રામચન્દ્ર પટેલની કવિતા/ફરી મને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 8: Line 8:
કસૂંબી કેશૂ-શી કુમકુમ છવાઈ ગઈ પથે–
કસૂંબી કેશૂ-શી કુમકુમ છવાઈ ગઈ પથે–
પછી તારા-મારા બિચ ડમરી વૈશાખની ચગી,
પછી તારા-મારા બિચ ડમરી વૈશાખની ચગી,
ઝગ્યા થાપા, મેંદીનું ઝરણ વહ્યું એક તરફી
ઝગ્યા થાપા, મેંદીનું ઝરણ વહ્યું એક તરફી
ગયું ચોરીએથી કર પકડી, કોઈ ચળકીને
ગયું ચોરીએથી કર પકડી, કોઈ ચળકીને
ત્યજી દીધી ડેલી, સગપણ બળ્યું રામદીવડે...
ત્યજી દીધી ડેલી, સગપણ બળ્યું રામદીવડે...
ઘણા દા’ડે દેખ્યું કૃશ શરીર તારું : નયન બે
ઘણા દા’ડે દેખ્યું કૃશ શરીર તારું : નયન બે
થયાં માટી-કૂંડાં, સમથલ કપાળે ન ટિલડી.
થયાં માટી-કૂંડાં, સમથલ કપાળે ન ટિલડી.
ગળું ખાલી, ના કંકણ કર પરે, દામણી નહીં
ગળું ખાલી, ના કંકણ કર પરે, દામણી નહીં
શિરે, ને છાતી તો સરવર સુકાયેલું રણમાં-
શિરે, ને છાતી તો સરવર સુકાયેલું રણમાં-
ધરા ધ્રૂજે પ્હેલાં જમીનની ઉપાડી ધૂળ વડે
ધરા ધ્રૂજે પ્હેલાં જમીનની ઉપાડી ધૂળ વડે
કરું દીવો જો સેંથીનું ફરી મને ખેતર જડે.
કરું દીવો : જો સેંથીનું ફરી મને ખેતર જડે.
</poem>}}
</poem>}}
<br>
<br>

Latest revision as of 02:38, 10 March 2025

ફરી મને

અજાણ્યા રસ્તામાં ઘડીકપળ બે આપણ મળી
ગયાં તો આંખોનાં તળ-અતળ તોડી કમળનાં
ચઢ્યાં મોજાં, ખીલ્યાં વદન પર ઘી ઝાંય ઝમતાં
કસૂંબી કેશૂ-શી કુમકુમ છવાઈ ગઈ પથે–
પછી તારા-મારા બિચ ડમરી વૈશાખની ચગી,

ઝગ્યા થાપા, મેંદીનું ઝરણ વહ્યું એક તરફી
ગયું ચોરીએથી કર પકડી, કોઈ ચળકીને
ત્યજી દીધી ડેલી, સગપણ બળ્યું રામદીવડે...

ઘણા દા’ડે દેખ્યું કૃશ શરીર તારું : નયન બે
થયાં માટી-કૂંડાં, સમથલ કપાળે ન ટિલડી.
ગળું ખાલી, ના કંકણ કર પરે, દામણી નહીં
શિરે, ને છાતી તો સરવર સુકાયેલું રણમાં-

ધરા ધ્રૂજે પ્હેલાં જમીનની ઉપાડી ધૂળ વડે
કરું દીવો : જો સેંથીનું ફરી મને ખેતર જડે.