બાળ કાવ્ય સંપદા/ફરિયાદ: Difference between revisions
(+1) |
No edit summary |
||
| Line 8: | Line 8: | ||
આમ તો ભડભાદર છું મોટો, | આમ તો ભડભાદર છું મોટો, | ||
સાવજને ફટકારું સોટો, | સાવજને ફટકારું સોટો, | ||
મારા શિકારનો નહીં જોટો, | |||
નાડી પણ બાંધીય શકું ના, | નાડી પણ બાંધીય શકું ના, | ||
બેન કને બંધાવું! | બેન કને બંધાવું! | ||
{{gap}}આ દુઃખ અરે! ક્યાં ગાવું? | {{gap}}આ દુઃખ અરે! ક્યાં ગાવું? | ||
Latest revision as of 02:14, 1 March 2025
લેખક : મકરન્દ દવે
(1922-2005)
આ દુઃખ અરે! ક્યાં ગાવું?
બોલો, કોને જઈ સમજાવું?
આમ તો ભડભાદર છું મોટો,
સાવજને ફટકારું સોટો,
મારા શિકારનો નહીં જોટો,
નાડી પણ બાંધીય શકું ના,
બેન કને બંધાવું!
આ દુઃખ અરે! ક્યાં ગાવું?
સાત સમુંદર પાર મજાનો,
લીલા બેટે ગજબ ગજાનો,
મારો હો અણખૂટ ખજાનો,
કોડી પણ રમવા માટે તો,
બેન કને મંગાવું!
આ દુઃખ અરે! ક્યાં ગાવું?
ગીચ જંગલે કાળી રાતે,
જાઉં ધસતો એકલ જાતે,
ઘરમાં પણ આ કોઈ વાતે,
બેન વિના ચાલે નહીં ને ભઈ!
અંધારે જ્યાં જાવું!
આ દુઃખ અરે! ક્યાં ગાવું!
બાવન લાખ નગરનું સારું,
રાજપાટ છે સૌથી ન્યારું,
રાજા વિક્રમ નામ અમારું,
બેન કહે છે બબલો એને,
સાચું કેમ સુણાવું!
આ દુઃખ અરે! ક્યાં ગાવું?
બેન હસીને પજવે ભારે,
કોઈ કહે શું કરવું મારે?
ધૂળે રિસાઈ બેસું જ્યારે,
બેન તણા હાથે પણ પાછું,
નીચા નમી નહાવું!
આ દુઃખ અરે! ક્યાં ગાવું.