ગિરીશ ભટ્ટની વાર્તાઓ/યાયાવર પંખી: Difference between revisions

Jump to navigation Jump to search
+૧
(+૧)
 
(+૧)
 
Line 11: Line 11:
ઘર સેનેટરાઈઝ્ ડ થતું હતું; બે બેડરૂમ, કિચન. સાંકડો ડ્રોઈંગરૂમ ને આંગણું અને આંગણામાં ત્રણ ચાર છોડ. સ્નો પડે ત્યારે પીળા પડી જાય.
ઘર સેનેટરાઈઝ્ ડ થતું હતું; બે બેડરૂમ, કિચન. સાંકડો ડ્રોઈંગરૂમ ને આંગણું અને આંગણામાં ત્રણ ચાર છોડ. સ્નો પડે ત્યારે પીળા પડી જાય.
જેનને પુત્રીની કેટલી ચિંતા હતી? એકલસૂરી, બોયફ્રેન્ડ તો શું છોકરી પણ નહીં સોબતમાં, જોબના સ્થાને ઘર ને ઘરથી ઑફિસ, સાવ સાદી. એમ જ લાગે કે મઠમાં તો નહીં ચાલી જાય ને?
જેનને પુત્રીની કેટલી ચિંતા હતી? એકલસૂરી, બોયફ્રેન્ડ તો શું છોકરી પણ નહીં સોબતમાં, જોબના સ્થાને ઘર ને ઘરથી ઑફિસ, સાવ સાદી. એમ જ લાગે કે મઠમાં તો નહીં ચાલી જાય ને?
આલોક પ્રથમ વાર આવ્યો હતો ત્યારે તે ખુશ થઈ હતી ચાલો બોયફ્રેન્ડ તો શોધી શકી.
આલોક પ્રથમ વાર આવ્યો હતો ત્યારે તે ખુશ થઈ હતી: ચાલો બોયફ્રેન્ડ તો શોધી શકી.
તેણે જ પૃચ્છા આદરી હતી આલોક? એ યુનિવર્સિટીમાં? ફ્રોમ ઈન્ડિયા..! કોલકટા જોયું હશે. કેટલું દૂર તમારા શહેરથી? ઓહ, ગયો છું ત્યાં કયા વિષય? એન્થ્રોલોજી! આઈ નો. મારિયા. સ્વાગત કર આલોકનું. શું લે છે? વેજ?  
તેણે જ પૃચ્છા આદરી હતી: આલોક? એ યુનિવર્સિટીમાં? ફ્રોમ ઈન્ડિયા..! કોલકટા જોયું હશે. કેટલું દૂર તમારા શહેરથી? ઓહ, ગયો છું ત્યાં કયા વિષય? એન્થ્રોલોજી! આઈ નો. મારિયા. સ્વાગત કર આલોકનું. શું લે છે? વેજ?  
માને રસ પડ્યો હતો આલોકમાં.
માને રસ પડ્યો હતો આલોકમાં.
બીજી મુલાકાત હતી; તે તો રોગગ્રસ્ત હતી. ઇચ્છતી હતી કે આલોક તેની સાથે રહે.
બીજી મુલાકાત હતી; તે તો રોગગ્રસ્ત હતી. ઇચ્છતી હતી કે આલોક તેની સાથે રહે.
Line 19: Line 19:
આઠ માસ જૂનો પરિચય.
આઠ માસ જૂનો પરિચય.
એક યુવાન બગલથેલા સાથે યુનિવર્સિટીની ઑફિસ પાસે ઊભો હતો; આછો તામ્ર વર્ણ, ઠીક ઠીક - પ.૬ ફૂટની ઊંચાઈ, અજાણ્યા હોવાના તમામ લક્ષણો.
એક યુવાન બગલથેલા સાથે યુનિવર્સિટીની ઑફિસ પાસે ઊભો હતો; આછો તામ્ર વર્ણ, ઠીક ઠીક - પ.૬ ફૂટની ઊંચાઈ, અજાણ્યા હોવાના તમામ લક્ષણો.
