બાળ કાવ્ય સંપદા/ઘડવૈયા: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|ઘડવૈયા|લેખક : બાલમુકુન્દ દવે<br>(1916-1993)}} | {{Heading|ઘડવૈયા|લેખક : બાલમુકુન્દ દવે<br>(1916-1993)}} | ||
{{ | {{center|<poem> | ||
અમે સૌ એક માતના છૈયા, | અમે સૌ એક માતના છૈયા, | ||
અમે ભડ ભારતના ઘડવૈયા ! | અમે ભડ ભારતના ઘડવૈયા ! | ||
Latest revision as of 03:13, 14 February 2025
ઘડવૈયા
લેખક : બાલમુકુન્દ દવે
(1916-1993)
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>
અમે સૌ એક માતના છૈયા,
અમે ભડ ભારતના ઘડવૈયા !
જે માટીનો દેહ ઘડાયો,
જેનાં પીધાં પાણી :
જેને ગૌરવ સ્મરણે જાગે
ભાવોની સરવાણી !
એને કેમ ભૂલીએ ભૈયા ?
અમે સૌ એક માતના છૈયા,
અમે ભડ ભારતના ઘડવૈયા !
ના કોનું ડિલ રહે ઉઘાડું,
ના કો ભૂખ્યું પોઢે :
ઊંચનીચના ભેદ ટાળશું,
ઝૂલશુ પ્રેમહિંડોળે !
અમે તારીશું ભારત નૈયા :
અમે સૌ એક માતના છૈયા,
અમે ભડ ભારતના ઘડવૈયા !
અમે પલાણી પાણીપંથો,
મેદાને સૌ પડશું :
સીમાડે જયકાર ગજવશું,
વિજય વરીને ફરશું !
અમે મધદરિયાના ખેવૈયા !
અમે સૌ એક માતના છૈયા,
અમે ભડ ભારતના ઘડવૈયા !