી રીતે અર્પણ કર્યું છે. પ્રસંગોપાત્ત વિવેચનમીમાંસાના પ્રશ્નો તેમણે ય છેડ્યા છે. ૧૯૭૮માં કલ્યાણ (મુંબઈ) મુકામે મળેલા ગુજરાતી સાહિત્યના ૨૯મા અધિવેશનમાં વિવેચનવિભાગના પ્રમુખ તરીકે તેમણે જે વ્યાખ્યાન આપ્યું તેનો વિષય જ ‘વિવેચનની પ્રક્રિયા’ હતો. વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે તેમણે એમાં કેટલાક પાયાના મુદ્દાઓ છેડ્યા હતા. | ||
| Line 197: | Line 197: | ||
“વિવેચનની ઉપયોગિતા-લેખકને’, ‘સાહિત્યવિવેચન અને જીવન-મૂલ્યોનો સંબંધ’ વગેરે લેખોમાં તેમણે કેટલીક પ્રાસંગિક ચર્ચાઓ કરી છે. | “વિવેચનની ઉપયોગિતા-લેખકને’, ‘સાહિત્યવિવેચન અને જીવન-મૂલ્યોનો સંબંધ’ વગેરે લેખોમાં તેમણે કેટલીક પ્રાસંગિક ચર્ચાઓ કરી છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|૪ | {{center|'''૪'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નવી પેઢીના આપણા અગ્રણી વિવેચક જયંત કોઠારીએ આપણા વિવેચનના ક્ષેત્રમાં મૂલ્યવાન અર્પણ કર્યું છે. એમાં કૃતિલક્ષી તેમ સિદ્ધાંતવિચાર બંનેય પ્રકારનાં લખાણો પ્રાપ્ત થાય છે. ‘વિવેચનનું વિવેચન’ શીર્ષકના વિસ્તૃત તત્ત્વદર્શી અધ્યયનમાં આપણી બદલાતી કાવ્યભાવના અને તેના સ્વરૂપ વિચારના પ્રશ્નોનું સૂક્ષ્મ સમતોલ અને તટસ્થ દૃષ્ટિએ તેમણે અવલોકન-મૂલ્યાંકન રજૂ કર્યું છે. પણ અહીં આપણે એનો આટલો ઉલ્લેખ કરીને જ થંભીશું. વિવેચનમીમાંસાના પ્રશ્નો સાથે આપણી સીધી નિસ્બત રહી છે. એ દૃષ્ટિએ, ‘આધુનિક વિવેચનના અભિગમો’ શીર્ષકનો તેમનો લેખ અહીં ઘણો ઉલ્લેખનીય બની રહે છે. એમાં આપણી સમકાલીન કૃતિવિવેચનની પ્રવૃત્તિઓનું તેમણે ઘણું મર્મગ્રાહી અવલોકન રજૂ કર્યું છે. છેલ્લા બે અઢી દાયકામાં કૃતિલક્ષી વિવેચનની જે પરંપરા આપણે ત્યાં બંધાઈ તેની રીતિ અને તેમાં લાગુ પડાતાં ધોરણો/કસોટીઓ અને મૂલ્યબોધની આ સમતોલ અને તટસ્થ પરીક્ષા છે. કૃતિવિવેચનમાં નવાં ‘ઓજારો’ના વિનિયોગથી જે સૂક્ષ્મતર રમણીય તત્ત્વોની ઓળખ થઈ શકી, અને આસ્વાદ તીવ્ર બન્યો તેની પૂરી સહૃદયતાથી તેમણે નોંધ લીધી છે, પણ જે રીતે આ પ્રવૃત્તિ ચાલી રહી છે તેમાંનાં ભયસ્થાનો ય તેઓ સ્પષ્ટ જોઈ શક્યા છે. તેમણે અહીં ઊભા કરેલા મુદ્દાઓ આ પ્રમાણે છે : | નવી પેઢીના આપણા અગ્રણી વિવેચક જયંત કોઠારીએ આપણા વિવેચનના ક્ષેત્રમાં મૂલ્યવાન અર્પણ કર્યું છે. એમાં કૃતિલક્ષી તેમ સિદ્ધાંતવિચાર બંનેય પ્રકારનાં લખાણો પ્રાપ્ત થાય છે. ‘વિવેચનનું વિવેચન’ શીર્ષકના વિસ્તૃત તત્ત્વદર્શી અધ્યયનમાં આપણી બદલાતી કાવ્યભાવના અને તેના સ્વરૂપ વિચારના પ્રશ્નોનું સૂક્ષ્મ સમતોલ અને તટસ્થ દૃષ્ટિએ તેમણે અવલોકન-મૂલ્યાંકન રજૂ કર્યું છે. પણ અહીં આપણે એનો આટલો ઉલ્લેખ કરીને જ થંભીશું. વિવેચનમીમાંસાના પ્રશ્નો સાથે આપણી સીધી નિસ્બત રહી છે. એ દૃષ્ટિએ, ‘આધુનિક વિવેચનના અભિગમો’ શીર્ષકનો તેમનો લેખ અહીં ઘણો ઉલ્લેખનીય બની રહે છે. એમાં આપણી સમકાલીન કૃતિવિવેચનની પ્રવૃત્તિઓનું તેમણે ઘણું મર્મગ્રાહી અવલોકન રજૂ કર્યું છે. છેલ્લા બે અઢી દાયકામાં કૃતિલક્ષી વિવેચનની જે પરંપરા આપણે ત્યાં બંધાઈ તેની રીતિ અને તેમાં લાગુ પડાતાં ધોરણો/કસોટીઓ અને મૂલ્યબોધની આ સમતોલ અને તટસ્થ પરીક્ષા છે. કૃતિવિવેચનમાં નવાં ‘ઓજારો’ના વિનિયોગથી જે સૂક્ષ્મતર રમણીય તત્ત્વોની ઓળખ થઈ શકી, અને આસ્વાદ તીવ્ર બન્યો તેની પૂરી સહૃદયતાથી તેમણે નોંધ લીધી છે, પણ જે રીતે આ પ્રવૃત્તિ ચાલી રહી છે તેમાંનાં ભયસ્થાનો ય તેઓ સ્પષ્ટ જોઈ શક્યા છે. તેમણે અહીં ઊભા કરેલા મુદ્દાઓ આ પ્રમાણે છે : | ||
| Line 207: | Line 207: | ||
(૬) સાહિત્યની કેવળ સાહિત્ય તરીકેની ઉપાસના પર્યાપ્ત છે? યોગ્ય છે? – એવા પ્રશ્નોય ફરીથી વિચારી જોવાના રહે. સાહિત્યમાં અસ્તિત્વનો જે અંશ રજૂ થાય છે તેને હંમેશાં એક અલગ સ્વાયત્ત ઘટના રૂપે જ જોવાનો છે કે વિશાળ અસ્તિત્વના એક ભાગ રૂપે? તાત્પર્ય કે, કૃતિના રહસ્યબોધમાં આપણે સહજ જ બાહ્ય જીવનની સાથે ક્યાંક ગહન સ્તરે જોડાતા હોઈએ છીએ. એટલે કૃતિવિવેચનમાં એવા બાહ્ય સંદર્ભોનો વિચાર પણ ઉપકારક નીવડી શકે છે. | (૬) સાહિત્યની કેવળ સાહિત્ય તરીકેની ઉપાસના પર્યાપ્ત છે? યોગ્ય છે? – એવા પ્રશ્નોય ફરીથી વિચારી જોવાના રહે. સાહિત્યમાં અસ્તિત્વનો જે અંશ રજૂ થાય છે તેને હંમેશાં