તેણે જ સાદ પાડ્યો હતો કમ ઈન. હુ ઈઝ ધેર? વોટ કેન આઈ..?
તેણે જ સાદ પાડ્યો હતો: કમ ઈન. હુ ઈઝ ધેર? વોટ કેન આઈ..?
તે... પ્રવેશ્યો હતો. ગભરુ લાગ્યો. બીજા દેશમાંથી આવ્યો હશે.
તે... પ્રવેશ્યો હતો. ગભરુ લાગ્યો. બીજા દેશમાંથી આવ્યો હશે.
આલોકે તેની ફાઈલ... ટેબલ પર મૂકીને તે જોઈ ગઈ હતી.
આલોકે તેની ફાઈલ... ટેબલ પર મૂકીને તે જોઈ ગઈ હતી.
Line 27: Line 27:
આલોકે કહ્યું હતું તેઓ તમારી પ્રશંસા કરતા હતા. ‘મહાન છે...’ ક્ષોભ અનુભવતા તે બોલી હતી. જરૂરી સૂચનાઓ, જરૂરી પેપર્સ અપાયા હતા. ક્યાં રહેવાના છો? હોસ્ટેલ તો નેકસ્ટ મન્થ ખૂલશે. છે સંબંધી? વેલ મેટ્રોમાં ચોથું સ્ટોપ? કાલથી અભ્યાસ ચાલુ થશે. સમયસર આવી જજો તમને શુભેચ્છા. એન્થ્રોલૉજીના પંડિત બનો. મારિયાએ હસ્તધૂનન માટે હાથ લંબાવ્યો હતો. કોઈ સ્ત્રીને આમ કરવાનો પહેલો અનુભવ હતો.

તેમાં સંકોચ છતો થયો હતો. મારિયા હસી હતી.
તેમાં સંકોચ છતો થયો હતો. મારિયા હસી હતી.
પિતા શું કહેતા હતા આ સ્વભાવ ધંધામાં ન ચાલે. ભલે આશ્રમોને મંદિરોમાં ફર્યા કરે. મારો ધંધો દીકરી શિવાની સંભાળશે.
પિતા શું કહેતા હતા: આ સ્વભાવ ધંધામાં ન ચાલે. ભલે આશ્રમોને મંદિરોમાં ફર્યા કરે. મારો ધંધો દીકરી શિવાની સંભાળશે.
મોટો કારોબાર હતો ગારમેન્ટનો. બંગલો હતો આંબાવાડીમાં. બે ગાડીઓ હતી.
મોટો કારોબાર હતો ગારમેન્ટનો. બંગલો હતો આંબાવાડીમાં. બે ગાડીઓ હતી.
આલોક સાઈકલમાં કે પગપાળા ઘૂમતો હતો. ટોણો મારતા હતા પત્નીને તમે આ કુંવર પધારવાના હતા ત્યારે શું વાચતા હતા? આપણી કંપનીનું પ્રોસ્પેટસ વાંચ્યું હોય તો આમ ના બનત.
આલોક સાઈકલમાં કે પગપાળા ઘૂમતો હતો. ટોણો મારતા હતા પત્નીને: તમે આ કુંવર પધારવાના હતા ત્યારે શું વાચતા હતા? આપણી કંપનીનું પ્રોસ્પેટસ વાંચ્યું હોય તો આમ ના બનત.
અચાનક યુ.કે. જવાના અંજળ જાગ્યાં હતાં.
અચાનક યુ.કે. જવાના અંજળ જાગ્યાં હતાં.
કુલકર્ણી સર કહેતા હતા આલોક... તું એન્થ્રોલૉજીનો અભ્યાસ કર. તારી પ્રકૃતિને અનુકૂળ છે. સ્વની શોધ, નૃવંશશાસ્ત્ર, મટીરિયલ માર્ગદર્શન, સલાહો શું કરવું ત્યાં પ્રવેશ માટે.
