બાળ કાવ્ય સંપદા/ઊડવું છે આકાશ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઊડવું છે આકાશ|લેખક : સુરેશા મજમુદાર<br>(1911-…..)}} {{Block center|<poem> {{gap}}મા, મારે ઊડવું છે આકાશ, વાદળ સાથે રમવા જાવું આજે મારે ખાસ... ચારે બાજુ વિમાન કેવાં ઊંચે ઊંચે ઊડતાં, તે સૌમાંથી એક લઉં હું જ...")
 
(+1)
Line 23: Line 23:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ઝરણું
|previous = હંસગાન
|next = કૂકડાનું ગીત
|next = મારા પપ્પા
}}
}}

Revision as of 03:24, 13 February 2025

ઊડવું છે આકાશ

લેખક : સુરેશા મજમુદાર
(1911-…..)

મા, મારે ઊડવું છે આકાશ,
વાદળ સાથે રમવા જાવું આજે મારે ખાસ...

ચારે બાજુ વિમાન કેવાં ઊંચે ઊંચે ઊડતાં,
તે સૌમાંથી એક લઉં હું જલદી ઊંચે ચડવા,
કરું હું પંખી જેમ પ્રવાસ,
મા, મારે ઊડવું છે આકાશ !

સારો બૉલ લઈને મારે ક્રિકેટ રમવા જાવું,
પકડું બૅટ બહાદુર બનીને, એવી રમત ચગાવું,
જામશે ભીડ ઘણી ચોપાસ,
મા, મારે ઊડવું છે આકાશ !

દોડાદોડી કરશે ચાંદો રમત અમારી જોતાં,
બૉલ ઝીલવા તારામંડળ આવે ધીરજ ખોતાં,
આવશે ધ્રુવ પણ મારી પાસ,
મા, મારે ઊડવું છે આકાશ !