પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/અનુકરણ : એક કવિકર્મ: Difference between revisions

no edit summary
(Reference Corrections)
No edit summary
 
Line 25: Line 25:
હવે, એક બાજુ છે જીવનનો આ એકત્વમય વિભાવ, બીજી બાજુ છે કલાકૃતિ. એકને બીજાનું રૂપ આપનાર વ્યાપાર છે અનુકરણ. એટલે કે અનુકરણ એ આ વિભાવ ઉપર થતી એવી કોઈક પ્રક્રિયા છે જેને કારણે એ વિભાવ કલાકૃતિ રૂપે પ્રગટ થાય છે. આ પ્રક્રિયા શી હોઈ શકે? અનુમાન કરવા કરતાં ઍરિસ્ટૉટલનાં કથનોમાંથી જ કંઈ સૂચનો મળે તો આપણે જોઈએ. ઍરિસ્ટૉટલ ટ્રૅજેડી અંગે કહે છે કે ‘વસ્તુરચના’ (પ્લૉટ) ક્રિયાનું અનુકરણ છે. વળી કહે છે કે ‘વસ્તુરચના’ ક્રિયાનું અનુકરણ હોઈ એણે એક જ ક્રિયાનું અનુકરણ કરવું જોઈએ. આ ઉપરથી સમજાય છે કે અનુકરણ એ એને મન કાવ્યની પ્રેરણારૂપ ક્રિયા કે વિભાવ અને કાવ્યના મૂર્તરૂપ સમી ‘વસ્તુરચના’ને જોડતી પ્રક્રિયા છે. બીજી રીતે કહીએ તો, કાવ્યના પ્રેરણારૂપ વિભાવમાંથી ‘વસ્તુરચના’ નિર્માણ કરવાની ક્રિયાને એ અનુકરણ કહેતા જણાય છે. જુઓ, વસ્તુરચનાના નિર્માણકાર્ય અને અનુકરણને એ કવિના લાક્ષણિક ધર્મ તરીકે એકબીજાના પર્યાયરૂપે યોજે છે કે નહીં? – ‘કવિ’ કે ‘કર્તા’ વસ્તુરચનાનો નિર્માતા હોવો જોઈએ, પદ્યો રચનાર નહીં; કારણ કે એ અનુકરણ કરે છે માટે તો કવિ છે.”

પણ આ વસ્તુરચના એટલે શું? ઍરિસ્ટૉટલ તો કહે છે – ‘બનાવોની ગોઠવણી.’ પણ આ કંઈ પૂરતું લાગતું નથી. એમ તો ઇતિહાસકાર પણ બનાવોને ગોઠવતો હોય છે, પણ ઇતિહાસકારને એ કવિ કહેતા નથી, અને ઇતિહાસકારથી કવિને જુદા પાડતા લક્ષણ તરીકે એ વસ્તુરચનાનિર્માણ (પ્લૉટ-મેઇકિંગ)ને ગણાવે છે. અહીં ઇતિહાસકાર અને કવિ વચ્ચે એમણે પાડેલો ભેદ – ઇતિહાસકાર જે બન્યું છે એનું નિરૂપણ કરે છે, કવિ જે બનવું સંભવિત છે એનું નિરૂપણ કરે છે એ – યાદ કરીએ તો કવિના વિશિષ્ટ ધર્મરૂપ વસ્તુસંયોજનકાર્યમાં ઍરિસ્ટૉટલના સંભવિતતાના, સુસંગતતાના, એકાત્મકતાના, અને સ્વયંપર્યાપ્તતાના ખ્યાલો ગૃહીત છે એમ માનવું જોઈએ. જેમાં બનાવો સંભવિત કે આવશ્યક અનુબંધમાં બનતા ન હોય તેવા ‘પ્રસંગાત્મક’ (એપિસૉડિક) વસ્તુસંયોજનને ઍરિસ્ટૉટલ સૌથી કનિષ્ઠ પ્રકારનું ગણે છે. આ રીતે, વસ્તુરચના (પ્લૉટ) ‘ક્રિયા’ના સમત્વયુક્ત, સુસંબદ્ધ, મૂર્ત આકારનું પ્રતીક બની જાય છે.