કુલકર્ણી સર કહેતા હતા: આલોક... તું એન્થ્રોલૉજીનો અભ્યાસ કર. તારી પ્રકૃતિને અનુકૂળ છે. સ્વની શોધ, નૃવંશશાસ્ત્ર, મટીરિયલ માર્ગદર્શન, સલાહો શું કરવું ત્યાં પ્રવેશ માટે.
‘હા... ત્યાં ડૉ. જોસેફ છે, લંડનના પરામાં યુનિવર્સિટી છે. એ લોકો તમારી ઇચ્છાને ચકાસે છે, તમારી ડિગ્રીઓને નહીં.’
‘હા... ત્યાં ડૉ. જોસેફ છે, લંડનના પરામાં યુનિવર્સિટી છે. એ લોકો તમારી ઇચ્છાને ચકાસે છે, તમારી ડિગ્રીઓને નહીં.’
બધું તૈયાર કરાવ્યું.
બધું તૈયાર કરાવ્યું.
ને પ્રભા ફોઈનું કહેણ આવ્યું મોટાભાઈ... મોકલો આલોકને. ભણવાના વિઝા મળી જશે... ગાર્ડિનિંગનો કોર્સ...! આપણા ધંધાના કેવલ પેમેન્ટનુંયે થશે. મોટું માર્કેટ છે. ગોરી સ્ત્રીઓને પણ વસ્ત્રો તો જોશે જ ને? હા માપ બદલાવવા પડશે. હાડેતી, ઊંચી...! છે એક છોકરી; નામ સલોની, ભારે હોશિયાર. તે મદદ કરશે આલોકયાને...
ને પ્રભા ફોઈનું કહેણ આવ્યું: મોટાભાઈ... મોકલો આલોકને. ભણવાના વિઝા મળી જશે... ગાર્ડિનિંગનો કોર્સ...! આપણા ધંધાના કેવલ પેમેન્ટનુંયે થશે. મોટું માર્કેટ છે. ગોરી સ્ત્રીઓને પણ વસ્ત્રો તો જોશે જ ને? હા માપ બદલાવવા પડશે. હાડેતી, ઊંચી...! છે એક છોકરી; નામ સલોની, ભારે હોશિયાર. તે મદદ કરશે આલોકયાને...
કુલકર્ણીએ એડમિશન મેળવી આપ્યું હતું કહ્યું'તું ને કે જોસેફ... સર્વેસર્વા છે. હવે એક કામ કર. થોડું ઈંગ્લિશ શીખી લે. કેવી રીતે બોલવું? ઉચ્ચારો કેમ કરવા..? એક છે હરસાણા સાહેબ. થોડા દિવસ... શીખ. પિતાએ કહ્યું હતું ધંધામાં ધ્યાન આપજે. પ્રભાએ ગોઠવ્યું છે.

કુલકર્ણીએ કહ્યું હતું ધ્યાન દઈને અભ્યાસ કરજે. ગહન વિષય છે.
કુલકર્ણીએ કહ્યું હતું: ધ્યાન દઈને અભ્યાસ કરજે. ગહન વિષય છે.
બીજે દિવસે આલોક મેટ્રોમાં કાલોસ રોડ સ્ટોપે પહોંચ્યો હતો. થોડી પરિચિતતા હતી; વૃદ્ધ સૈનિકનું સ્ટેચ્યુ, ઓર્કિડ અને પહોળા પાન ધરાવતાં બદામી વૃક્ષો, પર્ણોની મર્મર, આકાશ ને મંદ અજવાળું.
બીજે દિવસે આલોક મેટ્રોમાં કાલોસ રોડ સ્ટોપે પહોંચ્યો હતો. થોડી પરિચિતતા હતી; વૃદ્ધ સૈનિકનું સ્ટેચ્યુ, ઓર્કિડ અને પહોળા પાન ધરાવતાં બદામી વૃક્ષો, પર્ણોની મર્મર, આકાશ ને મંદ અજવાળું.
ઑફિસમાં સહજ દૃષ્ટિપાત કર્યો. મારિયા નહોતી, બીજો પુરુષ હતો. તેની અનુપસ્થિતિ ખાલી હતીઃ કેમ નથી?
ઑફિસમાં સહજ દૃષ્ટિપાત કર્યો. મારિયા નહોતી, બીજો પુરુષ હતો. તેની અનુપસ્થિતિ ખાલી હતીઃ કેમ નથી?
દસ મિનિટ પછી પહેલો તાસ હતો અભ્યાસનો તે પહોંચી ગયો. છાત્ર-છાત્રો હતાં, ગમે તે વયના. ત્વચાના વર્ણ અલગ અલગ હતા. અલગ દેશના હશે. અનુમાન થયું.
દસ મિનિટ પછી પહેલો તાસ હતો અભ્યાસનો તે પહોંચી ગયો. છાત્ર-છાત્રો હતાં, ગમે તે વયના. ત્વચાના વર્ણ અલગ અલગ હતા. અલગ દેશના હશે. અનુમાન થયું.
જોસેફનું સંબોધન થયું. હળવાશથી ગંભીર વાત સુધી લઈ ગયા હતા.
જોસેફનું સંબોધન થયું. હળવાશથી ગંભીર વાત સુધી લઈ ગયા હતા.
પછી ગુરુજનોઃ આર્થર, સ્ત્રિથ, જેમ્સ, કબીર અને સનાતન, આર્ય. છેલ્લાં નામ પર ચોંકાયું અરે, આ તો... ભારતીય! ગમ્યું. પછી છાત્રોએ પરિચય આપવાનો ક્રમ થયો હતો. તેણે  આપ્યો હતો આલોક... આઈ'મ ઈન્ડિયન.
પછી ગુરુજનોઃ આર્થર, સ્ત્રિથ, જેમ્સ, કબીર અને સનાતન, આર્ય. છેલ્લાં નામ પર ચોંકાયું અરે, આ તો... ભારતીય! ગમ્યું. પછી છાત્રોએ પરિચય આપવાનો ક્રમ થયો હતો. તેણે  આપ્યો હતો: આલોક... આઈ'મ ઈન્ડિયન.
કુલકર્ણી સરનો સંદર્ભ પણ ગાયો હતો. ક્યાં સંકોચ થયો હતો?
કુલકર્ણી સરનો સંદર્ભ પણ ગાયો હતો. ક્યાં સંકોચ થયો હતો?
સનાતન સર લોબીમાં મળ્યા હતા મને મળજે. ક્યાં છું અત્યારે? મૂળ અમદાવાદ? ક્યાં આંબાવાડીમાં..? આઈ'મ.. સિન્સ..!
સનાતન સર લોબીમાં મળ્યા હતા: મને મળજે. ક્યાં છું અત્યારે? મૂળ અમદાવાદ? ક્યાં આંબાવાડીમાં..? આઈ'મ.. સિન્સ..!
વિષાદ હતો.
વિષાદ હતો.
ને તે પણ ક્યાં દૂર હતો વતનથી? દિવ્ય આશ્રમ, ઘર, મોમ-ડેડી, શિવાની, બંગલાનો માળી, વોચમેન, ઝાંપા સામે બેસી રહેતો અંધજન. કેટલું યાદ આવી જતું હતું.
ને તે પણ ક્યાં દૂર હતો વતનથી? દિવ્ય આશ્રમ, ઘર, મોમ-ડેડી, શિવાની, બંગલાનો માળી, વોચમેન, ઝાંપા સામે બેસી રહેતો અંધજન. કેટલું યાદ આવી જતું હતું.
જતી વખતે... મારિયા મળી હતી. સીધું કહ્યું હતું વેલ..? ચાલ... કોફી લઈએ. દિવસ ઠંડો છે.
જતી વખતે... મારિયા મળી હતી. સીધું કહ્યું હતું: વેલ..? ચાલ... કોફી લઈએ. દિવસ ઠંડો છે.
એ દિવસે કેન્ટિન જોઈ હતી સ્વચ્છ, વ્યવસ્થિત અને કોલાહલ વિનાની.
એ દિવસે કેન્ટિન જોઈ હતી: સ્વચ્છ, વ્યવસ્થિત અને કોલાહલ વિનાની.
વાતો થઈ આવી કેવી ઊંઘ? કોણ સાંભર્યું હતું? કેવું લાગ્યું કેમ્પસ? કોણ છે વતનમાં? મોમ, ડેડી, સિસ્ટર..! નથી કોઈની સાથે ડેટિંગ કરતો? હું પણ ક્યાં...? મોમ છે. તને લઈ જઈશ ઘરે.
વાતો થઈ: આવી કેવી ઊંઘ? કોણ સાંભર્યું હતું? કેવું લાગ્યું કેમ્પસ? કોણ છે વતનમાં? મોમ, ડેડી, સિસ્ટર..! નથી કોઈની સાથે ડેટિંગ કરતો? હું પણ ક્યાં...? મોમ છે. તને લઈ જઈશ ઘરે.
આલોક વિચારતો હતો આ ઘટના વિશે. કેટલી ત્વરાથી મારિયા તેની નજીક આવી ગઈ હતી? સાવ સરળ હતી.
આલોક વિચારતો હતો આ ઘટના વિશે. કેટલી ત્વરાથી મારિયા તેની નજીક આવી ગઈ હતી? સાવ સરળ હતી.
પ્રભાફોઈએ કેટલી સૂચનાઓ આપી હતી ધોળિયાવ અતડા, અભિમાની, અહીં તેમનો જ પનારો. ધ્યાન રાખવું. કામથી કામ જ રાખવું. સલોની તો એમનું માથુ ભાંગે તેવી છે. બધું કામ કરાવી લે.
પ્રભાફોઈએ કેટલી સૂચનાઓ આપી હતી: ધોળિયાવ અતડા, અભિમાની, અહીં તેમનો જ પનારો. ધ્યાન રાખવું. કામથી કામ જ રાખવું. સલોની તો એમનું માથુ ભાંગે તેવી છે. બધું કામ કરાવી લે.
જરૂર પડે બોબને પૂછી લેવું. કેવા છે કૉલેજવાળાં? તારે સાચેસાચ ભણવું છે? મારું માન તો છોડ બધું. ધંધામાં પડી જા. સલોની રાહ જોતી બેઠી છે. ફર તેની સાથે, માર્કેટ સર્વે કર. ભાઈએ કેટલું લિટરેચર આપેલું છે? હું વાંચી ગઈ. ભઈલા, આમાં ધ્યાન આપ. શું ભણવું છે તારે? એન્થ્રોલૉજી..? માણસ ક્યાંથી આયવો એ..?

પ્રભાફોઈ હસી પડ્યાં હતાં.
પ્રભાફોઈ હસી પડ્યાં હતાં.
Line 68: Line 68:
કેટલી વાતો થઈ એ બંને વચ્ચે! જેનનું મન તો આ તરફ જ હતું.
કેટલી વાતો થઈ એ બંને વચ્ચે! જેનનું મન તો આ તરફ જ હતું.
ભૂખરા રંગના વૃક્ષ વિશે, જોસેફ વિશે, ગાંધી અને ટાગોર વિશે, ગુજરાત વિશે, મોમ વિશે, કેટલી વાતો થઈ હતી.
ભૂખરા રંગના વૃક્ષ વિશે, જોસેફ વિશે, ગાંધી અને ટાગોર વિશે, ગુજરાત વિશે, મોમ વિશે, કેટલી વાતો થઈ હતી.
છેલ્લે મારિયા કહી રહી હતી આલોક હું મારા પિતા વિશે કશું નથી જાણતી. મોમ દુઃખી થાય એટલે હું નથી પૂછતી. કોઈ હશે જ ને? પણ કોણ? તને જાણ છે. મારાં નામ પાછળ મોમનું નામ છે?
