કુન્દનિકા કાપડીઆની શ્રેષ્ઠ વાર્તાઓ/પ્રેમનાં આંસુ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧. પ્રેમનાં આંસુ |}} {{Poem2Open}} સરયુનાં લગ્ન આખરે અનંત સાથે નક્કી થયાં. બધાંને આ વર ને આ ઘર ગમ્યાં હતાં અને સરયુને પણ કશો વાંધો કાઢવા જેવું દેખાયું નહીં. અનંત બીજવર હતો, પણ એની ઉંમર કા...")
 
No edit summary
Line 33: Line 33:
બીજે દિવસે વહેલી સવારે સરયુ નીચે આવી. સાસુ સિવાય કોઈ ઊઠ્યું નહોતું. બંધ બારીબારણાં ઉઘાડી સાસુજી અંદરના એક ઓરડામાં નમેલી આંખે માળા ગણતાં બેઠાં હતાં. સરયુ ઘડીભર એ જોઈ રહી, અને પછી ઘરનું પૂરેપૂરું અવલોકન કરવા ચારે બાજુ નજર ફેરવવા લાગી. એટલામાં એણે જોયું કે ઓસરીના છેડા પર બેઠો બેઠો એક સુંદર બાળક આકાશના આછા લાલ રંગ તરફ લીન ભાવે જોઈ રહ્યો છે. સગાંમાંથી કોઈનો છોકરો હશે એમ માની એ ત્યાં જઈને ઊભી રહી. વાંકડિયા, પાણીની લહેર જેવા વાળની નીચે એણે શ્વેત કમળના ફૂલ જેવો એક ચહેરો જોયો. સમગ્ર ચહેરા પર મૃદુતાની આછી વાદળી ઢળી હતી. એની ભૂરી આંખોમાં કોઈ અજાણી વેદના આવીને સ્થિર થઈ ગઈ હતી. બે ગાલ ઉપર બે નાનકડાં અશ્રુબિંદુ કમળની પાંદડી પર ઝાકળ જેવાં લાગતાં હતાં. નીલા રંગનું એક વસ્ત્ર એણે પહેર્યું હતું, અને પગ લાંબો રાખીને એ બેઠો હતો. એનો આખોયે દેખાવ એટલો મનોરમ હતો કે એને લાગ્યું, જાણે સામે પથરાયેલી વિશાળ ધરતીમાં પગદંડી જેની ખોવાઈ ગઈ છે, અને મા જેની વિખૂટી પડી ગઈ છે એવો એક દેવબાળક એની માને ઝંખતો ગગન પર દૃષ્ટિ માંડીને બેઠો છે, અને એની આંખોમાંથી આંસુ વહે છે.

સરયુના અંતરમાં માતૃત્વની નિગૂઢ વેદનાની છાલક વાગી. બાળક પાસે બેસી જઈ એણે એનું મોં સ્નેહપૂર્વક પોતાની તરફ ફેરવ્યું. મમતાભર્યા કંઠે એ બોલી : ‘તારું નામ શું?’ આકાશ તરફથી નજર વાળી લઈ કિરણ સરયુ તરફ જોઈ રહ્યો. સરયુએ મીઠું હસીને કહ્યું : ‘નામ નથી કે શું તારે?’ કિરણ કાંઈ બોલ્યો નહીં. ચૂપચાપ એ જોઈ જ રહ્યો. સરયુને થયું, આ કદાચ એની નણંદનો દીકરો હોય… આવા સરસ બાળકની માતા હોવા માટે મનમાં એ કેટલો ગર્વ અનુભવતી હશે! અને પછી ખૂબ પ્રેમાળ હાસ્ય કરી બાળકનું મોં છાતીસરસું ખેંચી લઈ એ બોલી : ‘મારી સાથે નહીં બોલે કે?’ આ વખતે કિરણ હસ્યો… એ જ પેલું ચિરસુંદર મધુર સ્મિત. આ સ્ત્રીના પ્રેમમાં એને એની મા જીવતી થતી લાગી, મા જ જાણે નવે વેશે એના સ્મિતનો ઊજળો પ્રત્યુત્તર આપવા પાછી ચાલી આવી છે. અને ઘણે મહિને આજ પહેલી વાર એ ફરીથી એના એ જ અસ્ફુટ સ્વરે બોલ્યો : ‘મા…’ આશ્ચર્યથી સરયુએ જોયું કે એ બોલી શકતો નહોતો, અને એના લંબાયેલા પગ ચેતનહીન હતા. વિસ્મયથી, ક્ષોભથી એ એક પળ બેભાન જેવી બની ગઈ. જેની પોતે આટઆટલી કલ્પના કરી હતી, અણગમાભર્યાં ચિત્રો મનમાં દોર્યાં હતાં એ આ જ બાળક હતો! આટલો સુંદર! આટલો નિષ્કલંક! આવેગથી એણે કિરણને પોતાની છાતી સાથે વળગાડી દીધો અને ઊંડા પ્રેમથી એના લલાટ પર ચુંબન કર્યું. એની આંખમાંથી બે બિંદુ કિરણને માથે સરી પડ્યાં. કિરણે પ્રસન્નતાથી આંખ બીડી દીધી. એ જ વખતે અનંત બારણામાં આવ્યો, અને એ બંનેને પ્રેમસમાધિમાં લીન થયેલાં જોઈ, ધીમે પગલે, હર્ષથી છલકતે નયને પાછો વળી ગયો.

{{Right ૧૯૫૧|(‘પ્રેમનાં આંસુ’) }} <br>
{{Right|''૧૯૫૧ (‘પ્રેમનાં આંસુ’)''}}<br>
{{Poem2Close}}
{{Poem2Close}}