ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/ભોળાશંકર પ્રેમજી વ્યાસ: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 26: | Line 26: | ||
|સં. ૧૯૮૮ | |સં. ૧૯૮૮ | ||
|} | |} | ||
</center> | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Revision as of 02:18, 9 May 2025
તેઓ જ્ઞાતે વાલમ બ્રાહ્મણ અને ગોંડલ રાજ્ય તાબે રીબ ગામના વતની છે. એમનો જન્મ સં. ૧૯૫૩ માં માહ સુદ પુનેમના રોજ રીબમાં થયો હતો. એમના પિતાનું નામ પ્રેમજી જાદવજી વ્યાસ અને માતાનું નામ પાર્વતીબાઈ છે. એમનું લગ્ન સં. ૧૯૭૪ માં ગોંડલમા સૌ. શાન્તાગૌરી સાથે થયું હતું, તેમણે ગુજરાતી ટ્રેઇન્ડ સિનિયરની પરીક્ષા પાસ કરેલી છે; અને ઇંગ્રેજીનું પણ સામાન્ય જ્ઞાન પ્રાપ્ત કરેલું છે. સન ૧૯૧૬ માં હંટર મેલ ટ્રેનિંગ કૉલેજમાંથી ફર્સ્ટ ક્લાસમાં ઉત્તીર્ણ થયા હતા. સં. ૧૯૮૯ માં હિન્દીની પરીક્ષા આપી તેમાં બીજો વર્ગ મેળવ્યો હતો. હમણાં તેઓ અમદાવાદ વનિતા–વિશ્રામમાં શિક્ષક તરીકે કામ કરે છે. લોક સાહિત્ય એ એમનો પ્રિય વિષય છે. પિતાનું મૃત્યુ એમની બાળવયે થતાં માતાએ એમને ઉછેરી મ્હોટા કર્યા એટલું જ નહિ પણ કેળવણીના શુભ સંસ્કાર એમના પર પાડ્યા છે. એમના માતપિતા બંને સ્વામિનારાયણ સંપ્રદાયનાં હોવાથી એમનું જીવન સત્સંગી સાધુઓના સમાગમમાં વિશેષ આવેલું છે; અને ભક્તિની છાપ એમના પર ઝાઝી પડેલી છે. લોકસાહિત્યનો એમનો શોખ ‘નવદીવડા’ નામક એમના પુસ્તકમાં નજરે પડે છે અને “પ્રભુ ચરણે” એ ગ્રંથમાં એમનો ભક્તિપ્રેમ વ્યક્ત થાય છે.
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> : : એમની કૃતિઓ : :
| નં. | પુસ્તકનું નામ. | પ્રકાશન વર્ષ. |
| ૧. | શ્રી પ્રભુ ચરણે | સં. ૧૯૮૨ |
| ૨. | નવદીવડા | સં. ૧૯૮૮ |