છેલ્લે મારિયા કહી રહી હતી: આલોક હું મારા પિતા વિશે કશું નથી જાણતી. મોમ દુઃખી થાય એટલે હું નથી પૂછતી. કોઈ હશે જ ને? પણ કોણ? તને જાણ છે. મારાં નામ પાછળ મોમનું નામ છે?
આલોક મૌન હતો આવી વાત? સાવ અંગત વાત હતી. માતા માટે તો અંગત હતી પણ પુત્રી માટે મહત્ત્વની હતી. કેટલી મૂંઝવણ થતી હશે? કદાચ એટલે આટલી ગંભીર ને અકલસૂરી હશે. બિચારી..?
આલોક મૌન હતો: આવી વાત? સાવ અંગત વાત હતી. માતા માટે તો અંગત હતી પણ પુત્રી માટે મહત્ત્વની હતી. કેટલી મૂંઝવણ થતી હશે? કદાચ એટલે આટલી ગંભીર ને અકલસૂરી હશે. બિચારી..?
‘તારી વાત યોગ્ય હતી’ તે બોલ્યો હતો, ને પછી સાંત્વના આપી હતી મોમ તને એ જણાવશે જ. મને વિશ્વાસ છે.
‘તારી વાત યોગ્ય હતી’ તે બોલ્યો હતો, ને પછી સાંત્વના આપી હતી: મોમ તને એ જણાવશે જ. મને વિશ્વાસ છે.
મારિયા આલોક તરફ ઢળી હતી, ને તેણે સહજ રીતે તેની પીઠ થપથપાવી હતી.
મારિયા આલોક તરફ ઢળી હતી, ને તેણે સહજ રીતે તેની પીઠ થપથપાવી હતી.
ને પછી થોડી હળવી વાતો કહીને ઘરે જવા નીકળી ગયો હતો.
ને પછી થોડી હળવી વાતો કહીને ઘરે જવા નીકળી ગયો હતો.
Line 111: Line 111:
‘હા, મને નામ મળી ગયું મારા જન્મદાતાનું. તે ઈન્ડિયન હતા. આલોક તારા દેશના?’ મારિયા સંતૃપ્ત હતી. જાણે તેને હવે કશું કરવાનું નહોતું. ‘મારિયા.. તારા મોમ એક બહાદુર સ્ત્રી ગણાય.’ તે બોલ્યો હતો.
‘હા, મને નામ મળી ગયું મારા જન્મદાતાનું. તે ઈન્ડિયન હતા. આલોક તારા દેશના?’ મારિયા સંતૃપ્ત હતી. જાણે તેને હવે કશું કરવાનું નહોતું. ‘મારિયા.. તારા મોમ એક બહાદુર સ્ત્રી ગણાય.’ તે બોલ્યો હતો.
મારિયા મનનો ઉછાળ અનુભવતી હતી. થતું હતું કે આલોકને વળગી પડે, તેના બાહુમાં સમાઈ જાય.
મારિયા મનનો ઉછાળ અનુભવતી હતી. થતું હતું કે આલોકને વળગી પડે, તેના બાહુમાં સમાઈ જાય.
ને ત્યાં મોમનો ફોન આવ્યો હતો મારિયા મને એ રોગ વળગ્યો છે. થોડા સમયમાં ઠીક થઈને તારી પાસે આવી જઈશ.
ને ત્યાં મોમનો ફોન આવ્યો હતો: મારિયા મને એ રોગ વળગ્યો છે. થોડા સમયમાં ઠીક થઈને તારી પાસે આવી જઈશ.
કાલે આવી જા, તારા મિત્ર સાથે.
કાલે આવી જા, તારા મિત્ર સાથે.
એ લોકો ટેસ્ટ કરી લે. ઈસુ સહુનું ભલુ કરે. ‘આલોક, મોમ... પણ રોગગ્રસ્ત...!’ તે ચિંતાતુર હતી. તેણે તેનો માસ્ક ઠીક કર્યો. આલોકે પણ એમ જ કર્યું.
