બાબુ સુથારની કવિતા/બાપા દાણા જોઈ રહ્યા છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૧. બાપા દાણા જોઈ રહ્યા છે}} {{Block center|<poem> બાપા દાણા જોઈ1 રહ્યા છ ે માગે છ ેત્રણ ન ે પડે છ ેબ ે કેમ આવું થતું હશે? પાછા નાખે છ.ે પણ, આ વખતે ય માગ્યા ત્રણ ને પડ્યા બે. સવાલ બદલ્યો તોય જવાબ એ...")
 
No edit summary
 
Line 4: Line 4:


{{Block center|<poem>
{{Block center|<poem>
બાપા દાણા જોઈ1 રહ્યા છ ે
બાપા દાણા જોઈ<ref>દાણા જોવાઃ દરદીના દેહમાં ભૂતપ્રેત છેકે નહીં એ જોવાની એક વિધિ</ref> રહ્યા છે
માગે છ ેત્રણ ન ે
માગે છે ત્રણ ને
પડે છ ેબ ે
પડે છે બે
કેમ આવું થતું હશે?
કેમ આવું થતું હશે?
પાછા નાખે .
પાછા નાખે છે.
પણ, આ વખતે ય
પણ, આ વખતે ય
માગ્યા ત્રણ
માગ્યા ત્રણ
Line 21: Line 21:
પણ જવાબ નહીં.
પણ જવાબ નહીં.
“અન્નદેવની જીભ કોઈકે બાંધી દીધી હશે કે?”
“અન્નદેવની જીભ કોઈકે બાંધી દીધી હશે કે?”
“પણ, હંુ હારું તો કોયો ઠાર શાનો?”
“પણ, હું હારું તો કોયો ઠાર શાનો?”
મનોમન બબડી બાપા
મનોમન બબડી બાપા
હાથ લાંબો કરી
હાથ લાંબો કરી
પાવાગઢની ટોચે બેઠલે ાં મહાકાળીન ે
પાવાગઢની ટોચે બેઠલાં મહાકાળીને
ટચલી આંગળી વાઢી
ટચલી આંગળી વાઢી
લોહી ધરીને કહે
લોહી ધરીને કહે :
“સતનાં વણોવણાંએ
“સતનાં વણોવણાંએ
મંૂગા કર્યાં છ ેઅન્નને, હોક્યાઠાર
મૂંગા કર્યાં છે અન્નને, હોક્યાઠાર
અન્ન પણ શું કરે?”
અન્ન પણ શું કરે?”
1 દાણા જોવાઃ દરદીના દેહમાં ભૂતપ્રેત છ ેકે નહીં એ જોવાની એક વિધિ
બાપા કહે છે, “તો ચેતતાં રહેજો, માડી
90
બાપા કહે ,“તો ચેતતાં રહેજો, માડી
હવે પછી તમારો વારો.”
હવે પછી તમારો વારો.”
મેં એ રાતે મારા બાપાને સપનામાં
મેં એ રાતે મારા બાપાને સપનામાં
મહાકાળીનાં આંસુ લૂછતાં જોયા હતા.
મહાકાળીનાં આંસુ લૂછતાં જોયા હતા.
(‘ડોશી, બાપા અને બીજાં કાવ્યો’ માંથી){{right|(‘સાપફેરા’ એક)}}</poem>}}
{{right|(‘ડોશી, બાપા અને બીજાં કાવ્યો’ માંથી)}}</poem>}}
<hr>
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ઘરઝુરાપાનો હવે અર્થ રહ્યો નથી
|previous = ડોશી વૈતરણીને આ કાંઠે ઊભાં હતાં
|next = એ આવ્યો
|next = હજી યમરાજાને આ ઘટના સમજાતી નથી
}}
}}

Latest revision as of 03:18, 15 April 2025


૨૧. બાપા દાણા જોઈ રહ્યા છે

બાપા દાણા જોઈ[1] રહ્યા છે
માગે છે ત્રણ ને
પડે છે બે
કેમ આવું થતું હશે?
પાછા નાખે છે.
પણ, આ વખતે ય
માગ્યા ત્રણ
ને પડ્યા બે.
સવાલ બદલ્યો તોય
જવાબ એકનો એક.
શું થયું હશે અન્નદાતાને?
“આ વખતે હે અન્નદેવ,
મૂંગા ન રહેજો.”
કહી પાછા નાખ્યા દાણા
ભોંય પર.
પણ જવાબ નહીં.
“અન્નદેવની જીભ કોઈકે બાંધી દીધી હશે કે?”
“પણ, હું હારું તો કોયો ઠાર શાનો?”
મનોમન બબડી બાપા
હાથ લાંબો કરી
પાવાગઢની ટોચે બેઠલાં મહાકાળીને
ટચલી આંગળી વાઢી
લોહી ધરીને કહે :
“સતનાં વણોવણાંએ
મૂંગા કર્યાં છે અન્નને, હોક્યાઠાર
અન્ન પણ શું કરે?”
બાપા કહે છે, “તો ચેતતાં રહેજો, માડી
હવે પછી તમારો વારો.”
મેં એ રાતે મારા બાપાને સપનામાં
મહાકાળીનાં આંસુ લૂછતાં જોયા હતા.
(‘ડોશી, બાપા અને બીજાં કાવ્યો’ માંથી)


  1. દાણા જોવાઃ દરદીના દેહમાં ભૂતપ્રેત છેકે નહીં એ જોવાની એક વિધિ

Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted