હયાતી/૭૧. અંબોડે ગૂંથી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(૧)
 
(+૧)
 
Line 26: Line 26:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ૩૦. સાત શ્લોક
|previous = ૭૦. સો વરસ પહેલાં સો વરસ પછી કે પછી આજે
|next = ૩૨. અસર થઈ
|next = ૭૨. સંગાથ
}}
}}

Latest revision as of 06:49, 13 April 2025


૭૧. અંબોડે ગૂંથી

અંબોડે ગૂંથી કળી ચંપાની એક
જરા ચૂમી ત્યાં જાસૂદનું ફૂલ,
બેઉ આ હથેળી વચ્ચે હસતું કમળ
ક્યાંક વાસંતી વાયરાની ભૂલ.

નીલ રંગ ઝારી થકી ઝરમરતી જલધારા
ધરતી આખીય બની બાગ,
ક્યાંક ક્યાંક કેસૂડો કોળે શીતળ, ક્યાંક
મોગરાની પથરાઈ આગ,
ઘેઘૂર આ આંખ આડે પડદો રચે છે
ઝીણા રણઝણતા શ્વાસનું દુકૂલ.

ઊગતે પરોઢ કોઈ આવી મળ્યો કોલ
એક ઝાકળનું બિંદુ આભ ઊડ્યું,
ભીની આ પાંદડીના સુરભિત હૈયામાં જઈ
સૂરજનું બિમ્બ એક બૂડ્યું,
પંખીઓએ ટહુકી જે આપ્યા, એ એકેએક
વાયદાઓ અમને કબૂલ.

૯–૯–૧૯૬૮