એ લોકો ટેસ્ટ કરી લે. ઈસુ સહુનું ભલુ કરે. ‘આલોક, મોમ... પણ રોગગ્રસ્ત...!’ તે ચિંતાતુર હતી. તેણે તેનો માસ્ક ઠીક કર્યો. આલોકે પણ એમ જ કર્યું.
‘મોમ કેવા બહાદુર છે? તારે પણ એમ...’ તે બોલ્યો.
‘મોમ કેવા બહાદુર છે? તારે પણ એમ...’ તે બોલ્યો.
મારિયા વિહ્વળ હતી મોમને કશું નહીં થાય ને? રોજ કેટલાં મૃત્યુ થતાં હતા? લંડન ટાઈમ્સમાં પ્રગટ થતું હતું. આ રોગનો કોઈ ઈલાજ નહોતો.
મારિયા વિહ્વળ હતી: મોમને કશું નહીં થાય ને? રોજ કેટલાં મૃત્યુ થતાં હતા? લંડન ટાઈમ્સમાં પ્રગટ થતું હતું. આ રોગનો કોઈ ઈલાજ નહોતો.
ને આલોકના ફોનની ઘંટડી વાગી ક્યાં છું તું આલોક? હોસ્ટેલમાં...? સમાચાર સાંભળ્યા ટીવીના? તારે દેશ છોડવાનો છે. ઓલ વિઝા હોલ્ડર્સે. બે દિવસમાં. રોગ ફેલાતો જાય છે. સામાન લઈને આવી જા. આદિત્ય તારી એરટિકિટની વ્યવસ્થા કરે છે. સવારે આવી જા, ભયલા. કેવા દિવસો આવ્યાં આ કેટલું ચાલશે? ગોડ નોઝ.
ને આલોકના ફોનની ઘંટડી વાગી: ક્યાં છું તું આલોક? હોસ્ટેલમાં...? સમાચાર સાંભળ્યા ટીવીના? તારે દેશ છોડવાનો છે. ઓલ વિઝા હોલ્ડર્સે. બે દિવસમાં. રોગ ફેલાતો જાય છે. સામાન લઈને આવી જા. આદિત્ય તારી એરટિકિટની વ્યવસ્થા કરે છે. સવારે આવી જા, ભયલા. કેવા દિવસો આવ્યાં આ કેટલું ચાલશે? ગોડ નોઝ.
ડઘાઈ ગઈ મારિયા તું જશે આલોક? પછી મારું કોણ?
ડઘાઈ ગઈ મારિયા: તું જશે આલોક? પછી મારું કોણ?
આલોકે સાંત્વના આપી તું બહાદુર મોમની દીકરી હતી. સરકાર જ પાછા મોકલી રહી હતી. હું તો અહીં મહેમાન ગણાઉં. મહામારી ના આવી હોત તો તારી પાસે જ હોત. કેટલું ગમત? યાયાવાર પંખી છું. ક્યારેક તો જાવાનું જ હોય.
આલોકે સાંત્વના આપી: તું બહાદુર મોમની દીકરી હતી. સરકાર જ પાછા મોકલી રહી હતી. હું તો અહીં મહેમાન ગણાઉં. મહામારી ના આવી હોત તો તારી પાસે જ હોત. કેટલું ગમત? યાયાવાર પંખી છું. ક્યારેક તો જાવાનું જ હોય.
મોમ કોલકટા આવ્યાં હતાં ને?
મોમ કોલકટા આવ્યાં હતાં ને?
આલોકના મનમાંથી જેમની કથા ખસતી જ નહોતી. મારિયા ઓળઘોળ હતી.
આલોકના મનમાંથી જેમની કથા ખસતી જ નહોતી. મારિયા ઓળઘોળ હતી.
આલોક પલંગમાં પડ્યો હતો. જાગતો અને મારિયા જાગતી બેઠી હતી, તેના કમરામાં વહેલી સવારે. બેય વ્યાકુળ હતાં. હાથ મિલાવી વિદાય લીધી.
આલોક પલંગમાં પડ્યો હતો. જાગતો અને મારિયા જાગતી બેઠી હતી, તેના કમરામાં વહેલી સવારે. બેય વ્યાકુળ હતાં. હાથ મિલાવી વિદાય લીધી.