વસ્તુસંયોજનનો ઉલ્લેખ જેટલી સહેલાઈથી ટ્રૅજેડી અને એપિક જેવા કાવ્યપ્રકારોના સંબંધમાં થઈ શકે તેટલી સહેલાઈથી કાવ્યના બીજા પ્રકારો કે સંગીત અને નૃત્ય જેવી કળાઓના સંબંધમાં કદાચ ન થઈ શકે. ત્યાં સાવયવ સુશ્લિષ્ટ આકૃતિના અર્થમાં એને સ્વીકારવાનું રહે. આ રીતે જોતાં, અનુકરણનો કંઈક આવો અર્થ બંધ બેસે. માનવજીવનની વિશાળ અનુભવસૃષ્ટિમાંથી કવિનું ચિત્ત કોઈ એકાત્મક વિભાવ ઝડપે છે અને એને સાવયવ સુશ્લિષ્ટ મૂર્ત આકૃતિ-રૂપ આપે છે. આ રૂપસર્જનની પ્રક્રિયા તે અનુકરણ.<ref>ઍબરક્રોમ્બી તથા બુચરનાં અર્થઘટનો જુઓ :<br>{{gap}}“Poetic imitation; as Aristotle uses the world..., does not explain the origin of poetry, nor what the connexion is between poetry and real things and affairs. Aristotle’s ‘imitation’ is confined to the poetic activity within the art itself. it describes the connexion between poetic impulse and poetic language. It is his word for the technique by which the poet finally achieves communicable expression of his imaginative inspiration.” ઍબરક્રૉમ્બી, પ્રિન્સિપલ્ઝ ઑવ્‌ લિટરરી ક્રિટિસિઝમ, પૃ. ૮૮</ref> એનું માધ્યમ લય, સંવાદ કે ભાષા, રીતિ અભિનયાત્મક, કથનાત્મક વગેરે. ઍરિસ્ટૉટલે વિચારેલું અનુકરણનું આખું માળખું આ રીતે ગોઠવી શકાય. દેખીતું છે કે આ અનુકરણ કળાનો – કેવળ કળાનો – ધર્મ બની રહે.
વસ્તુસંયોજનનો ઉલ્લેખ જેટલી સહેલાઈથી ટ્રૅજેડી અને એપિક જેવા કાવ્યપ્રકારોના સંબંધમાં થઈ શકે તેટલી સહેલાઈથી કાવ્યના બીજા પ્રકારો કે સંગીત અને નૃત્ય જેવી કળાઓના સંબંધમાં કદાચ ન થઈ શકે. ત્યાં સાવયવ સુશ્લિષ્ટ આકૃતિના અર્થમાં એને સ્વીકારવાનું રહે. આ રીતે જોતાં, અનુકરણનો કંઈક આવો અર્થ બંધ બેસે. માનવજીવનની વિશાળ અનુભવસૃષ્ટિમાંથી કવિનું ચિત્ત કોઈ એકાત્મક વિભાવ ઝડપે છે અને એને સાવયવ સુશ્લિષ્ટ મૂર્ત આકૃતિ-રૂપ આપે છે. આ રૂપસર્જનની પ્રક્રિયા તે અનુકરણ.<ref>ઍબરક્રોમ્બી તથા બુચરનાં અર્થઘટનો જુઓ :<br>{{gap}}“Poetic imitation; as Aristotle uses the world..., does not explain the origin of poetry, nor what the connexion is between poetry and real things and affairs. Aristotle’s ‘imitation’ is confined to the poetic activity within the art itself. it describes the connexion between poetic impulse and poetic language. It is his word for the technique by which the poet finally achieves communicable expression of his imaginative inspiration.” ઍબરક્રૉમ્બી, પ્રિન્સિપલ્ઝ ઑવ્‌ લિટરરી ક્રિટિસિઝમ, પૃ. ૮૮<br>{{gap}}“ ‘Imitation’... is thus seen to be equivalent to ‘producing’ or ‘creating according to a true idea. The ‘true idea’ for fine art is derived from the general concept which the intellect spontaneously abstracts from the details of sense.” – બુચર, ઍરિસ્ટૉટલ્ઝ થિઅરી ઑવ્‌ પોએટ્રી એન્ડ ફાઇન આર્ટ, પૃ. ૧૫૩.</ref> એનું માધ્યમ લય, સંવાદ કે ભાષા, રીતિ અભિનયાત્મક, કથનાત્મક વગેરે. ઍરિસ્ટૉટલે વિચારેલું અનુકરણનું આખું માળખું આ રીતે ગોઠવી શકાય. દેખીતું છે કે આ અનુકરણ કળાનો – કેવળ કળાનો – ધર્મ બની રહે.
‘અનુકરણ’નો આ અર્થ સિદ્ધ કર્યા પછી પણ થોડું વિચારવાનું રહે છે. કોઈને અહીં પ્રશ્ન થાય કે આવો તદ્દન જુદો અર્થ બતાવવા માટે ‘અનુકરણ’ શબ્દ કેવી રીતે વાપરી શકાય? ‘અનુકરણ’ શબ્દનો અર્થવિસ્તાર કરીએ ત્યારેયે એને મૂળ અર્થ સાથે કંઈક સંબંધ તો હોવો જોઈએને? તો, રૂપસર્જનની પ્રક્રિયાને અનુકરણ કહેવાની યથાર્થતા કંઈક આ રીતે સમજાવી શકાય. જેમ બીજમાં વૃક્ષની શક્યતા રહેલી છે, તેમ જીવનના કોઈ પણ વિભાવમાં એના સ્વતંત્ર આસ્વાદ્ય મૂર્ત રૂપની શક્યતા રહેલી હોય છે. બીજમાંથી વૃક્ષ ઉગાડનાર ખરેખર કંઈ નવું સર્જન કરતો નથી, જે ગૂઢ છે, અવ્યક્ત છે, જે અંદર શક્યતા રૂપે પડેલું છે તેને વ્યક્ત કરે છે, બહાર લાવે છે, શક્યતાનું અનુકરણ કરે છે. નાના બિંદુની રૂપસમૃદ્ધિ સૂક્ષ્મદર્શક યંત્રથી જોવા જેવી આ વાત છે. જીવનના વિભાવોમાં રહેલા આસ્વાદ્ય રૂપની શક્યતાઓને પ્રગટ કરનાર પણ આ જ અર્થમાં અનુકરણ કરે છે.