એક અલગ સ્વાયત્ત ઘટના રૂપે જ જોવાનો છે કે વિશાળ અસ્તિત્વના એક ભાગ રૂપે? તાત્પર્ય કે, કૃતિના રહસ્યબોધમાં આપણે સહજ જ બાહ્ય જીવનની સાથે ક્યાંક ગહન સ્તરે જોડાતા હોઈએ છીએ. એટલે કૃતિવિવેચનમાં એવા બાહ્ય સંદર્ભોનો વિચાર પણ ઉપકારક નીવડી શકે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|૫ | {{center|'''૫'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ડૉ. હર્ષદ ત્રિવેદી આપણા આગલી હરોળના એક તેજસ્વી અભ્યાસી છે. વિવેચનમીમાંસાને લગતાં થોડાંક ધ્યાનપાત્ર લખાણો આપણને તેમની પાસેથી મળ્યાં છે. એ પૈકી ‘વિવેચકનું કર્તવ્ય’, ‘વિવેચનનો ઐતિહાસિક અભિગમ’ ‘સાહિત્ય અને ભાષાવિજ્ઞાન’ જેવાં લખાણો ધ્યાનાર્હ છે | ડૉ. હર્ષદ ત્રિવેદી આપણા આગલી હરોળના એક તેજસ્વી અભ્યાસી છે. વિવેચનમીમાંસાને લગતાં થોડાંક ધ્યાનપાત્ર લખાણો આપણને તેમની પાસેથી મળ્યાં છે. એ પૈકી ‘વિવેચકનું કર્તવ્ય’, ‘વિવેચનનો ઐતિહાસિક અભિગમ’ ‘સાહિત્ય અને ભાષાવિજ્ઞાન’ જેવાં લખાણો ધ્યાનાર્હ છે | ||
| Line 217: | Line 217: | ||
૪. આધુનિક સમયમાં કૃતિના વિવેચન અર્થે – મૂલ્યાંકન અર્થે – જે જે ધોરણો આપણને ઉપલબ્ધ થયાં છે તે લઈને અગાઉના યુગોની કૃતિઓ પાસે જતાં તેને અન્યાય થાય એવી પૂરી સંભાવના છે. દરેક જમાનાને એનું આગવું સાહિત્યશાસ્ત્ર – આગવું રસશાસ્ત્ર – સંભવે છે. આપણી આજની કળામીમાંસા અત્યાર સુધીના વિચારવિકાસમાંથી સંભવી છે. એટલે આપણા સમયનાં વિવેચનનાં ધોરણો તેને લાગુ પાડવાં એ અયુક્ત જ લેખાય. | ૪. આધુનિક સમયમાં કૃતિના વિવેચન અર્થે – મૂલ્યાંકન અર્થે – જે જે ધોરણો આપણને ઉપલબ્ધ થયાં છે તે લઈને અગાઉના યુગોની કૃતિઓ પાસે જતાં તેને અન્યાય થાય એવી પૂરી સંભાવના છે. દરેક જમાનાને એનું આગવું સાહિત્યશાસ્ત્ર – આગવું રસશાસ્ત્ર – સંભવે છે. આપણી આજની કળામીમાંસા અત્યાર સુધીના વિચારવિકાસમાંથી સંભવી છે. એટલે આપણા સમયનાં વિવેચનનાં ધોરણો તેને લાગુ પાડવાં એ અયુક્ત જ લેખાય. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|૬ | {{center|'''૬'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નવી પેઢીના આપણા અગ્રણી અભ્યાસીઓમાં પ્રો. જશવંત શેખડીવાળાની વિવેચનપ્રવૃત્તિ વિવેચ્ય કૃતિ (કે કર્તા કે તાત્ત્વિક પ્રશ્ન) વિશેના તેમના સઘન વિગતસભર અભ્યાસ, વ્યવસ્થિત તર્કબદ્ધ નિરૂપણ અને સ્વતંત્ર નિર્ભીક મંતવ્યોને કારણે નિરાળી તરી આવે છે. ‘સાંપ્રતકાલીન ગુજરાતી વિવેચનમાંના નવપ્રવાહો’૧૫૨ શીર્ષકના લેખમાં આપણી સ્વાતંત્ર્યોત્તર વિવેચનપ્રવૃતિનું તેમણે સઘન અધ્યયન રજૂ કર્યું છે. આગલા યુગની આપણી વિવેચન પ્રવૃત્તિનાં વૃત્તિવલણો નોંધી વર્તમાન વિવેચનની બદલાતી ગતિવિધિઓનો તેમણે એમાં સુપેરે પરિચય આપ્યો છે. તેમણે સ્પર્શેલા બેત્રણ નવીન મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ ધ્યાનાર્હ છે. એક, સ્વાતંત્ર્યોત્તર સમયમાં સર્જનના તેમ વિવેચનના ક્ષેત્રે નવાં વિચારવલણો સાથેસાથ જન્મેલાં છે. દેખીતી રીતે જ એની પ્રેરણા પાશ્ચાત્ય સાહિત્યમાં રહી છે. આ નવા સાહિત્યને વિવેચવા-મૂલવવા અગાઉના માપદંડો હવે પર્યાપ્ત નથી. ખાસ કરીને અતિવાસ્તવવાદી, પ્રતીકાત્મક અને અસંગતરંગી (absurd) કૃતિઓના વિવેચન અર્થે સંસ્કૃતના ‘વિભાવ–અનુભાવ-સંચારી ભાવ’ કે ‘બ્રહ્માનંદસહોદર’ જેવાં રસશાસ્ત્રનાં ધોરણો અને તેની પરિભાષા હવે કેવળ અપર્યાપ્ત જ નહિ, અસંગત પણ બની રહે છે. બે, નવા વિવેચનમાં યોજાતી પરિભાષા આમ તો સંસ્કૃત શબ્દ કે સંજ્ઞારૂપ છે, પણ તેના આધુનિક પ્રયોગમાં પાશ્ચાત્ય અર્થ-સંકેતો કે વિભાવો તેણે પ્રગટ કર્યા છે. એ રીતે એના પ્રયોગોને પૂરતા લક્ષમાં લેવાના રહે છે. ત્રણ, નવા વિવેચનમાં ‘સૌંદર્ય’નો ખ્યાલ ઘણો વ્યાપક બન્યો છે. પરંપરાગત વિવેચને જેને કુત્સિત અશ્લીલ કદરૂપું કે ડરામણું ગણ્યું હોય તેવું તત્ત્વ પણ કવિકર્મના બળે રસની કોટિએ પહોંચી શકે છે. ચાર, આપણા તરુણ વિવેચકો અત્યારનાં સર્જનવિવેચન પરત્વે અમુક સમાન અભિગમ ધરાવે છે, એ ખરું, પણ તે બધા કોઈ એક જ સૌંદર્યસિદ્ધાંતવાદ કે વિવેચનશાખાના ‘સંગઠિત અનુયાયી’ નથી, તાત્પર્ય એ દરેકની તાત્ત્વિક ભૂમિકાની તપાસ કરતાં તેમાં ક્યાંક ભિન્નતા રહી હોવાનું જણાશે. આજે વિવેચક પાસે ઘણી મોટી સજ્જતાની અપેક્ષા છે એમ તેઓ કહે છે. વિવેચનશાસ્ત્ર, સૌંદર્યશાસ્ત્ર અને અન્ય લલિત કળાઓનો મર્મજ્ઞ અભ્યાસ પણ તેને હોવો જોઈએ. શ્રી શેખડીવાળાએ આકારલક્ષી વિવેચનપદ્ધતિ ઉપરાંત માનસશાસ્ત્રલક્ષી અને ભાષાલક્ષી અભિગમની ય નોંધ લીધી છે. | નવી પેઢીના આપણા અગ્રણી અભ્યાસીઓમાં પ્રો. જશવંત શેખડીવાળાની વિવેચનપ્રવૃત્તિ વિવેચ્ય કૃતિ (કે કર્તા કે તાત્ત્વિક પ્રશ્ન) વિશેના તેમના સઘન વિગતસભર અભ્યાસ, વ્યવસ્થિત તર્કબદ્ધ નિરૂપણ અને સ્વતંત્ર નિર્ભીક મંતવ્યોને કારણે નિરાળી તરી આવે છે. ‘સાંપ્રતકાલીન ગુજરાતી વિવેચનમાંના નવપ્રવાહો’૧૫૨ શીર્ષકના લેખમાં આપણી સ્વાતંત્ર્યોત્તર વિવેચનપ્રવૃતિનું તેમણે સઘન અધ્યયન રજૂ કર્યું છે. આગલા યુગની આપણી વિવેચન પ્રવૃત્તિનાં વૃત્તિવલણો નોંધી વર્તમાન વિવેચનની બદલાતી ગતિવિધિઓનો તેમણે એમાં સુપેરે પરિચય આપ્યો છે. તેમણે સ્પર્શેલા બેત્રણ નવીન મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ ધ્યાનાર્હ છે. એક, સ્વાતંત્ર્યોત્તર સમયમાં સર્જનના તેમ વિવેચનના ક્ષેત્રે નવાં વિચારવલણો સાથેસાથ જન્મેલાં છે. દેખીતી રીતે જ એની પ્રેરણા પાશ્ચાત્ય સાહિત્યમાં રહી છે. આ નવા સાહિત્યને વિવેચવા-મૂલવવા અગાઉના માપદંડો હવે પર્યાપ્ત નથી. ખાસ કરીને અતિવાસ્તવવાદી, પ્રતીકાત્મક અને અસંગતરંગી (absurd) કૃતિઓના વિવેચન અર્થે સંસ્કૃતના ‘વિભાવ–અનુભાવ-સંચારી ભાવ’ કે ‘બ્રહ્માનંદસહોદર’ જેવાં રસશાસ્ત્રનાં ધોરણો અને તેની પરિભાષા હવે કેવળ અપર્યાપ્ત જ નહિ, અસંગત પણ બની રહે છે. બે, નવા વિવેચનમાં યોજાતી પરિભાષા આમ તો સંસ્કૃત શબ્દ કે સંજ્ઞારૂપ છે, પણ તેના આધુનિક પ્રયોગમાં પાશ્ચાત્ય અર્થ-સંકેતો કે વિભાવો તેણે પ્રગટ કર્યા છે. એ રીતે એના પ્રયોગોને પૂરતા લક્ષમાં લેવાના રહે છે. ત્રણ, નવા વિવેચનમાં ‘સૌંદર્ય’નો ખ્યાલ ઘણો વ્યાપક બન્યો છે. પરંપરાગત વિવેચને જેને કુત્સિત અશ્લીલ કદરૂપું કે ડરામણું ગણ્યું હોય તેવું તત્ત્વ પણ કવિકર્મના બળે રસની કોટિએ પહોંચી શકે છે. ચાર, આપણા તરુણ વિવેચકો અત્યારનાં સર્જનવિવેચન પરત્વે અમુક સમાન અભિગમ ધરાવે છે, એ ખરું, પણ તે બધા કોઈ એક જ સૌંદર્યસિદ્ધાંતવાદ કે વિવેચનશાખાના ‘સંગઠિત અનુયાયી’ નથી, તાત્પર્ય એ દરેકની તાત્ત્વિક ભૂમિકાની તપાસ કરતાં તેમાં ક્યાંક ભિન્નતા રહી હોવાનું જણાશે. આજે વિવેચક પાસે ઘણી મોટી સજ્જતાની અપેક્ષા છે એમ તેઓ કહે છે. વિવેચનશાસ્ત્ર, સૌંદર્યશાસ્ત્ર અને અન્ય લલિત કળાઓનો મર્મજ્ઞ અભ્યાસ પણ તેને હોવો જોઈએ. શ્રી શેખડીવાળાએ આકારલક્ષી વિવેચનપદ્ધતિ ઉપરાંત માનસશાસ્ત્રલક્ષી અને ભાષાલક્ષી અભિગમની ય નોંધ લીધી છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|૭ | {{center|'''૭'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નવી પેઢીના અભ્યાસીઓમાં રસિક શાહનું નિજી સ્થાન છે. સુરેશ જોષીની જેમ આધુનિકતાવાદી સાહિત્ય અને વિવેચનમાં તેમની વિશેષ રુચિ રહી છે અને તત્ત્વજ્ઞાન જેવા વિષયમાં તેમની ઊંડી ગતિ રહી છે. ચિંતન વિવેચનના ક્ષેત્રમાં તેમણે જો કે ઝાઝું લખ્યું નથી, પણ જે કોઈ મુદ્દા પર તેમણે લખ્યું તેમાં પાયાના તાત્ત્વિક પ્રશ્નો ઊભા કરવાનું અને એ રીતે બૌદ્ધિક ઊહાપોહ જારી રાખવાનું તેમનું સ્પષ્ટ વલણ દેખાઈ આવે છે. ‘વિવેચન આધુનિક અભિગમ અને આપણાં ગૃહીતો’માં૧૫૩ આપણા વર્તમાન વિવેચનની ગતિવિધિઓને અનુલક્ષીને તેમણે આ રીતે કેટલાક તાત્ત્વિક મુદ્દાઓ ઊભા કર્યા છે. વિવેચન વિષયક અભિગમ પરત્વે મૂળથી ફેરતપાસ કરવાને એમાં તેમણે અનુરોધ કર્યો છે. તેમની ચર્ચાવિચારણાના મહત્ત્વના મુદ્દાઓ આ પ્રમાણે છે. | નવી પેઢીના અભ્યાસીઓમાં રસિક શાહનું નિજી સ્થાન છે. સુરેશ જોષીની જેમ આધુનિકતાવાદી સાહિત્ય અને વિવેચનમાં તેમની વિશેષ રુચિ રહી છે અને તત્ત્વજ્ઞાન જેવા વિષયમાં તેમની ઊંડી ગતિ રહી છે. ચિંતન વિવેચનના ક્ષેત્રમાં તેમણે જો કે ઝાઝું લખ્યું નથી, પણ જે કોઈ મુદ્દા પર તેમણે લખ્યું તેમાં પાયાના તાત્ત્વિક પ્રશ્નો ઊભા કરવાનું અને એ રીતે બૌદ્ધિક ઊહાપોહ જારી રાખવાનું તેમનું સ્પષ્ટ વલણ દેખાઈ આવે છે. ‘વિવેચન આધુનિક અભિગમ અને આપણાં ગૃહીતો’માં૧૫૩ આપણા વર્તમાન વિવેચનની ગતિવિધિઓને અનુલક્ષીને તેમણે આ રીતે કેટલાક તાત્ત્વિક મુદ્દાઓ ઊભા કર્યા છે. વિવેચન વિષયક અભિગમ પરત્વે મૂળથી ફેરતપાસ કરવાને એમાં તેમણે અનુરોધ કર્યો છે. તેમની ચર્ચાવિચારણાના મહત્ત્વના મુદ્દાઓ આ પ્રમાણે છે. | ||
