અનેકએક/જાદુગર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "જાદુગર એક જાદુગરે હૅટમાંથી સસલું કાઢ્યું કોટમાંથી કબૂતર ડાબા હાથે સંતરું સંતરામાંથી ખોવાયેલી વીંટી આંખો મીંચી કશું ગણગણી ઇલમની લકડી ફેરવી મુઠ્ઠીમાં માગ્યું તે દીધું આંગળી અડક...")
 
No edit summary
Line 1: Line 1:
જાદુગર  
{{center|'''જાદુગર '''}}


<poem>


એક
એક

Revision as of 01:12, 26 March 2023

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> જાદુગર


એક

જાદુગરે
હૅટમાંથી સસલું કાઢ્યું
કોટમાંથી કબૂતર
ડાબા હાથે સંતરું
સંતરામાંથી ખોવાયેલી વીંટી
આંખો મીંચી
કશું ગણગણી
ઇલમની લકડી ફેરવી
મુઠ્ઠીમાં
માગ્યું તે દીધું
આંગળી અડકાડી
ટુકડા કરેલું જોડ્યું
એકને બમણું
બમણાને ઘણું
ઘણાનું એક કર્યું
સાવ સામે જ હતું
તે અલોપ કરી દીધું
પછી જાદુગરે ખડખડાટ હસ્યા કર્યું
ટોળામાંથી
એક છોકરો કહે:
જાદુગર
તારા જાદુની
મને બીક લાગે છે
તું
મને પતંગિયું બનાવી
ઉડાડી દે તો?
જાદુગરે
ખડખડાટ હસ્યા કર્યું
હાથની પાંખો કરી
જાદુગર
છોકરાની આંખોમાં ઊડી ગયો.


બે

કોઈપણ ફૂલનું નામ બોલો
જાદુગર
એની સુગંધ ઉડાડે
મનના છાના ખૂણે
ધરબી રાખેલી વાત
પટ્
પકડી પાડે
જાદુગરની આંખે પાટા વીંટો
હાથપગને મુશ્કેટાટ સાંકળો બાંધો
તાળાકૂંચી લગાવો
અહીંથી ગાયબ થઈ
ત્યાં નીકળે
આંખોના અણસારે
કાગળ પર શબ્દો વેરે
ફૂંકથી અક્ષરો ભૂંસી નાખે
ઝડપમાં
દૃશ્યાદૃશ્યની જાળ
ગૂંથે
વિખેરી નાખે
ઘૂમરાતી લાકડી પર
સમયના
ત્રણે ખંડ ટેકવી દે
ઉન્માદની કોઈ પળે
પડદો ઊંચકતાં
કહી દે:
વાત સાવ સાદીસીધી છે
દેખાય છે તે હોય જ
ન દેખાતું ન જ હોય
એવું નથી


ત્રણ

યે ડંડૂકા તોડુંગા... તેરા જાદુ પકડુંગા
ચપટી ખંખેરી હાથ ઉછાળી
લાકડી ફેરવતો જાદુગર કહે:
લે તાળી...
ત્યાં તો છોકરાની હથેળીમાં
એક ઊંચું ઊંચું ઝાડ ઊગી આવે
ભરચ્ચક ડાળોમાં ઝૂલતું
એ ઝાડ પર
છોકરો સર્...સર્... ચડતો જાય
એકેક ડાળ
ફૂલોથી ફળોથી લચી પડેલી
કલબલતી
ઠેકઠેક પંખીનાં ઝૂંડ
ડાળથી ડાળ
છેક છેલ્લી ડાળે
જાદુગર
વાંસળી વગાડે
ફરતે
પાંખો ફરફરાવતી પરીઓ ઊડે
ગંધ ઢોળે
જાદુગર
વાંસળી અળગી કરી કહે:
દે તાળી
ને છોકરો
મુઠ્ઠી ભીડી સડસડાટ દોડે
જુએ તો
પાંદડે પાંદડે ખડખડાટ હસતો જાદુગર
ને ખળભળતું આખું ઝાડ
સાવ હેઠે ઊતરે ત્યારે
હથેળીમાં
વીખરાઈ રહેલું ધુમ્મસ
સામે
આંખો ઉલાળતો જાદુગર
કહે:
લે... આ લાકડી
છોકરાના લંબાયેલા હાથમાં
પીંછું