‘અનુકરણ’ના અર્થપલટાનો નકશો કંઈક આવો દોરી શકાય. અનુકરણ એટલે સદૃશકરણ. પણ સદૃશકરણ જ્યારે ભિન્ન માધ્યમ દ્વારા, ભિન્ન સામગ્રીથી થાય ત્યારે એ વિશેષ ચમત્કારક બને, કળાત્મક બને, જેમ કે માણસ હાડ, માંસ, ચામનો બનેલો છે પણ એનું ચિત્ર રંગ-રેખા વડે કરવામાં આવે છે ત્યારે એમાં કંઈક કલા રહેલી છે એમ કહેવાય. પણ અહીં મૂર્ત વસ્તુનું – રંગ અને આકારવાળી વસ્તુનું રંગ અને આકાર દ્વારા અનુકરણ છે. એમાં સાદૃશ્યનું તત્ત્વ સચવાય છે. આથી આગળ જઈ, અમૂર્ત તત્ત્વોને પણ મૂર્ત તત્ત્વો દ્વારા રજૂ કરી શકાય, જેમ કે સંગીત સૂર દ્વારા માનવભાવોને વ્યક્ત કરે છે. આ પ્રતિનિધાન (રેપ્રિઝન્ટેશન) થયું અને એ સ્થૂળ સદૃશકરણ નથી. ઍરિસ્ટૉટલ ‘અનુકરણ’ને આવો વ્યાપક અર્થ આપે છે. અહીં સુધી તો વાત સમજાય એવી છે પણ પછી ઍરિસ્ટૉટલ અનુકરણની વિભાવનાને એની પ્રતિનિધાનાત્મક પ્રક્રિયા પૂરતી મર્યાદિત રાખતા નથી, એના પર કળાત્મક આકૃતિ વિશેના પોતાના ખ્યાલો પણ આરોપે છે. આથી વાત થોડી ગૂંચવાય છે અને આપણે ઉપર કર્યું તેવું અર્થઘટન કરવાની જરૂર ઊભી થાય છે.