મંગલમ્/પ્રભુ પ્રસન્ન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Line 7: Line 7:
બીજું બધું સદા પરહરવું.
બીજું બધું સદા પરહરવું.
{{Gap|4em}}એના સુખને જ મહાસુખ ગણવું,
{{Gap|4em}}એના સુખને જ મહાસુખ ગણવું,
{{right|નિજ દુઃખનું ધ્યાન ન ધરવું.
{{right|નિજ દુઃખનું ધ્યાન ન ધરવું.}}
 
એને ગમે જો રાત તો તજવું પ્રભાત,
એને ગમે જો રાત તો તજવું પ્રભાત,
એને વહાલો વનવાસ તજવી નગરની આશ;
એને વહાલો વનવાસ તજવી નગરની આશ;
એના પગલે પગલું ભરવું,
એના પગલે પગલું ભરવું,
{{right|એ જેમ કહે તેમ કરવું. …પ્રભુ૦}}
{{right|એ જેમ કહે તેમ કરવું. …પ્રભુ૦}}
એ જો બની પવન, કરે સઘળે ગમન,
એ જો બની પવન, કરે સઘળે ગમન,
ભરી ઉરમાં ઉમંગ થવું ફૂલની સુગંધ;
ભરી ઉરમાં ઉમંગ થવું ફૂલની સુગંધ;
એ નીરમાં નાવ બની તરવું,
એ નીરમાં નાવ બની તરવું,
{{right|એ જેમ વહે તેમ વહેવું. …પ્રભુ૦}}
{{right|એ જેમ વહે તેમ વહેવું. …પ્રભુ૦}}
એને રુચે જે કર્મ એને માનવો સ્વધર્મ,
એને રુચે જે કર્મ એને માનવો સ્વધર્મ,
એવો સ્નેહનો છે મર્મ એથી ઊલટો અધર્મ.
એવો સ્નેહનો છે મર્મ એથી ઊલટો અધર્મ.

Revision as of 03:29, 27 January 2025


પ્રભુ પ્રસન્ન

પ્રભુ પ્રસન્ન રહે તેમ કરવું,
બીજું બધું સદા પરહરવું.
એના સુખને જ મહાસુખ ગણવું,
નિજ દુઃખનું ધ્યાન ન ધરવું.

એને ગમે જો રાત તો તજવું પ્રભાત,
એને વહાલો વનવાસ તજવી નગરની આશ;
એના પગલે પગલું ભરવું,
એ જેમ કહે તેમ કરવું. …પ્રભુ૦

એ જો બની પવન, કરે સઘળે ગમન,
ભરી ઉરમાં ઉમંગ થવું ફૂલની સુગંધ;
એ નીરમાં નાવ બની તરવું,
એ જેમ વહે તેમ વહેવું. …પ્રભુ૦

એને રુચે જે કર્મ એને માનવો સ્વધર્મ,
એવો સ્નેહનો છે મર્મ એથી ઊલટો અધર્મ.
એના દીવડે દિવેટ બની બળવું,
એ ઠારે તો હિમ જેવા ઠરવું. …પ્રભુ૦