| Line 236: | Line 236: | ||
રસિક શાહની આ વિચારણા ઘણી ધ્યાનાર્હ છે. સાહિત્યના સિદ્ધાંતવિચાર કે કૃતિવિવેચનમાં પ્રવૃત્ત થતો વિવેચક સ્પષ્ટઅસ્પષ્ટ રૂપમાં અમુક ગૃહીતો સ્વીકારીને ચાલતો હોય છે. પોતે એ વિશે હંમેશાં સભાન હોય જ એવું નથી, પણ વિવેચનમાં ચોકસાઈ આવે, તર્કબદ્ધતા અને આંતરસંગતિ સાધી શકાય, તે માટે એવાં ગૃહીતોની ખોજ કરવી જોઈએ, એટલું જ નહિ, પોતે સ્વીકારેલાં આવાં વિભિન્ન ગૃહીતો વચ્ચે મેળ છે કે કેમ તે ય તપાસી જોવાનું રહે છે. તેમણે એક વાત એ કહી કે વિવેચક પાસે કૃતિને જોવાનું એક દૃષ્ટિબિંદુ હોવું જોઈએ. આવા કોઈ દૃષ્ટિબિંદુ વિના કૃતિની સંકુલ સૃષ્ટિને અવગત કરવાનું મુશ્કેલ છે. ત્રીજો મુદ્દો એ કહ્યો કે કૃતિ પાસે આપણે વિભાવનાઓનું અમુક માળખું લઈને જઈએ છીએ, અને એ વિભાવનાઓના પ્રકાશમાં જ આપણે કૃતિની સંકુલતાનું આકલન કરી શકીએ છીએ એ રીતે તો વિભાવનાઓના માળખામાં રહીને જ આપણે કૃતિનાં કલાતત્ત્વોને ઓળખી શકીએ અને વિભાવનાઓ બતાવે તેટલું જ આપણે જોઈ શકીએ અને ઘટાવી શકીએ. રસાસ્વાદમાં, અલબત્ત, જે perceptions પામ્યા હોઈએ તે અને કૃતિનાં એ perceptions પછીના conception વચ્ચે અંતર રહી જ જાય છે. | રસિક શાહની આ વિચારણા ઘણી ધ્યાનાર્હ છે. સાહિત્યના સિદ્ધાંતવિચાર કે કૃતિવિવેચનમાં પ્રવૃત્ત થતો વિવેચક સ્પષ્ટઅસ્પષ્ટ રૂપમાં અમુક ગૃહીતો સ્વીકારીને ચાલતો હોય છે. પોતે એ વિશે હંમેશાં સભાન હોય જ એવું નથી, પણ વિવેચનમાં ચોકસાઈ આવે, તર્કબદ્ધતા અને આંતરસંગતિ સાધી શકાય, તે માટે એવાં ગૃહીતોની ખોજ કરવી જોઈએ, એટલું જ નહિ, પોતે સ્વીકારેલાં આવાં વિભિન્ન ગૃહીતો વચ્ચે મેળ છે કે કેમ તે ય તપાસી જોવાનું રહે છે. તેમણે એક વાત એ કહી કે વિવેચક પાસે કૃતિને જોવાનું એક દૃષ્ટિબિંદુ હોવું જોઈએ. આવા કોઈ દૃષ્ટિબિંદુ વિના કૃતિની સંકુલ સૃષ્ટિને અવગત કરવાનું મુશ્કેલ છે. ત્રીજો મુદ્દો એ કહ્યો કે કૃતિ પાસે આપણે વિભાવનાઓનું અમુક માળખું લઈને જઈએ છીએ, અને એ વિભાવનાઓના પ્રકાશમાં જ આપણે કૃતિની સંકુલતાનું આકલન કરી શકીએ છીએ એ રીતે તો વિભાવનાઓના માળખામાં રહીને જ આપણે કૃતિનાં કલાતત્ત્વોને ઓળખી શકીએ અને વિભાવનાઓ બતાવે તેટલું જ આપણે જોઈ શકીએ અને ઘટાવી શકીએ. રસાસ્વાદમાં, અલબત્ત, જે perceptions પામ્યા હોઈએ તે અને કૃતિનાં એ perceptions પછીના conception વચ્ચે અંતર રહી જ જાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|૮ | {{center|'''૮'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તત્ત્વજ્ઞાન ભાષાવિચાર અને સાહિત્યમીમાંસા સાથે કામ પાડવાનો એક સમર્થ ઉપક્રમ ડૉ. મધુસૂદન બક્ષીએ ‘ભાષાલક્ષી તત્ત્વજ્ઞાન અને સાહિત્યવિવેચન’૧૫૬ શીર્ષકના લેખમાં સ્વીકાર્યો છે. ભાષાના તત્ત્વજ્ઞાનને સાહિત્યના અર્થબોધ સાથે સાંકળવાનો આ જાતનો પ્રયત્ન અગાઉ ભાગ્યે જ થયો હશે. આધુનિક સમયમાં શબ્દાર્થવિજ્ઞાન (semantics) જે રીતે અર્થતત્ત્વ વિશે તાત્ત્વિક વિચારણા વિકસાવવા મથી રહ્યું છે તેની સાથે ડૉ. બક્ષીએ અહીં અનુસંધાન કેળવ્યું છે. વિવેચન અર્થે linguistic અને epistemological categories સ્પષ્ટ કરવાનો તેમનો આ પ્રયત્ન ઘણો ધ્યાનપાત્ર છે. ભાષાલક્ષી તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં અત્યારે ‘તાર્કિક અનુભવવાદ’ અને ‘સામાન્ય-ભાષાનું તત્ત્વજ્ઞાન’ એવા બે ‘સંપ્રદાયો’ ચાલે છે તેનો નિર્દેશ કરી બંને, ભાષા પ્રત્યે કેવો ભિન્ન અભિગમ લે છે તે તેમણે બતાવ્યું છે. બંનેની પ્રેરણા, અલબત્ત, વિટ્ગેન્સ્ટાઈનમાં બતાવી શકાય એમ તેઓ કહે છે. વિવેચનની ભૂમિકા રચવા વિટ્ગેન્સ્ટાઈનના આ વિશેના ખ્યાલો તેમણે સ્પષ્ટ કર્યા છે. વિવેચનની પરિભાષા માટે વિટ્ગેન્સ્ટાઈનને language gamesનો ખ્યાલ રસપ્રદ નીવડી શકે એવી તેમની માન્યતા છે. સાહિત્યકૃતિના અર્થબોધ વિશેની આ ચર્ચા આપણી વિવેચનમીમાંસાને એક નવું જ પરિમાણ અર્પે છે. વિવેચનનો એક સૌથી વધુ વિવાદાસ્પદ પ્રશ્ન તે તેના અર્થબોધનો છે, સર્જનસાહિત્યનાં તેમ વિવેચનનાં વિધાનોની પણ તાર્કિક તપાસનો છે. ડૉ. બક્ષીએ અહીં એ રીતે વિવેચનમીમાંસાના વિકાસની નવી દિશામાં સંકેત કર્યો છે. | તત્ત્વજ્ઞાન