9,256
edits
No edit summary |
No edit summary |
||
| Line 6: | Line 6: | ||
સુમન શાહ મારા આદરણીય ગુરુ, મારા પરમ મિત્ર. | સુમન શાહ મારા આદરણીય ગુરુ, મારા પરમ મિત્ર. | ||
સુમન શાહ સાથેની મારી સ્મૃતિઓ, સંભારણાં અને નિકટ સહવાસની વાતો લખવા માટે મેં ઐતિહાસિક આલેખ પસંદ કર્યો છે. અને પ્રકાશક શ્રી અતુલભાઈ રાવલની મંજૂરી લઈને નિયત શબ્દસંખ્યા ઓળંગી છે. | સુમન શાહ સાથેની મારી સ્મૃતિઓ, સંભારણાં અને નિકટ સહવાસની વાતો લખવા માટે મેં ઐતિહાસિક આલેખ પસંદ કર્યો છે. અને પ્રકાશક શ્રી અતુલભાઈ રાવલની મંજૂરી લઈને નિયત શબ્દસંખ્યા ઓળંગી છે. | ||
ઈ.સ. ૧૯૭૪ની ૦૧ જાનુઆરીના રોજ હું જામનગરના ટેલિફોન એક્સચેંજમાં ટેલિફોન ઓપરેટર તરીકે સર્વિસમાં જોડાયો હતો. એ વખતે મારી ઉંમર વીસ વર્ષની હતી. મારી જોડે મારા વતન જામખંભાળિયાનો મિત્ર મહેશ ચઠ સર્વિસ કરતો હતો. એ વખતે મને સામયિકો વાંચવાનો ખૂબ શોખ હતો. બૂક સ્ટોર્સ – પેપર એજન્સીના બુક સ્ટોર્સમાંથી ‘કવિતા’, ‘નવનીત’ અને ‘સમર્પણ’ના અંકો ખરીદતા. અને રવિવારે ચાંદી બજારમાં ગુજરી બજાર ભરાતી, ત્યાંથી જૂનાં સામયિકો અને પુસ્તકો ખરીદતા. એક રવિવારે મને ૧૯૭૦થી ૧૯૭૩નાં વર્ષોની સમર્પણની ફાઇલો મળી. હું તો ખૂબ જ રાજી થયો. ઘરે આવીને નિરાંતે ત્રણેય વર્ષોની ફાઇલો મેં જોઈ. તેમાં કવિતા, વાર્તા અને સુંદર લેખોનો અનુક્રમ વાંચીને ખુશ થયો. એ અંકોમાં મને તમારી વાર્તાઓ મળી! વાર્તાનાં શીર્ષકો જ વાંચીને મનમાં વેગ આવી ગયો. ‘પબ્લિક પાર્ક ઊર્ફે બનાવટી વાર્તા, બપોરે કૉફીકપમાં ઠરેલી વેદનાનું કોલ્ડ્રિંક, ઝુણુક ઝુણુક વાંસવનમાં પીળાં પીળાં લીંબુની ખુશબૂ’. એક પછી એક વાર્તાઓ વાંચીને મને મનમાં ટૂંકી વાર્તા વિશે એક નવો જ અનુભવ થયો. વાર્તાનાં પાત્રો, વાર્તાની ભાષા, બધું ઝટ ઊઘડે નહીં. પણ એક ચમત્કાર થયો જાણે! આસપાસની સૃષ્ટિનું વાતાવરણ નવું બની ગયું. મારા મિત્રો આગળ આ બધી વાર્તાનાં શીર્ષકો સડસડાટ બોલી જતો. ચા પીવા જઈએ હિંગળાજ હોટલમાં, પ્રાગરાય હોટલમાં, ત્યાં વાર્તાના પેરેગ્રાફ વાંચતા. મિત્રો પૂછતા કે આ સુમન શાહ કોણ છે, ક્યાં રહે છે? તમને મળવાની, જોવાની એક તમન્ના હતી. નિયતિએ તમારી સાથે જોડાવાનું ગોઠવ્યું હશે, તે સૌ પ્રથમ તમારી વાર્તાઓ રૂપે તમારો પરિચય થયો. તમારી રોમેન્ટિક પણ વિષાદની છાયાવાળી વાર્તાઓ દ્વારા. | ઈ.સ. ૧૯૭૪ની ૦૧ જાનુઆરીના રોજ હું જામનગરના ટેલિફોન એક્સચેંજમાં ટેલિફોન ઓપરેટર તરીકે સર્વિસમાં જોડાયો હતો. એ વખતે મારી ઉંમર વીસ વર્ષની હતી. મારી જોડે મારા વતન જામખંભાળિયાનો મિત્ર મહેશ ચઠ સર્વિસ કરતો હતો. એ વખતે મને સામયિકો વાંચવાનો ખૂબ શોખ હતો. બૂક સ્ટોર્સ – પેપર એજન્સીના બુક સ્ટોર્સમાંથી ‘કવિતા’, ‘નવનીત’ અને ‘સમર્પણ’ના અંકો ખરીદતા. અને રવિવારે