સાંજે આલોકે... એરપોર્ટ પરથી, ફોઈ-ફુવા ને સલોનીની વિદાય લીધી ના ગમતી વિદાય હતી. સહુના ચહેરાઓ પર ભય હતો, માસ્ક્સ હતાં.  
સાંજે આલોકે... એરપોર્ટ પરથી, ફોઈ-ફુવા ને સલોનીની વિદાય લીધી: ના ગમતી વિદાય હતી. સહુના ચહેરાઓ પર ભય હતો, માસ્ક્સ હતાં.  
તે ક્વોરોન્ટીનમાં હતો.
તે ક્વોરોન્ટીનમાં હતો.
મારિયાને ફોન કર્યો, ફરી કર્યો પણ ક્યાં ઉત્તર મળતો હતો. ચિંતા થતી હતી શું હશે? તે પણ રોગગ્રસ્ત થઈ હશે? કેટલો દૂર હતો?
મારિયાને ફોન કર્યો, ફરી કર્યો પણ ક્યાં ઉત્તર મળતો હતો. ચિંતા થતી હતી: શું હશે? તે પણ રોગગ્રસ્ત થઈ હશે? કેટલો દૂર હતો?
ને એક દિવસે તેનો જ ફોન આવ્યો, મારે તને એક વાત કહેવી છે.
ને એક દિવસે તેનો જ ફોન આવ્યો, મારે તને એક વાત કહેવી છે.
એ રાતે તેં યાયાવર પંખીની વાત કહી હતી ને? હું કેટલી રડી હતી, મોમના કમરામાં, તું યાયાવર પંખીની જેમ જ ચાલી જવાનો હતો. ને પછી હું એકલી - તારા વિનાની થઈ જવાની હતી.
એ રાતે તેં યાયાવર પંખીની વાત કહી હતી ને? હું કેટલી રડી હતી, મોમના કમરામાં, તું યાયાવર પંખીની જેમ જ ચાલી જવાનો હતો. ને પછી હું એકલી - તારા વિનાની થઈ જવાની હતી.
Line 132: Line 132:
મને ન સમજાય એવો તલસાટ જાગ્યો હતો ને અચાનક ધક્કો વાગ્યો.
મને ન સમજાય એવો તલસાટ જાગ્યો હતો ને અચાનક ધક્કો વાગ્યો.
મા કોરોનાગ્રસ્ત હતી ને મને પણ કદાચ..? શું મારે તને રોગગ્રસ્ત કરવો? નો નો નો? પાછી ફરી, આંસુ લૂંછી નાખ્યાં ના એમ તો ના કરી શકું - તને પ્રેમ કરતી હતી...
મા કોરોનાગ્રસ્ત હતી ને મને પણ કદાચ..? શું મારે તને રોગગ્રસ્ત કરવો? નો નો નો? પાછી ફરી, આંસુ લૂંછી નાખ્યાં ના એમ તો ના કરી શકું - તને પ્રેમ કરતી હતી...
આલોક બોલી ઊઠ્યો ઓહ ! મારિયા...!
આલોક બોલી ઊઠ્યો: ઓહ ! મારિયા...!
સામે છેડેથી ડૂસકાં સંભળાયાં ને પછી નિઃસ્તબ્ધતા.
સામે છેડેથી ડૂસકાં સંભળાયાં ને પછી નિઃસ્તબ્ધતા.
તે બોલ્યો મારિયા... આર યુ ઓલ રાઈટ? ને શબ્દો ફૂટ્યા, હું મોમ જેવી નસીબદાર નહોતી. ને ફરી... મૌન. તેની આંખો ભીની હતી.
તે બોલ્યો મારિયા... આર યુ ઓલ રાઈટ? ને શબ્દો ફૂટ્યા, હું મોમ જેવી નસીબદાર નહોતી. ને ફરી... મૌન. તેની આંખો ભીની હતી.

Navigation menu