ભાષાવિચાર અને સાહિત્યમીમાંસા સાથે કામ પાડવાનો એક સમર્થ ઉપક્રમ ડૉ. મધુસૂદન બક્ષીએ ‘ભાષાલક્ષી તત્ત્વજ્ઞાન અને સાહિત્યવિવેચન’૧૫૬ શીર્ષકના લેખમાં સ્વીકાર્યો છે. ભાષાના તત્ત્વજ્ઞાનને સાહિત્યના અર્થબોધ સાથે સાંકળવાનો આ જાતનો પ્રયત્ન અગાઉ ભાગ્યે જ થયો હશે. આધુનિક સમયમાં શબ્દાર્થવિજ્ઞાન (semantics) જે રીતે અર્થતત્ત્વ વિશે તાત્ત્વિક વિચારણા વિકસાવવા મથી રહ્યું છે તેની સાથે ડૉ. બક્ષીએ અહીં અનુસંધાન કેળવ્યું છે. વિવેચન અર્થે linguistic અને epistemological categories સ્પષ્ટ કરવાનો તેમનો આ પ્રયત્ન ઘણો ધ્યાનપાત્ર છે. ભાષાલક્ષી તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં અત્યારે ‘તાર્કિક અનુભવવાદ’ અને ‘સામાન્ય-ભાષાનું તત્ત્વજ્ઞાન’ એવા બે ‘સંપ્રદાયો’ ચાલે છે તેનો નિર્દેશ કરી બંને, ભાષા પ્રત્યે કેવો ભિન્ન અભિગમ લે છે તે તેમણે બતાવ્યું છે. બંનેની પ્રેરણા, અલબત્ત, વિટ્ગેન્સ્ટાઈનમાં બતાવી શકાય એમ તેઓ કહે છે. વિવેચનની ભૂમિકા રચવા વિટ્ગેન્સ્ટાઈનના આ વિશેના ખ્યાલો તેમણે સ્પષ્ટ કર્યા છે. વિવેચનની પરિભાષા માટે વિટ્ગેન્સ્ટાઈનને language gamesનો ખ્યાલ રસપ્રદ નીવડી શકે એવી તેમની માન્યતા છે. સાહિત્યકૃતિના અર્થબોધ વિશેની આ ચર્ચા આપણી વિવેચનમીમાંસાને એક નવું જ પરિમાણ અર્પે છે. વિવેચનનો એક સૌથી વધુ વિવાદાસ્પદ પ્રશ્ન તે તેના અર્થબોધનો છે, સર્જનસાહિત્યનાં તેમ વિવેચનનાં વિધાનોની પણ તાર્કિક તપાસનો છે. ડૉ. બક્ષીએ અહીં એ રીતે વિવેચનમીમાંસાના વિકાસની નવી દિશામાં સંકેત કર્યો છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|૯ | {{center|'''૯'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આપણા નવી પેઢીના અભ્યાસીઓમાં ડૉ. શિરીષ પંચાલનું વિવેચનકાર્ય હવે આપણા વિવેચનમાં મહત્ત્વપૂર્ણ પ્રદાન બની રહે છે. તેમની દૃષ્ટિરુચિ પણ વિશેષતઃ પાશ્ચાત્ય આધુનિક સાહિત્ય અને તજ્જન્ય વિવેચનવિચારના અધ્યયન-પરિશીલનથી સંસ્કારાયેલી છે. વિવેચનના તાત્ત્વિક પ્રશ્નો વિશે તેમણે કેટલાંક અધ્યયનપૂત લખાણો પ્રગટ કર્યાં છે. | આપણા નવી પેઢીના અભ્યાસીઓમાં ડૉ. શિરીષ પંચાલનું વિવેચનકાર્ય હવે આપણા વિવેચનમાં મહત્ત્વપૂર્ણ પ્રદાન બની રહે છે. તેમની દૃષ્ટિરુચિ પણ વિશેષતઃ પાશ્ચાત્ય આધુનિક સાહિત્ય અને તજ્જન્ય વિવેચનવિચારના અધ્યયન-પરિશીલનથી સંસ્કારાયેલી છે. વિવેચનના તાત્ત્વિક પ્રશ્નો વિશે તેમણે કેટલાંક અધ્યયનપૂત લખાણો પ્રગટ કર્યાં છે. | ||
| Line 256: | Line 256: | ||
‘કવિતાનો આસ્વાદ અને ગુજરાતી વિવેચન’ લેખમાં સુરેશ જોષીથી આરંભાયેલી આપણી આસ્વાદ પ્રવૃત્તિનું – મુખ્યત્વે મનસુખલાલ ઝવેરી, યશવંત ત્રિવેદી, હરીન્દ્ર દવે, ઉશનસ્ અને જયંત પાઠકના ગ્રંથસ્થ આસ્વાદોનું – સમીક્ષાત્મક અવલોકન તેમણે રજૂ કર્યું છે, અને આસ્વાદને નામે આ પ્રવૃત્તિમાં જે જાતના દોષો પ્રવેશી ગયા છે તેના તરફ સ્પષ્ટ અંગુલનિર્દેશ કર્યો છે. | ‘કવિતાનો આસ્વાદ અને ગુજરાતી વિવેચન’ લેખમાં સુરેશ જોષીથી આરંભાયેલી આપણી આસ્વાદ પ્રવૃત્તિનું – મુખ્યત્વે મનસુખલાલ ઝવેરી, યશવંત ત્રિવેદી, હરીન્દ્ર દવે, ઉશનસ્ અને જયંત પાઠકના ગ્રંથસ્થ આસ્વાદોનું – સમીક્ષાત્મક અવલોકન તેમણે રજૂ કર્યું છે, અને આસ્વાદને નામે આ પ્રવૃત્તિમાં જે જાતના દોષો પ્રવેશી ગયા છે તેના તરફ સ્પષ્ટ અંગુલનિર્દેશ કર્યો છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|૧૦ | {{center|'''૧૦'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નવી પેઢીના આપણા તેજસ્વી અભ્યાસીઓમાં ડૉ. ચન્દ્રકાન્ત ટોપીવાળાએ પોતાની કારકિર્દીના આરંભથી જ આગવી કેડીએ ચાલવાનું પસંદ કર્યું છે. સાહિત્યકૃતિઓના અધ્યયનવિવેચનમાં ભાષાલક્ષી ઝોક તેમના છેક આરંભનાં વિવેચનોથી જોવા મળશે. તેમના પ્રથમ વિવેચનગ્રંથ ‘અપરિચિત અ અપરિચિત બ’માં રજૂ થતા કાવ્યવિચારમાં તેમ તેમાં સંગ્રહિત કૃતિવિવેચનોમાં તેમની નજર કાવ્યભાષા પર રહી છે. ‘મધ્યમાલા’ના લેખોમાં સંત કવિઓની રચનાઓ વિશે પરિચય આપતાં તેઓ તેમાં ભાષાદૃષ્ટિએ તપાસ કરવા પ્રેરાયા છે. તાજેતરમાં પ્રગટ થયેલા ગ્રંથ ‘પ્રતિ-ભાષાનું કવચ’માં સિદ્ધાંતવિચારનાં તેમ કૃતિવિષયક તેમણે જે જે અધ્યયનો/વિવેચનો રજૂ કર્યાં છે તેમાં તેમના ભાષાલક્ષી અભિગમની ભૂમિકા