બાળ કાવ્ય સંપદા/ખિસકોલીબેન: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
No edit summary |
||
| Line 19: | Line 19: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = મેઘરાજા રે...! | |previous = મેઘરાજા રે...! | ||
|next = ચાંદામામા(૩) | |next = ચાંદામામા (૩) | ||
}} | }} | ||
Latest revision as of 01:53, 28 February 2025
ખિસકોલીબહેન
લેખક : કિરીટ ગોસ્વામી
(1975)
આંગણિયે આવે ને જાય ખિસકોલીબહેન,
ડાળ ડાળ કૂદે ને ગાય ખિસકોલીબહેન !
મોતી– શી આંખો ને રૂપેરી રંગ છે,
રામજીનાં આંગળાંની છાપ એને અંગ છે,
સોનેરી તડકામાં ન્હાય ખિસકોલીબહેન !
કાજુ હરખે હરખે ખાય ખિસકોલીબહેન !
થોડાં નટખટ છે ને થોડાં શરમાળ છે,
દોસ્ત બની જાય તો તો ખૂબ રમતિયાળ છે,
આપણાથી દૂર ના થાય ખિસકોલીબહેન !
આંગણિયે કેવાં સોહાય ખિસકોલીબહેન !