ચાંદી બજારમાં ગુજરી બજાર ભરાતી, ત્યાંથી જૂનાં સામયિકો અને પુસ્તકો ખરીદતા. એક રવિવારે મને ૧૯૭૦થી ૧૯૭૩નાં વર્ષોની સમર્પણની ફાઇલો મળી. હું તો ખૂબ જ રાજી થયો. ઘરે આવીને નિરાંતે ત્રણેય વર્ષોની ફાઇલો મેં જોઈ. તેમાં કવિતા, વાર્તા અને સુંદર લેખોનો અનુક્રમ વાંચીને ખુશ થયો. એ અંકોમાં મને તમારી વાર્તાઓ મળી! વાર્તાનાં શીર્ષકો જ વાંચીને મનમાં વેગ આવી ગયો. ‘પબ્લિક પાર્ક ઊર્ફે બનાવટી વાર્તા, બપોરે કૉફીકપમાં ઠરેલી વેદનાનું કોલ્ડ્રિંક, ઝુણુક ઝુણુક વાંસવનમાં પીળાં પીળાં લીંબુની ખુશબૂ’. એક પછી એક વાર્તાઓ વાંચીને મને મનમાં ટૂંકી વાર્તા વિશે એક નવો જ અનુભવ થયો. વાર્તાનાં પાત્રો, વાર્તાની ભાષા, બધું ઝટ ઊઘડે નહીં. પણ એક ચમત્કાર થયો જાણે! આસપાસની સૃષ્ટિનું વાતાવરણ નવું બની ગયું. મારા મિત્રો આગળ આ બધી વાર્તાનાં શીર્ષકો સડસડાટ બોલી જતો. ચા પીવા જઈએ હિંગળાજ હોટલમાં, પ્રાગરાય હોટલમાં, ત્યાં વાર્તાના પેરેગ્રાફ વાંચતા. મિત્રો પૂછતા કે આ સુમન શાહ કોણ છે, ક્યાં રહે છે? તમને મળવાની, જોવાની એક તમન્ના હતી. નિયતિએ તમારી સાથે જોડાવાનું ગોઠવ્યું હશે, તે સૌ પ્રથમ તમારી વાર્તાઓ રૂપે તમારો પરિચય થયો. તમારી રોમેન્ટિક પણ વિષાદની છાયાવાળી વાર્તાઓ દ્વારા. | ||
એ પછી લાંબો અંતરાલ! પણ એ વર્ષો મેં ખૂબ વાંચ્યું. ૧૯૭૬માં જામનગરની ડી.કે.વી. કૉલેજમાં એફ.વાય.બી.એ.માં એડમિશન લીધું. દિવસે ભણવાનું, રાત્રે નોકરી. ૧૯૭૯માં બી.એ. થયો. મુખ્ય વિષય ગુજરાતી. | એ પછી લાંબો અંતરાલ! પણ એ વર્ષો મેં ખૂબ વાંચ્યું. ૧૯૭૬માં જામનગરની ડી.કે.વી. કૉલેજમાં એફ.વાય.બી.એ.માં એડમિશન લીધું. દિવસે ભણવાનું, રાત્રે નોકરી. ૧૯૭૯માં બી.એ. થયો. મુખ્ય વિષય ગુજરાતી. | ||
આપણે સૌપ્રથમ રૂબરૂ મળ્યા ૧૯૮૫માં! એ વખતે હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં એમ.એ.નો વિદ્યાર્થી હતો. તમે મારા ભવનમાં ‘સાહિત્યમાં આધુનિકતા’ વિશે વ્યાખ્યાનો આપવા આવ્યા હતા. બળવંતભાઈ જાનીએ તમારો પરિચય આપેલો. તમે દેખાવે પ્રભાવક. પેન્ટશર્ટ, હાથમાં નાનું પાકીટ, સ્વભાવે થોડા આકરા લાગ્યા. પાસે જઈને વાત કરવામાં થોડો ડર લાગે, થોડો સંકોચ. પણ મેં તો હિંમત કરીને તમને ઊભા રાખ્યા લૉબીમાં. મેં કહ્યું કે મારે તમને મળવું છે. તમે તરત જ અકળાતાં પૂછ્યુઃ “શું કામ મળવું છે? ઠાલી વાત માટે મારી પાસે સમય નથી.” મેં કહ્યુઃ “મારે તમારી સાથે સાહિત્યની જ વાતો કરવી છે, માટે મળવું છે.” તમે અંતે હા પાડી. બીજા દિવસે બપોરે રિસેસના સમયે તમને મળ્યો. તમે એ વખતે મને સાવ નિર્લેપ નજરથી તાકતા હતા. મેં વાત શરૂ કરીને કહ્યું કે “મેં તમારી વાર્તાઓ વાંચી છે. તમારો વાર્તાસંગ્રહ ‘અવરશુકેલુબ’ મેં ખરીદ્યો છે. મને ખૂબ રસ પડે છે તમારી વાર્તાસૃષ્ટિમાં.” તમે પૂછ્યું: “થોડી વાર્તાઓનાં શીર્ષક બોલો.” હું સડસડાટ સાત-આઠ વાર્તાનાં શીર્ષકો બોલી ગયો. અને એ જ વર્ષે ‘પરબ’ના અંકમાં પ્રકાશિત નવી વાર્તા ‘ટૉયાટો’નું પણ નામ બોલી ગયો. એ ઉપરાંત ‘સુરેશ જોષી’ વિશે વાતો કરી. તમે એ વખતે ખુરશીની પીઠ પર તમારી પીઠ રાખીને બેઠા હતા. જાણે ખૂબ દૂર હો એ રીતે. ને તટસ્થ ભાવથી મને સાંભળી રહ્યા. સરસ મર્માળું સ્મિત કર્યું ને બોલ્યા, “તમે ઘણું વાંચ્યું છે, ને તમને બધું બહુ યાદ છે એ વાત બહુ સારી છે.” છૂટા પડતી વખતે મેં મારી કૉલેજબેગમાંથી મારી વાર્તા બહાર કાઢીને તમને આપી. “આ મારી વાર્તા છે, બની શકે તો વાંચીને કંઈક કહેશો.” તમે વાર્તાની કૉપી તરત લઈ લીધી ને તમે બોલ્યા, “આ વાર્તા અમદાવાદ લઈ જઈશ. વાંચીને ત્યાંથી જવાબ લખીશ.” અમે છૂટા પડ્યા. એ મુલાકાત પછી તમે મને આત્મીય લાગ્યા. પ્રેમાળ લાગ્યા. | આપણે સૌપ્રથમ રૂબરૂ મળ્યા ૧૯૮૫માં! એ વખતે હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં એમ.એ.નો વિદ્યાર્થી હતો. તમે મારા ભવનમાં ‘સાહિત્યમાં આધુનિકતા’ વિશે વ્યાખ્યાનો આપવા આવ્યા હતા. બળવંતભાઈ જાનીએ તમારો પરિચય આપેલો. તમે દેખાવે પ્રભાવક. પેન્ટશર્ટ, હાથમાં નાનું પાકીટ, સ્વભાવે થોડા આકરા લાગ્યા. પાસે જઈને વાત કરવામાં થોડો ડર લાગે, થોડો સંકોચ. પણ મેં તો હિંમત કરીને તમને ઊભા રાખ્યા લૉબીમાં. મેં કહ્યું કે મારે તમને મળવું છે. તમે તરત જ અકળાતાં પૂછ્યુઃ “શું કામ મળવું છે? ઠાલી વાત માટે મારી પાસે સમય નથી.” મેં કહ્યુઃ “મારે તમારી સાથે સાહિત્યની જ વાતો કરવી છે, માટે મળવું છે.” તમે અંતે હા પાડી. બીજા દિવસે બપોરે રિસેસના સમયે તમને મળ્યો. તમે એ વખતે મને સાવ નિર્લેપ નજરથી તાકતા હતા. મેં વાત શરૂ કરીને કહ્યું કે “મેં તમારી વાર્તાઓ વાંચી છે. તમારો વાર્તાસંગ્રહ ‘અવરશુકેલુબ’ મેં ખરીદ્યો છે. મને ખૂબ રસ પડે છે તમારી વાર્તાસૃષ્ટિમાં.” તમે પૂછ્યું: “થોડી વાર્તાઓનાં શીર્ષક બોલો.” હું સડસડાટ સાત-આઠ વાર્તાનાં શીર્ષકો બોલી ગયો. અને એ જ વર્ષે ‘પરબ’ના અંકમાં પ્રકાશિત નવી વાર્તા ‘ટૉયાટો’નું પણ નામ બોલી ગયો. એ ઉપરાંત ‘સુરેશ જોષી’ વિશે વાતો કરી. તમે એ વખતે ખુરશીની પીઠ પર તમારી પીઠ રાખીને બેઠા હતા. જાણે ખૂબ દૂર હો એ રીતે. ને તટસ્થ ભાવથી મને સાંભળી રહ્યા. સરસ મર્માળું સ્મિત કર્યું ને બોલ્યા, “તમે ઘણું વાંચ્યું છે, ને તમને બધું બહુ યાદ છે એ વાત બહુ સારી છે.” છૂટા પડતી વખતે મેં મારી કૉલેજબેગમાંથી મારી વાર્તા બહાર કાઢીને તમને આપી. “આ મારી વાર્તા છે, બની શકે તો વાંચીને કંઈક કહેશો.” તમે વાર્તાની કૉપી તરત લઈ લીધી ને તમે બોલ્યા, “આ વાર્તા અમદાવાદ લઈ જઈશ. વાંચીને ત્યાંથી જવાબ લખીશ.” અમે છૂટા પડ્યા. એ મુલાકાત પછી તમે મને આત્મીય લાગ્યા. પ્રેમાળ લાગ્યા. | ||