સમજવાને પૂરતી ચર્ચાઓ મળે છે. કાવ્યની સિદ્ધાંતચર્ચામાં જો કે અનેક સંદર્ભે વિચારણીય મુદ્દાઓ પણ પડ્યા છે. પણ અહીં તેના અવલોકન અર્થે અવકાશ નથી. એટલે, એટલું જ નોંધીશું કે ભાષાલક્ષી અધ્યયન/વિવેચનની ક્ષમતા અને સીમા સમજવાને આ ગ્રંથનાં લખાણો ઠીકઠીક દ્યોતક નીવડી શકે છે. | નવી પેઢીના આપણા તેજસ્વી અભ્યાસીઓમાં ડૉ. ચન્દ્રકાન્ત ટોપીવાળાએ પોતાની કારકિર્દીના આરંભથી જ આગવી કેડીએ ચાલવાનું પસંદ કર્યું છે. સાહિત્યકૃતિઓના અધ્યયનવિવેચનમાં ભાષાલક્ષી ઝોક તેમના છેક આરંભનાં વિવેચનોથી જોવા મળશે. તેમના પ્રથમ વિવેચનગ્રંથ ‘અપરિચિત અ અપરિચિત બ’માં રજૂ થતા કાવ્યવિચારમાં તેમ તેમાં સંગ્રહિત કૃતિવિવેચનોમાં તેમની નજર કાવ્યભાષા પર રહી છે. ‘મધ્યમાલા’ના લેખોમાં સંત કવિઓની રચનાઓ વિશે પરિચય આપતાં તેઓ તેમાં ભાષાદૃષ્ટિએ તપાસ કરવા પ્રેરાયા છે. તાજેતરમાં પ્રગટ થયેલા ગ્રંથ ‘પ્રતિ-ભાષાનું કવચ’માં સિદ્ધાંતવિચારનાં તેમ કૃતિવિષયક તેમણે જે જે અધ્યયનો/વિવેચનો રજૂ કર્યાં છે તેમાં તેમના ભાષાલક્ષી અભિગમની ભૂમિકા સમજવાને પૂરતી ચર્ચાઓ મળે છે. કાવ્યની સિદ્ધાંતચર્ચામાં જો કે અનેક સંદર્ભે વિચારણીય મુદ્દાઓ પણ પડ્યા છે. પણ અહીં તેના અવલોકન અર્થે અવકાશ નથી. એટલે, એટલું જ નોંધીશું કે ભાષાલક્ષી અધ્યયન/વિવેચનની ક્ષમતા અને સીમા સમજવાને આ ગ્રંથનાં લખાણો ઠીકઠીક દ્યોતક નીવડી શકે છે. | ||
| Line 277: | Line 277: | ||
ડૉ. ચંદ્રકાન્તે બાર્થની આ જે વિચારણા રજૂ કરી છે તે સાહિત્યની પરંપરાગત વિભાવનાથી ઘણી ભિન્ન છે અને તે વિવાદમુક્ત નથી અહીં તેની સમીક્ષાને અવકાશ નથી માત્ર એટલું જ નોંધીશું કે આ જાતનું ભાષા-કેન્દ્રિત દૃષ્ટિબિંદુ સાહિત્યના સ્વરૂપને સમજવામાં ઝાઝું ઉપકારક નહિ થાય, સર્જનાત્મક કૃતિની કે સર્જકની વૈયક્તિક વિશિષ્ટતાઓના પ્રશ્નોની અહીં મૂળથી જ અવજ્ઞા થયેલી જણાય છે. | ડૉ. ચંદ્રકાન્તે બાર્થની આ જે વિચારણા રજૂ કરી છે તે સાહિત્યની પરંપરાગત વિભાવનાથી ઘણી ભિન્ન છે અને તે વિવાદમુક્ત નથી અહીં તેની સમીક્ષાને અવકાશ નથી માત્ર એટલું જ નોંધીશું કે આ જાતનું ભાષા-કેન્દ્રિત દૃષ્ટિબિંદુ સાહિત્યના સ્વરૂપને સમજવામાં ઝાઝું ઉપકારક નહિ થાય, સર્જનાત્મક કૃતિની કે સર્જકની વૈયક્તિક વિશિષ્ટતાઓના પ્રશ્નોની અહીં મૂળથી જ અવજ્ઞા થયેલી જણાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|૧૧ | {{center|'''૧૧'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આપણા વિવેચનક્ષેત્રમાં અર્પણ કરનારા નવી પેઢીના અભ્યાસીઓમાં ડૉ. સુમન શાહ હવે સુપ્રતિષ્ઠિત બન્યા છે. પશ્ચિમના આધુનિક સાહિત્ય અને વિવેચનવિચારના સઘન પરિચયથી તેમની સાહિત્યદૃષ્ટિ અને રુચિ પરિમાર્જિત થતી રહી છે. આપણા વિવેચનસાહિત્યની ગતિવિધિઓ વિશે સુરેશ જોષીની જેમ તેમણે ય અસંતોષ વ્યક્ત કર્યો છે, તે સાથે આધુનિક અને અનુ-આધુનિક વિવેચનવિચાર આપણે ત્યાં પ્રતિષ્ઠિત કરવા તેમણે પણ સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે. એ રીતે વિવેચનના અભિગમો અને તેની તાત્ત્વિક વિચારણાઓ સાથે તેમણે પણ સતત નિસ્બત કેળવી છે. પરિણામરૂપે આ વિશે કેટલાંક મહત્ત્વપૂર્ણ લખાણો આપણને તેમની કનેથી પ્રાપ્ત થઈ શક્યાં છે. | આપણા વિવેચનક્ષેત્રમાં અર્પણ કરનારા નવી પેઢીના અભ્યાસીઓમાં ડૉ. સુમન શાહ હવે સુપ્રતિષ્ઠિત બન્યા છે. પશ્ચિમના આધુનિક સાહિત્ય અને વિવેચનવિચારના સઘન પરિચયથી તેમની સાહિત્યદૃષ્ટિ અને રુચિ પરિમાર્જિત થતી રહી છે. આપણા વિવેચનસાહિત્યની ગતિવિધિઓ વિશે સુરેશ જોષીની જેમ તેમણે ય અસંતોષ વ્યક્ત કર્યો છે, તે સાથે આધુનિક અને અનુ-આધુનિક વિવેચનવિચાર આપણે ત્યાં પ્રતિષ્ઠિત કરવા તેમણે પણ સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે. એ રીતે વિવેચનના અભિગમો અને તેની તાત્ત્વિક વિચારણાઓ સાથે તેમણે પણ સતત નિસ્બત કેળવી છે. પરિણામરૂપે આ વિશે કેટલાંક મહત્ત્વપૂર્ણ લખાણો આપણને તેમની કનેથી પ્રાપ્ત થઈ શક્યાં છે. | ||
| Line 290: | Line 290: | ||
