રામચન્દ્ર પટેલની કવિતા/મારા વડવાઓએ બાંધેલા (ગદ્યકાવ્ય): Difference between revisions
(+1) |
No edit summary |
||
| Line 33: | Line 33: | ||
પથ્થર પર પોઢેલી અજાણ નગ્નદેહી નારીને જોતાં જ એનું | પથ્થર પર પોઢેલી અજાણ નગ્નદેહી નારીને જોતાં જ એનું | ||
મન્મથ આક્રમણ બે બાહુઓમાં લંબાયું એ સાથે નારી | મન્મથ આક્રમણ બે બાહુઓમાં લંબાયું એ સાથે નારી | ||
નાઠી ને પાછળ દોડ્યો નર | નાઠી ને પાછળ દોડ્યો નર : થોડીવારમાં તો કાજળકાળી | ||
ગુફાઓમાં હાંફતા ધુમ્મસનાં પૂર ઊમટ્યાં ત્યારે એક ઊજળી | ગુફાઓમાં હાંફતા ધુમ્મસનાં પૂર ઊમટ્યાં ત્યારે એક ઊજળી | ||
પાછલી રાત્રે જમના કાંઠે બંસરીના રેલાતા વાદળનાં બિંબ | પાછલી રાત્રે જમના કાંઠે બંસરીના રેલાતા વાદળનાં બિંબ | ||
Latest revision as of 11:24, 2 March 2025
મારા વડવાઓએ બાંધેલા ઘરમાં એક નવું ઘર બાંધવા
હું રોજ બે કમાડ બંધ કરી અંદર સરી અંધકારના કાળા
આરસને કોરવા બેસી જાઉં છું તો ઘર ભીંતો વિનાનું
લાગવા માડે છે, અને ચારે કોર પથરાયેલું વેરાન
વાદળ થઈ મારા તરફ દોડ્યું આવે છે. એના પર
પ્રકાશ અને હવાના ઠરેલા સંવનનની છોળ મારા ચરણોને
વળગે, ને હું ઊભો થઈ દિશાશૂન્ય ચાલવા માંડું છું
ઝાકળછાઈ માટી પર ઊગી નીકળેલાં અસંખ્ય લીલાં
તરણાંની નીચે એકકોષી જીવોનો મંથર શ્વાસમાંથી
ઊડ્યા કરતા આવેગના રૂપમઢ્યા સિંદૂરિયા પતંગિયાની
પાંખોમાં ઝૂલતા આકાશની અંદર હું ડૂબી જાઉં છું
ત્યારે કોઈ અનામી સરોવરમાંથી ફૂટી નીકળતા પદ્મની
એક જ ફૂંકે વૃક્ષ થઈ લહેરાઈ ઊઠું, એ પહેલાં મને
બાઝેલી નાગરવેલના શીળા મધુપર્ક ડંખ મારા
રોમ રોમ પ્રસરતા પ્રસરતા તદ્રુપના દ્વીપ પર પહોંચાડી
ઊભો રાખે છે – ત્યાં દૂર પૂર્વ ક્ષિતિજમાં ઊઘડતી લાસ્ય
રતાશનાં હલેસાં વચ્ચેથી ઊડી આવતા સારસ-સારસીના
સહયોગને કદલીવનના કોઈ એકાદ કેળની સુંવાળપ
છાંયમાંહ્ય ઓગળી જતાં નિહાળું છું તો આથમણી દિશાના
તળિયે ગર્ભિત રણના હાસ્યમાં ચિત્કારતા મારા વૈફલ્યની
તરસ વર્ષો પછી ઝરમરતી કમોસમી ઝડીઓમાં કાયાને
સંકોરતી દધુમલ ગાયના છિંદ્ર છિંદ્રની અંદર ઠરીઠામ બને
એ જ સમયે કાળી રાત ઓઢી ક્યાંકથી દોડી આવેલા
ચરબીપોષ્યા મદમસ્ત વૃષભની નાસિકામાંથી ઊછળી
પડતી કામરુ ગંધમાં ગાય આખી હળવે હળવે ચીતરાવા
લાગે ત્યારે આભમાંથી ધસી આવેલી વીજના આકરા
તરાપની સાથે નષ્ટ થયેલા એ સાયુજ્યના અણસ્પર્શ્યા
વલયમાં ફંગોળાતો નરા રાતા દરિયા ઉછાળતો ઉછાળતો
પથ્થર પર પોઢેલી અજાણ નગ્નદેહી નારીને જોતાં જ એનું
મન્મથ આક્રમણ બે બાહુઓમાં લંબાયું એ સાથે નારી
નાઠી ને પાછળ દોડ્યો નર : થોડીવારમાં તો કાજળકાળી
ગુફાઓમાં હાંફતા ધુમ્મસનાં પૂર ઊમટ્યાં ત્યારે એક ઊજળી
પાછલી રાત્રે જમના કાંઠે બંસરીના રેલાતા વાદળનાં બિંબ
ગાગરમાં ભરતી રાધિકાના મુખડાની આડે ડોલતું કદંબનું
હરિયાળું પરોઢ વિસ્તરતું વીસમી સદીના ઊતરતા સમય
પછી મારી ચામડી પર માળો બાંધવા બેસે ત્યાં ખરતા
તારાની જેમ દૂર અજાણ્યા ગામના પાદર તરફ ચાલી ગયેલી
વહેલના લિસોટા રેલા મારી ગળગળતી આંખોમાં ઊપસતા
રાખી રાખી હું સીમ-ખેતરના ઢેફે ઢેફે કંકુ-છાંટા પહેરાવી
માણેકઠારી પૂનમ સરખા આવતા એના સંદેશાઓને ચાસે
ચાસે વેરી લીલી લિપિ ઉકેલતો આજે આઠમા જનમના
નવા રૂપને ઓઢવા હવે મારા વડવાઓએ બાંધેલા ઘરમાં...