ધ્વનિ/સુંદર! બહુરિ કુટિલ તવ છલના :: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(+1) |
||
| Line 28: | Line 28: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = દૂરથી આવે કોઈનું ગાણું | ||
|next = | |next = અલી ઓ ફૂલની કલિ! | ||
}} | }} | ||
Latest revision as of 02:50, 7 May 2025
૧૭. સુંદર! બહુરિ કુટિલ તવ છલના :
સુંદર! બહુરિ કુટિલ તવ છલના :
પલ રૂપ એક અવર પલ દૂજો
મન કંઈ પામત કલ ના... સુંદર
મધુર પુકાર સુણી તવ, વિવશ હું
નિકટ ધાઉં રઘવાયો,
થલથલ રે ચહુદિશિ, નિશિવાસર
મુજને અમિત ભ્રમાયો;
દુર્ગમ તવ પથ પર નિત ચલના... સુંદર.
નિર્મલ મરુજલની લહરી સમ
લોચન લોલ રિઝાવે,
આશતણું અવલંબન ધરી,
અંતર ઉર આ તરસાવે,
નયનન જલ ભરી અંતર જલના ... સુંદર.
થકિત ગાત્ર મૂરછિત કરણે, તવ
રુચિર સંજીવન સ્પર્શે,
નવલ બલે ઉદ્યત કરી, નવ
ઉન્મેષ મહીં આકર્ષે;
ચહુગમ તુંહિ, ન તો ય સંવલના... સુંદર.
૨૫-૭-૪૮