“માકર્સવાદી સાહિત્યમીમાંસા : કેટલાક વાંધા’ શીર્ષકનું તેમનું લખાણ, ૧૬-૧૭ જુલાઈ ‘૮૩માં અમદાવાદમાં માર્ક્સવાદી સાહિત્યવિચારને લગતો જે પરિસંવાદ થયો તેમાંનાં વક્તવ્યોને લક્ષીને સમીક્ષા રૂપે જન્મ્યું છે. તેમણે દર્શાવેલા પાંચ વાંધાઓ આ પ્રમાણે છે. (૧) માકર્સવાદી અભિગમમાં વ્યક્તિની subjectivityનું અવમૂલન થવા પામ્યું છે. (૨) એમાં કલાની ક્રાન્તિશીલતાનું જ્ઞાન–ભાન નથી. (૩) ઍસ્થેટિક ફૉર્મનું એમાં સમુચિત આકલન નથી. (૪) સાહિત્ય, ભાષાને લઈને કદી હિસ્ટોરિકલ મટિરિયાલિઝમને બાધક કે ઘાતક નથી. (૫) માકર્સવાદી વિવેચના સાહિત્ય-કલા-વિવેચના રહીને જ તેમ બની શકે. | “માકર્સવાદી સાહિત્યમીમાંસા : કેટલાક વાંધા’ શીર્ષકનું તેમનું લખાણ, ૧૬-૧૭ જુલાઈ ‘૮૩માં અમદાવાદમાં માર્ક્સવાદી સાહિત્યવિચારને લગતો જે પરિસંવાદ થયો તેમાંનાં વક્તવ્યોને લક્ષીને સમીક્ષા રૂપે જન્મ્યું છે. તેમણે દર્શાવેલા પાંચ વાંધાઓ આ પ્રમાણે છે. (૧) માકર્સવાદી અભિગમમાં વ્યક્તિની subjectivityનું અવમૂલન થવા પામ્યું છે. (૨) એમાં કલાની ક્રાન્તિશીલતાનું જ્ઞાન–ભાન નથી. (૩) ઍસ્થેટિક ફૉર્મનું એમાં સમુચિત આકલન નથી. (૪) સાહિત્ય, ભાષાને લઈને કદી હિસ્ટોરિકલ મટિરિયાલિઝમને બાધક કે ઘાતક નથી. (૫) માકર્સવાદી વિવેચના સાહિત્ય-કલા-વિવેચના રહીને જ તેમ બની શકે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|૧૨ | {{center|'''૧૨'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તરુણ કવિ અને અભ્યાસી મધુ કોઠારીએ સાહિત્યના અધ્યયન-વિવેચન અર્થે સ્વીકારાતા મનોવૈજ્ઞાનિક અભિગમ વિશે કેટલોક વિચારવિમર્શ હાથ ધર્યો છે. પોતાના પ્રથમ પુસ્તક ‘સાહિત્યવિવેચનામાં મનોવૈજ્ઞાનિક અભિગમ’માં મુખ્યત્વે ફ્રૉય્ડ અને યુંગની વિચારસરણીઓને કેન્દ્રમાં રાખી તેમણે ચર્ચા કરી છે. તેમના બીજા પુસ્તક ‘શોરગુલ’માં ‘સાહિત્યમાં ફ્રોઇડવાદ’ અને ‘આધુનિક કવિતામાં ‘Myth, Historic, Psycho-Symbol’ જેવા લેખો ય આ અભિગમને સ્પર્શે છે. નોંધવું જોઈએ કે પશ્ચિમમાં સર્જકનું માનસ, સર્જનપ્રક્રિયા, કૃતિનું બંધારણ અને ભાવકનો સાહિત્યિક પ્રતિભાવ—એમ બધી બાજુએથી વૈજ્ઞાનિક રીતે ઊંડું અધ્યયન થવા લાગ્યું છે. મનોવિજ્ઞાનની વિકસતી વિચારણાઓએ એ અભિગમની તપાસમાં નવાં પરિમાણો ઊભા કર્યાં છે. આપણે ત્યાં આ દિશામાં આછુંપાતળું કહી શકાય તેવું વિવેચન પણ ખાસ નહોતું. એ સંયોગોમાં મધુ કોઠારીની આ અધ્યયનપ્રવૃત્તિ કંઈક ધ્યાનાર્હ બની રહે છે. | તરુણ કવિ અને અભ્યાસી મધુ કોઠારીએ સાહિત્યના અધ્યયન-વિવેચન અર્થે સ્વીકારાતા મનોવૈજ્ઞાનિક અભિગમ વિશે કેટલોક વિચારવિમર્શ હાથ ધર્યો છે. પોતાના પ્રથમ પુસ્તક ‘સાહિત્યવિવેચનામાં મનોવૈજ્ઞાનિક અભિગમ’માં મુખ્યત્વે ફ્રૉય્ડ અને યુંગની વિચારસરણીઓને કેન્દ્રમાં રાખી તેમણે ચર્ચા કરી છે. તેમના બીજા પુસ્તક ‘શોરગુલ’માં ‘સાહિત્યમાં ફ્રોઇડવાદ’ અને ‘આધુનિક કવિતામાં ‘Myth, Historic, Psycho-Symbol’ જેવા લેખો ય આ અભિગમને સ્પર્શે છે. નોંધવું જોઈએ કે પશ્ચિમમાં સર્જકનું માનસ, સર્જનપ્રક્રિયા, કૃતિનું બંધારણ અને ભાવકનો સાહિત્યિક પ્રતિભાવ—એમ બધી બાજુએથી વૈજ્ઞાનિક રીતે ઊંડું અધ્યયન થવા લાગ્યું છે. મનોવિજ્ઞાનની વિકસતી વિચારણાઓએ એ અભિગમની તપાસમાં નવાં પરિમાણો ઊભા કર્યાં છે. આપણે ત્યાં આ દિશામાં આછુંપાતળું કહી શકાય તેવું વિવેચન પણ ખાસ નહોતું. એ સંયોગોમાં મધુ કોઠારીની આ અધ્યયનપ્રવૃત્તિ કંઈક ધ્યાનાર્હ બની રહે છે. | ||
| Line 297: | Line 297: | ||
‘શોરગુલ’માં ‘સાહિત્યમાં ફ્રોઇડવાદ’ શીર્ષકનો લેખ ફ્રોઇડની આ વિષયની વિચારણા અને સાહિત્યના અધ્યયન અર્થે તેની પ્રસ્તુતતાના મુદ્દાને ફરી વિગતે છણે છે. ‘આધુનિક કવિતામાં Myth, Historic, Psychosymbol’ શીર્ષકનો લેખ, આમ તો શીર્ષક જોતાં, ઘણો મહત્ત્વાકાંક્ષી લાગે છે; પણ સંગીન અધ્યયનની ભૂમિકા એમાં નથી. ‘સમાજશાસ્ત્રીય વિવેચનનું સ્વરૂપ’ એ લેખ પણ આપણે ત્યાં બહુ ઓછા ચર્ચાયેલા એવા એક મુદ્દાને લક્ષે છે, અને એ રીતે ચોક્કસ ધ્યાનપાત્ર છે. પણ ચર્ચા ઘણી સંક્ષિપ્ત છે. આવા વણખેડાયેલા વિષયમાં કોઈ સંગીન વિસ્તૃત અધ્યયન રજૂ થાય એવી અપેક્ષા રહે છે, પણ એ પૂરાતી નથી. છતાં તેમનો આ ઉપક્રમ જરૂર આવકાર્ય ઠરે છે. | ‘શોરગુલ’માં ‘સાહિત્યમાં ફ્રોઇડવાદ’ શીર્ષકનો લેખ ફ્રોઇડની આ વિષયની વિચારણા અને સાહિત્યના અધ્યયન અર્થે તેની પ્રસ્તુતતાના મુદ્દાને ફરી વિગતે છણે છે. ‘આધુનિક કવિતામાં Myth, Historic, Psychosymbol’ શીર્ષકનો લેખ, આમ તો શીર્ષક જોતાં, ઘણો મહત્ત્વાકાંક્ષી લાગે છે; પણ સંગીન અધ્યયનની ભૂમિકા એમાં નથી. ‘સમાજશાસ્ત્રીય વિવેચનનું સ્વરૂપ’ એ લેખ પણ આપણે ત્યાં બહુ ઓછા ચર્ચાયેલા એવા એક મુદ્દાને લક્ષે છે, અને એ રીતે ચોક્કસ ધ્યાનપાત્ર છે. પણ ચર્ચા ઘણી સંક્ષિપ્ત છે. આવા વણખેડાયેલા વિષયમાં કોઈ સંગીન વિસ્તૃત અધ્યયન રજૂ થાય એવી અપેક્ષા રહે છે, પણ એ પૂરાતી નથી. છતાં તેમનો આ ઉપક્રમ જરૂર આવકાર્ય ઠરે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|૧૩ | {{center|'''૧૩'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તરુણ પેઢીના સર્જકોવિવેચકોમાં શ્રી રઘુવીર ચૌધરી (‘કવિતાનું કૃતિલક્ષી વિવેચન’ લેખ), ડૉ. ભોળાભાઈ પટેલ (‘ગુજરાતી સાહિત્યનો આઠમો દાયકો : વિવેચન’ લેખ), સ્વ. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ (‘૧૯૪૫ પહેલાંના ગુજરાતી સાહિત્યવિવેચનના કેટલાક પાયાના સંપ્રત્યયો’), ડૉ. દિગીશ મહેતા (‘ઈમેઝ : વિવેચનના એક ઓજાર તરીકે’ અને ‘સિદ્ધાંતવિવેચનમાં પ્રત્યક્ષની ઉપેક્ષા’), ડૉ. રમણ સોની (‘છેલ્લા બે દાયકાનું ગુજરાતી વિવેચન’), ડૉ દિલાવરસિંહ જાડેજા (‘વિવેચનનું વિવેચન’), શ્રી રાધેશ્યામ શર્મા (‘કાવ્ય-આસ્વાદનાં આધુનિક ઓજારો’), ડૉ. પ્રકાશ મહેતા (‘તુલનાત્મક અધ્યયન’), ડૉ. સિતાંશુ મહેતા (‘સીમાંકન અને સીમોલ્લંઘન : ઉમાશંકર જોશી અને એલન ગિન્સ બર્ગની કવિતાનો તુલનાત્મક અભ્યાસ’) આદિ અભ્યાસીઓ આપણા વિવેચનતત્ત્વવિચારના કોઈ ને કોઈ મુદ્દાને છણતા હોવાનું જોઈ શકાશે. ઉપરાંત, ડૉ. હસમુખ દોશી, ડૉ. મફત ઓઝા, ડૉ. સુભાષ દવે, ડૉ. ધીરુ પરીખ, ડૉ. સુરેશ દલાલ આદિ અભ્યાસીઓ પણ આ વિશેની ચર્ચામાં જોડાયા છે. | તરુણ પેઢીના સર્જકોવિવેચકોમાં શ્રી રઘુવીર ચૌધરી (‘કવિતાનું કૃતિલક્ષી વિવેચન’ લેખ), ડૉ. ભોળાભાઈ પટેલ (‘ગુજરાતી સાહિત્યનો આઠમો દાયકો : વિવેચન’ લેખ), સ્વ. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ (‘૧૯૪૫ પહેલાંના ગુજરાતી સાહિત્યવિવેચનના કેટલાક પાયાના સંપ્રત્યયો’), ડૉ. દિગીશ મહેતા (‘ઈમેઝ : વિવેચનના એક ઓજાર તરીકે’ અને ‘સિદ્ધાંતવિવેચનમાં પ્રત્યક્ષની ઉપેક્ષા’), ડૉ. રમણ સોની (‘છેલ્લા બે દાયકાનું ગુજરાતી વિવેચન’), ડૉ દિલાવરસિંહ જાડેજા (‘વિવેચનનું વિવેચન’), શ્રી રાધેશ્યામ શર્મા (‘કાવ્ય-આસ્વાદનાં આધુનિક ઓજારો’), ડૉ. પ્રકાશ મહેતા (‘તુલનાત્મક અધ્યયન’), ડૉ. સિતાંશુ મહેતા (‘સીમાંકન અને સીમોલ્લંઘન : ઉમાશંકર જોશી અને એલન ગિન્સ બર્ગની કવિતાનો તુલનાત્મક અભ્યાસ’) આદિ અભ્યાસીઓ આપણા વિવેચનતત્ત્વવિચારના કોઈ ને કોઈ મુદ્દાને છણતા હોવાનું જોઈ શકાશે. ઉપરાંત, ડૉ. હસમુખ દોશી, ડૉ. મફત ઓઝા, ડૉ. સુભાષ દવે, ડૉ. ધીરુ પરીખ, ડૉ. સુરેશ દલાલ આદિ અભ્યાસીઓ પણ આ વિશેની ચર્ચામાં જોડાયા છે. | ||
| Line 303: | Line 303: | ||
૧૯૮૩ના ઑક્ટોબરમાં ગુજરાતી અધ્યાપક સંઘ અને દાહોદની આટર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજના સંયુક્ત ઉપક્રમે વિવેચનના અભિગમો વિશે પરિસંવાદ થયો. એમાં નીચે પ્રમાણે વક્તવ્યો રજૂ થયાં. (૧) ઐતિહાસિક અભિગમ – ડૉ. હર્ષદ ત્રિવેદી (૨) આકારવાદી અભિગમ – પ્રમોદકુમાર પટેલ (૩) મનોવૈજ્ઞાનિક અભિગમ – ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટ (૪) સંરચનાવાદી અભિગમ – ડૉ. સુમન શાહ (૫) ભાષાલક્ષી અભિગમ – ડૉ. ચંદ્રકાન્ત ટોપીવાળા (૬) તુલનાત્મક અભિગમ – ડૉ. સિતાશુ યશશ્ચન્દ્ર. એ સર્વ વક્તવ્યો હવે ગ્રંથસ્થ થવાની રાહ જૂએ છે. | ૧૯૮૩ના ઑક્ટોબરમાં ગુજરાતી અધ્યાપક સંઘ અને દાહોદની આટર્સ ઍન્ડ કૉમર્સ કૉલેજના સંયુક્ત ઉપક્રમે વિવેચનના અભિગમો વિશે પરિસંવાદ થયો. એમાં નીચે પ્રમાણે વક્તવ્યો રજૂ થયાં. (૧) ઐતિહાસિક અભિગમ – ડૉ. હર્ષદ ત્રિવેદી (૨) આકારવાદી અભિગમ – પ્રમોદકુમાર પટેલ (૩) મનોવૈજ્ઞાનિક અભિગમ – ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટ (૪) સંરચનાવાદી અભિગમ – ડૉ. સુમન શાહ (૫) ભાષાલક્ષી અભિગમ – ડૉ. ચંદ્રકાન્ત ટોપીવાળા (૬) તુલનાત્મક અભિગમ – ડૉ. સિતાશુ યશશ્ચન્દ્ર. એ સર્વ વક્તવ્યો હવે ગ્રંથસ્થ થવાની રાહ જૂએ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = IV ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (ગાંધી-મુનશીયુગ) | |||
|next = VI તારણો અને સમાપન | |||
}} | |||